________________
૩૮૦
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ એટલે સંપત્તિઓ નજીકમાં આવી ઉભી રહે છે. આંગળી વડે ઢાંકેલા કાનમાં શબ્દોનું અદ્વૈતપણું વૃદ્ધિ પામે છે. જે શબ્દો કાનથી દૂર હતા, તે આપોઆપ અંદર ગુંજે છે. “સંતોષ પ્રાપ્ત થયો, એટલે દરેક વસ્તુમાં વૈરાગ્ય થાય છે. બે આંખ ઢાંકી દીધી એટલે ખરેખર ચરાચર આખું વિશ્વ પણ ઢંકાઈ ગયું.” એકલી ઈન્દ્રિયોનું દમન કરવાથી કે કાયાની પીડા સહન કરવાથી શું ? એક માત્ર જો સંતોષ ગુણ પ્રાપ્ત થયો, તો નક્કી મુક્તિ-લક્ષ્મીના મુખનું દર્શન થાય. જેઓ સંસારમાં જીવન ધારણ કરવા છતાં પણ લોભ-નિર્મુક્ત બનેલા છે, તેઓ અહિ જ મુક્તિ-સુખનો અનુભવ કરે છે. શું મુક્તિના મસ્તક પર કોઈ શિંગડું વર્તે છે? રાગ-દ્વેષના ભેળસેળવાળા કે વિષયોથી ઉત્પન્ન થયેલા સુખથી સર્યું. શું સંતોષથી ઉત્પન્ન થયેલ સુખ શિવ-સુખ કરતાં કાંઈ કમ છે ? બીજાને વિશ્વાસ પમાડનાર અસાર શાસ્ત્રનાં સુભાષિતોથી કયું સુખ થવાનું છે ? બે આંખો બંધ કરીને સંતોષ સ્વાદથી થયેલું સુખ મનમાં વિચારો જો તમે કારણને અનુરૂપ કાર્ય સ્વીકારતા હો, તો સંતોષ-આનંદથી થયેલું જે મોક્ષાનન્દનું સુખ તેની પ્રતીતિ કરો. જો તમે કર્મને નિર્મૂલન કરવા માટે તીવ્રતપ કહેતા હો, તો તે સત્ય છે, પરંતુ તે પણ સંતોષ રહિત તપ હોય, તો નિષ્ફળ સમજવું. સુખના અર્થીઓને ખેતી, નોકરી, પશુ-પાલન કે વેપાર કરવાથી કયું સુખ થવાનું છે ? શું સંતોષામૃતનું પાન કરવાથી આત્મા નિવૃત્તિ-સુખ મેળવી શકતો નથી ? ઘાસના સંથારા પર શયન કરનારા સંતોષવાળાને જે સુખ હોય છે, તેવા પ્રકારનું સુખ, પલંગ પર પોઢનારા, તળાઈમાં શયન કરનારા સંતોષ વગરનાને કયાંથી હોય ? અસંતોષવાળા ધનિકો પણ પોતાના સ્વામી પાસે તૃણ સરખા છે અને સંતોષવાળાની આગળ તે સ્વામીઓ પણ તૃણ સરખા છે. ચક્રવર્તીની અને ઈન્દ્રની સંપત્તિઓ પરિશ્રમથી પ્રાપ્ત થવાવાળી અને છેવટે નશ્વર છે, પરંતુ સંતોષથી થવાવાળું સુખ પરિશ્રમ વગરનું અને શાશ્વત છે. આ પ્રમાણે લોભના સમગ્ર પ્રતિપક્ષરૂપ અને પરમસુખના સામ્રાજ્ય-સ્વરૂપ સંતોષ મેં જણાવ્યો, માટે લોભાગ્નિના ફેલાતા પરિતાપને શમાવવા માટે સંતોષામૃત રસમય એવા આ આત્મગૃહમાં રતિ કરો. || ૨૨ // આ પ્રમાણે કહેલી હકીકતને એક શ્લોકમાં સંગ્રહ કરીને કહે છે :३४९ क्षान्त्या क्रोधो मृदुत्वेन मानो मायाऽऽर्जवेन च ।
लोभश्चानीहया जेयाः, कषाया इति संङ्ग्रहः ॥ २३ ॥ અર્થ : ક્ષમા વડે ક્રોધજય કરવો, નમ્રતાથી માનજય કરવો, સરળતાથી માયાજય કરવો અને સંતોષથી લોભનય કરવો, આ પ્રમાણે કષાયોનો જય કરવો. આ પૂર્વોક્ત પદાર્થોનો સંગ્રહ છે. તે ૨૩||
ટીકાર્થ : ક્ષાન્તિથી ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી માયાને, અને નિઃસ્પૃહતાથી લોભને, આ પ્રમાણે કહેલા ઉપાયોથી કષાયોને જિતવા-એ પ્રમાણે સંગ્રહરૂપે જણાવ્યું. પૂર્વે જણાવેલા પદાર્થો અહીં સંગ્રહરૂપે કહ્યા. || ૩
જો કે તુલ્યયોગિપણાથી કષાય-જય અને ઈન્દ્રિયોનો જય મોક્ષરૂપે જ કહેલા છે, તો પણ તે બેમાં કષાયજય મુખ્ય છે અને ઈન્દ્રિજય તો તેના કારણભૂત છે. તે જ વાત હવે જણાવે છે
३५० विनेन्द्रियजयं नैव, कषायान् जेतुमीश्वरः ।
हन्यते हैमनं जाड्यं, न विना ज्वलितानलम् ॥ २४ ॥ અર્થ : જેમ અગ્નિના તાપ વિના શિયાળાની ઠંડી દૂર થતી નથી, તેમ ઈન્દ્રિયોના જય વિના કષાયોનો જય થઈ શકતો નથી | ૨૪ ||