SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પતંગીયો દીવામાં ઉતાવળથી ઝંપલાવતાં મૃત્યુને આધીન થાય છે. હરણીયું મનોહર ગીત શ્રવણ કરવામાં તન્મય બનેલું હોય, ત્યારે કાન સુધી ખેચેલા બાણવાળા શિકારીનો શિકાર બને છે. || ૨૮-૩ર // ઉપસંહાર કરતા કહે છે३५९ एवं विषय एकैकः, पञ्चत्वाय निषेवितः । कथं हि युगपत् पञ्च, पञ्चत्वाय भवन्ति न ? ॥ ३३ ॥ અર્થ : આ પ્રમાણે સેવન કરાયેલ એક-એક વિષય પણ જો મૃત્યુ માટે થતો હોય, તો એકી સાથે સેવાયેલા પાંચ વિષયો મરણનો હેતુ કેમ ન બને ? || ૩૩ || ટીકાર્થ : એક એક ઈન્દ્રિયના વિષયને સેવનાર મૃત્યુ પામનાર બને છે, તો પછી એક સાથે પાંચે ઈન્દ્રિયોના વિષયોને સેવનાર મૃત્યુ પામનાર કેમ ન બને ? અર્થાત મૃત્યુ પામે જ. કહેલું છે કે- એકેકમાં આસક્ત બનેલાં પાંચ વિનાશ પામે છે પરંતુ એક જ જો પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં મૂઢ બની આસકત બને, તો તે મૃત્યુ પામી ભસ્મીભૂત (રાખરૂપ) થાય છે. // ૩૩ // ઈન્દ્રિયોના દોષો કહીને તેના જય માટે ઉપદેશ આપે છે३६० तदिन्द्रियजयं कुर्याद्, मन:शुद्धया महामतिः । यं विना यमनियमैः, कायक्लेशो वृथा नृणाम् ॥ ३४ ॥ અર્થ : માટે કરીને મહામતિવાળો મુનિ મનની શુદ્ધિથી ઈન્દ્રિયોનો જય કરે, કારણ કે, ઈન્દ્રિયોના જય વગર મનુષ્યોએ કરેલા યમ-નિયમો એ ફોગટ કાયકલેશરૂપ બને છે ! ૩૪ || ટીકાર્થ ઈન્દ્રિયો દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારવાળી છે. ચામડી, જીભ, નાસિકા, આંખ અને કાન એ આકારરૂપે પરિણત થયેલી પુદ્ગલ દ્રવ્યરૂપ દ્રવ્ય-ઈન્દ્રિયો છે અને સ્પર્શ, રસ, ગંધ, દર્શન, શ્રવણરૂપ વિષયોની અભિલાષા કરવી, તે રૂપ ભાવ-ઈન્દ્રિયો છે, તેની આસક્તિનો ત્યાગ કરવો, તે રૂપ તેનો જય કરવો. આને લગતા આંતરશ્લોકોનો ભાવાર્થ આ પ્રમાણે : ઈન્દ્રિય-સમુદાયથી પરાભવ પામેલો પ્રાણી અનેક દુઃખોથી પરેશાન થાય છે, માટે સર્વ દુઃખોથી મુક્ત બનવા માટે ઈન્દ્રિયોને વશ કરવી. તેના વિષયોમાં સર્વથા ન પ્રવર્તવું- એ જ ઈન્દ્રિયોનો વિજય નથી, પરંતુ રાગ-દ્વેષ રહિતપણે તેમાં પ્રવૃત્તિ થાય, તો પણ તેનો જય થયો ગણાય. ઈન્દ્રિયોની સમીપમાં રહેલા વિષયોનો સંયોગ ટાળવો અશકય છે, પરંતુ બુદ્ધિશાળી તેના વિષયમાં થતા રાગ-દ્વેષોનો ત્યાગ કરે. સંયમી યોગીઓની ઈન્દ્રિયો હંમેશાં હણાએલી અને વગર હણાએલી હોય છે. હિતકારી સંયમયોગોમાં હણાયા વગરની અને પ્રમાદાદિ અહિત પદાર્થોમાં હણાએલી હોય છે. જિતેલી ઈન્દ્રિયો મોક્ષ આપનાર અને ન જીતેલી ઈન્દ્રિયો સંસારમાં રખડાવનાર થાય છે. બંનેનું અંતર સમજીને જે યુક્ત અને હિતકારી લાગે, તેનો અમલ કર. રૂની તળાઈ આદિના કોમળ સ્પર્શમાં અને પત્થરના કઠોર સ્પર્શમાં થનારી રતિ અને અરતિનો ત્યાગ કરીને તે સ્પર્શ-ઈન્દ્રિયને જિતનારો બન. ભક્ષણ કરવા યોગ્ય સ્વાદિષ્ટ રસમાં અને બીજા વિરસ પદાર્થમાં પ્રીતિ કે અપ્રીતિ કર્યા વગર ઉત્તમ પ્રકારે તું જિલ્લા-ઈન્દ્રિય પર જય પામનારો થા. સુગંધી સ્થાનને પ્રાપ્ત કરી શુભ ગંધમાં કે તેથી વિપરીત દુર્ગધી પ્રાપ્ત કરીને અશુભ ગંધમાં, વસ્તુના પર્યાયો અને
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy