SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.ર૩-૨૬ ૩૮૧ ટીકાર્થ : કષાયજય અને ઈન્દ્રિયજય એક કાળે થવાવાળા હોવા છતાં પણ પ્રદીપ અને પ્રકાશ માફક કાર્ય-કારણભાવવાળા બને છે, માટે જણાવ્યું કે, ઈન્દ્રિયજય વગર કષાયજય કરવા સમર્થ બની શકાતું નથી. સળગતા અગ્નિ સિવાય શિયાળાની ઠંડી હણી શકાતી નથી. હેમંતઋતુની ઠંડી સમાન કષાયો અને સળગતા અગ્નિ સમાન ઈન્દ્રિય-જય સમજવો. || ૨૪ || ઈન્દ્રિયોનો જય, કષાયજ્યના કારણપણે જણાવ્યો. જેમણે ઈન્દ્રિયો જિતેલી નથી, તેઓને કષાય જય થતો નથી, ઉલટો અપાય-આપત્તિનું કારણ થાય છે, તે કહે છે ३५१ अदान्तैरिन्द्रियहयै-श्चलैरपथगामिभिः માષ્ય નરેન્નાથે, ગત્ સપદ્ધિ નીયતે || રપ છે અર્થઃ અદાંત (ન જીતાયેલા) ચંચળ અને ઉન્માર્ગગામી ઈન્દ્રિયોરૂપી ઘોડાઓ જીવને તત્કાલ ઘસડીને નરકરૂપ જંગલમાં લઈ જાય છે. || ૨૫ //. ટીકાર્થ : ઉન્માર્ગે ગમન કરનાર ઈન્દ્રિયો રૂપી અશ્વો, અશ્વોની ઉપમા એટલે આપી કે, તેઓ સ્વભાવથી અસ્થિર સ્વભાવવાળા હોય છે અને તે અશ્વો બળાત્કારે પ્રાણીને વિવિધ ભયવાળા અરણ્યમાં તત્કાળ ખેંચી જાય છે, તેવી રીતે વશ કરેલી ન હોય તેવી ઈન્દ્રિયો ઉન્માર્ગ ખેંચી જાય છે અને બળાત્કારે જીવને એકદમ નરકમાં ધકેલે છે. || રપ || ઈન્દ્રિયો ન જિતેલી હોય, તો નરકે કેમ લઈ જાય છે ? તે કહે છે – રૂ૫ ૨ ર્વિનિતો નતુ , પાવૈfમૂયતે | વીર છેષ્ઠ પૂર્વ વાદ : વિશ્વને ઉચત્તે ? ર૬ અર્થ : ઈન્દ્રિયોથી જીતાયેલો આત્મા કષાયોથી પણ પરાજિત બને છે. શૂરવીરે પ્રથમ ખેંચેલી ઈટવાળો કિલ્લો કોના કોનાથી ખંડિત નથી કરાતો ? || ૨૬ | ટીકાર્થ : જે આત્મા ઈન્દ્રિયોનો જય કરી શકતો નથી, તે કષાયોથી પણ પરાભવ પામે છે. એક તાકાતવાળા મનુષ્ય કિલ્લાની એક ઈંટ ખેંચી, પછી સામાન્ય-તાકાત વગરના માણસોને પણ પછીની ઈંટો ક્રમસર પાડતાં પાડતાં આખો કિલ્લો ખંડિત કરતાં વાર લાગતી નથી. તેમ કષાયોને જીતવા માટે ઈન્દ્રિયોનો જય કરવા ઉપદેશ અપાય છે, કારણકે તે ઈન્દ્રિયો વડે જ કષાયોને આધીન બની નરકે જાય છે. શંકા કરી કે ઈન્દ્રિયજય કરવા માટે અશકત હોય, તેવો જીવ ઈન્દ્રિયથી થયેલી બાધા ભલે પામે, તેને કષાય-બાધા કયો અવસર છે ? તે શંકા દર કરવા દૃષ્ટાન્ત આપે છે- એક બહાદુર પુરુષે કિલ્લાની એક ઈંટ ખેંચી, પછી તો વગર તાકાતવાળો પણ એક એક ઈંટ ખેંચી ખેંચી આખો કિલ્લો ખંડિત કરી નાખે છે. ભાવાર્થ એ છે કે-જેમ વીરપુરુષે કિલ્લામાં એક કાણું પાડ્યું, પછી નોકર સરખાને પણ કિલ્લો તોડતાં મુશીબત પડતી નથી, તેમ ઈન્દ્રિયોથી હારેલો હોય, તે સામાન્ય પુરુષ સરખા કષાયોથી બાધા પામે છે, કારણ કે કષાયો ઈન્દ્રિયોને અનુસરનારા છે. તે ૨૬ // ઈન્દ્રિયો વશ કર્યા વગરની હોય અને કષાયોથી પરાભવ પામેલો હોય, તેનાથી જંતુને નરકે જવું પડે છે એટલું જ નહિ, પરંતુ ઈન્દ્રિયો ન જીતેલી હોય, તો તેના ગેરફાયદા-નુકસાન આલોકમાં પણ છે, તે બતાવે છે
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy