SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૮-૨૨ ૩૭૯ અહિં લોભને લગતા આંતરશ્લોકોનો ભાવાર્થ કહેવાય છે : સર્વ પાપોમાં જેમ હિંસા, કર્મમાં મિથ્યાત્વ, રોગોમાં ક્ષયરોગ, તેમ સર્વ અવગુણોમાં લોભ એ મહાન છે, અહો ! આ મહીતલમાં લોભનું સામ્રાજ્ય એકછત્રવાળું છે કે, વૃક્ષો પણ નિધાન પ્રાપ્ત કરીને તેને પોતાનાં મૂળીયાંથી ઢાંકી દે છે. દ્રવ્યના લોભથી બે ત્રણ ચાર ઈન્દ્રિયવાળા જીવો પણ પોતે દાટેલા નિધાન ઉપર મૂચ્છથી સ્થાન કરીને રહે છે. સર્પ, ઘરની ઘો, ઉંદર વગેરે પંચેન્દ્રિય જીવો પણ ધનના લોભથી નિધાન-સ્થાનવાળી ભૂમિમાં મૂચ્છથી વાસ કરે છે. પિશાચ, મુગલ, પ્રેત, ભૂત, યક્ષ વગેરે પોતાના કે પારકાના ધનના લોભથી મૂર્છા કરી ત્યાં વાસ કરે છે. આભૂષણ, ઉદ્યાન, વાવડી આદિમાં મૂર્છાવશ બનેલા દેવો પણ અવીને તે પૃથ્વીકાયાદિયોનિવાળા આભૂષણાદિકમાં જ ઉત્પન્ન થાય છે. ઉપશાન્તમોહ ગુણસ્થાનક પામી ક્રોધાદિકનો વિજય કરવા છતાં એકમાત્ર લોભનો અતિઅલ્પ દોષ બાકી રહેવાથી સાધુઓ પણ નીચેના ગુણસ્થાને પડે છે. એક માંસના ટુકડા માટે જેમ શ્વાનો, તેમ અલ્પ ધન ગ્રહણ કરવાની અભિલાષાથી એક માતાની કુક્ષિએ જન્મેલા બે સગા ભાઈઓ પણ માંહોમાંહે લડે છે. લોભાધીન થવાથી ગામડાં, પર્વત કે જંગલની સરહદ માટે સહૃદયતાનો ત્યાગ કરી ગામવાસીઓ, રાજ્યાધિકારીઓ, દેશવાસીઓ કે રાજાઓ પરસ્પર વિરોધવાળા થઈ વૈરીનું આચરણ કરે છે. આત્મામાં હાસ્ય, શોક, દ્વેષ કે હર્ષ ન હોવા છતાં પણ લોભવાળા મનુષ્યો સ્વામી આગળ નટ માફક પ્રગટપણે નાટક કરી બતાવે છે. લોભનો ખાડો પૂરવા માટે જેમ જેમ આરંભ કરવામાં આવે છે, તેમ તેમ આશ્ચર્યની વાત છે કે, એ ખાડો વધતો જાય છે. હજુ કદાચ સમુદ્ર જળવડે પૂર્ણ થઈ જાય, પરંતુ ત્રણે લોકનું રાજ્ય પ્રાપ્ત થાય તો પણ લોભ પૂર્ણ થતો નથી. ભોજન, કપડાં, વિષયો, દ્રવ્યના ઢગલા અનંતા ભોગવ્યા તો પણ લોભનો અંશ હજુ પૂરાયો નથી. જો લોભનો તમે ત્યાગ કર્યો છે, તો પછી નિષ્ફલ તપ વડે સર્યું અને જો લોભનો ત્યાગ નથી કર્યો, તો પછી નિષ્ફળ તપનું શું પ્રયોજન છે? સર્વશાસ્ત્રોના પરમાર્થોનું મંથન કરી મેં એટલો નિર્ણય કર્યો કે મહામતિવાળાએ એકમાત્ર લોભના નાશ માટે પ્રયત્ન કરવો જોઈએ. || ૧૯-૨૦-૨૧ || લોભના સ્વરૂપનું નિરૂપણ કરી તેના જયના ઉપાયો કહે છે३४८ लोभसागरमुढेल-मतिवेलं महामतिः । सन्तोषसेतुबन्धेन, प्रसरन्तं निवारयेत् ॥ २२ ॥ અર્થ: તેથી મહાબુદ્ધિશાળી મુનિએ અતિશય ઘણાં ઊંચે ઉછળતા મોજાવાળા અને ચારે બાજુ ફેલાતા લોભસાગરને સંતોષરૂપ પાળના બંધ વડે અટકાવવો જોઈએ. || ૨૦ || ટીકાર્થ : મહાબુદ્ધિશાળી એવા મુનિ, લોભ-સમુદ્ર કે જેનો પાર પામી શકાતો નથી અને તેની ભરતીના ઉછળતા અને વૃદ્ધિ પામતાં-ફેલાતાં મોજાંઓનું નિવારણ કરી શકાતું નથી, તેને સંતોષરૂપ સેતુબંધ વડે આગળ વધતા નિવારણ કરે. સંતોષ એ લોભનો પ્રતિપક્ષભૂત મનોધર્મ છે અને જળને લના કરવા માટે જેમ પાલી-બંધ, તેમ લોભ કષાયનો જય કરવા માટે સંતોષ એ પરમોપાય છે. અહીં આંતર શ્લોકોનો ભાવાર્થ જણાવાય છે મનુષ્યોમાં જેમ ચક્રવર્તી, દેવોમાં ઈન્દ્ર, તેમ સર્વ ગુણોમાં સર્વથી ચડીયાતો ગુણ હોય તો સંતોષ છે. સંતોષગુણવાળો યતિ અને અસંતુષ્ટ ચક્રવર્તી આ બંનેના સુખ-દુઃખની તુલના કરવામાં આવે તો, એકને સુખનો પ્રકર્ષ છે અને બીજાને દુઃખનો પ્રકર્ષ છે, સંતોષામૃતની અભિલાષાથી સ્વાધીન એવા છ ખંડના રાજ્યનો ત્યાગ કરીને ક્ષણવારમાં ચક્રવર્તીઓ નિઃસંગપણાનો સ્વીકાર કરે છે. ધનની ઈચ્છા નિવૃત્ત બની
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy