________________
૩૮૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
३५३ कुलघाताय पाताय, बन्धाय च वधाय च । अनिर्जितानि जायन्ते करणानि शरीरिणाम् ૫ ૨૭ ।।
અર્થ : જીવોથી નહિ જીતાયેલી ઈન્દ્રિયો કુળના નાશ માટે, પતન માટે, બંધ અને વધના હેતરૂપ થાય છે. ॥ ૨૭
ટીકાર્થ : નહિં વશ કરેલી ઈન્દ્રિયો પ્રાણીઓને કેવા કેવા આલોકના અપાયનું કારણ બને છે, તે જણાવે છે- કુલઘાત એટલે વંશનો ઉચ્છેદ થવો, રાજ્યથી ભ્રષ્ટ બનવું, કેદખાનાના બંધનમાં જકડાવું, પ્રાણ ચાલ્યા જવા. તેમાં કુલઘાત કરનાર રાવણની જેમ, ઈન્દ્રિયો ન જીતવાથી પરસ્ત્રી સાથે ૨મણ કરવાની અભિલાષા કરવાથી રામ-લક્ષ્મણે તેના કુલનો ક્ષય કર્યો, જે હકીકત પહેલાં કહેવાએલી છે. ઈન્દ્રિયો પતન માટે સોદાસની માફક આવી રીતે થાય છે કે, તે રાજ્ય પાલન કરતો હતો, ત્યારે માંસમાં આસક્ત ઈન્દ્રિયવાળો થવાથી તે જુદા જુદા પ્રકારનાં માંસ ખાઈને આત્માને ખુશ કરતો. એક વખત રસોઈયાએ માંસ રાંધી તૈયાર કર્યું, પરંતુ બિલાડી આદિ માંસ ભક્ષણ કરી ગઈ. વળી તે દિવસે શ્રદ્ધાળુ શ્રાવકોએ રાજાને પ્રસન્ન કરી અમારિપડહ દેવરાવ્યો હતો, એટલે જીવવધ ન થવાથી બીજા માંસની પ્રાપ્તિ ન થવાથી કોઈનું બાળક સુલભતાથી મળી ગયું અને તેનું માંસ પીરસીને રસોઈયાએ રાજાને ખુશ કર્યો. રાજાએ એકાંતમાં સોગન આપવા પૂર્વક પૂછ્યું, એટલે રસોઈયાએ બનેલી યથાર્થ હકીકત જણાવી એટલે તે મનુષ્યના માંસમાં અત્યંત આસકત બન્યો. આખા નગરમાં બાળક મનુષ્યોને લેવા માટે સેવકો નિયત કર્યા. નગરલોકોને આ વાતની ખબર પડી, એટલે મંત્રી, નગરલોકો વિગેરે એકીમતે નક્કી કરી મદ્યપાનમાં મૂર્છાવાળા તે રાજાને બાંધી-જકડીને જંગલમાં મૂકી આવ્યા, જિલ્લા ઈન્દ્રિયને વશ થયેલો તે સોદાસ રાજ્યથી, કુળથી, પરિવારથી વિખૂટો પડી જંગલમાં શ્વાપદની માફક દુઃખ ભોગવનાર બન્યો. ઈન્દ્રિયો ચંડપ્રદ્યોતની માફક બંધન માટે થાય છે, ઈન્દ્રિયો રાવણની માફક મૃત્યુ માટે થાય છે, જે પહેલાં કહેવાઈ ગયું છે.
અહીં આંતર શ્લોકોનો ભાવાર્થ કહેવાય છે ==
ઈન્દ્રિયોના વિષયોમાં વિવશ બનેલા કોણ વિડંબના પામતા નથી ? અરે ! શાસ્ત્રોના પરમાર્થ જાણનારા પણ બાળક માફક ચેષ્ટા કરે છે. અરે ! આના કરતાં બીજું ચડિયાતું ઈન્દ્રિયોનું ધૃણાસ્થાન કયું પ્રગટ કરવું ? કે જે બન્યું બાહુબલિની ઉપર ભરતે મહાઅસ્ર-ચક્ર ફેંકયું. વળી જે બાહુબલિનો જય અને ભરતનો પરાજય એમ જય અને હાર થયા, તે સર્વ ઈન્દ્રિયોનું નાટક છે. ચરમભવવાળા હોવા છતાં પણ જેઓ શસ્ત્રો અને અસ્ત્રોથી યુદ્ધ કરે છે ! તે ખરેખર દુરન્ત એવી ઈન્દ્રિયોના પ્રભાવથી લજજા પામવાનું થાય છે. પશુઓ અને અજ્ઞાની લોકો ચંડચરિત્રવાળી ઈન્દ્રિયોથી દંડાય, તે સમજી શકાય તેવી હકીકત છે, પરંતુ શાન્તમોહવાળા, પૂર્વના જ્ઞાનવાળા ઈન્દ્રિયોથી દંડાય છે, તે વાત અદ્ભૂત છે. દેવો, દાનવો અને માનવો ઈન્દ્રિયોથી અતિશય પરાભવ પામ્યા છે, પરંતુ ખેદની વાત છે કે બિચારા કેટલાક તપસ્વીઓ હોવા છતાં પણ ઘૃણા કરવા યોગ્ય કાર્યો કરવામાં પાછા પડતા નથી. ઈન્દ્રિયોને વશ પડેલા મનુષ્યો ન ખાવા યોગ્યનું ભક્ષણ કરે છે, ન પીવા યોગ્યનું પાન કરે છે, ન સેવવા યોગ્યનું સેવન કરે છે. ઈન્દ્રિયવશ બનેલા પામરો પોતાનાં કુલ અને શીલનો ત્યાગ કરીને નિર્લજ્જ બની વેશ્યાનાં નીચ કાર્યો અને તેમની ગુલામી પણ કરે છે. મોહથી અંધ બનેલા મનવાળા પુરુષોની પરદ્રવ્યમાં અને પરસ્ત્રીમાં જે પ્રવૃત્તિ છે, તે અસ્વાધીન ઈન્દ્રિયોનું નાટક સમજવું. પ્રાણીઓ જેનાથી હાથ, પગ, ઈન્દ્રિય અને અવયવોના છેદને તથા