SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ, સ્લો.૧૦-૧૨ ૩૭૩ +44 સ્થાનકરૂપ સ્થાનકો, તે રૂપ વૃક્ષોને રોપવા, તેની વૃદ્ધિ કરવી. બગીચાની અંદર અનેક પ્રકારનાં વૃક્ષોનો સમૂહ ઉગાડવામાં આવે છે. વળી તેમાં પાણીની નીક વહેવડાવવાથી વૃક્ષોને પુષ્પો, ફળો આદિકની વૃદ્ધિ થાય છે. ક્ષમા એ પ્રશાન્તવાહિતા-સ્વરૂપ ચિત્તની પરિણતિ છે. તેને નીકનું રૂપ આપી નવી નવી પ્રશમપરિણતિને ઉત્પન્ન કરનાર છે-એમ જણાવ્યું. આ વિષયને લગતા શ્લોકોના ભાવાર્થને કહે છે : અપકારીવર્ગ ઉ૫૨ કોપથી અટકવું શક્ય નથી. સિવાય કે પોતાની સહનશક્તિનાં પ્રભાવથી અથવા આવા પ્રકારની ભાવનાથી, કે જે પોતા માટે પાપનો સ્વીકાર કરી મને પીડા કરવા ઈચ્છે છે, તે બિચારો પોતાના કર્મથી જ હણાએલો છે. તેવા ઉપર ક્યો બાલિશ મનુષ્ય કોપ કરે ? ‘હું અપકારી ઉપર કોપ કરું' એવા પ્રકારનો જો તારો આશય થાય, તો પછી દુઃખના કારણભૂત એવા તારા પોતાના કર્મ ઉપર ક્રોધ કેમ કરતો નથી ? કૂતરો ઢેકું ફેંકનાર તરફ ઉપેક્ષા કરીને ઢેફાને કરડવા જાય છે. જ્યારે સિંહ બાણ તરફ નજર કર્યા વગર બાણ ફેંકનારનો પીછો પકડે છે. ક્રૂર એવા જે કર્મોથી પ્રેરાએલો મારો આત્મા કોપ કરે છે, તે કર્મોની ઉપેક્ષા કરીને બીજા ઉપર ક્રોધ કરતો તું ભસવાનો આશ્રય કેમ કરે છે ? સાંભળીએ છીએ કે શ્રીમહાવીર ભગવંત સહન કરવાની બુદ્ધિથી મ્લેચ્છ દેશમાં ગયા અર્થાત્ તે માટે પ્રયત્ન કર્યો. તો પછી વગર પ્રયત્ને આવેલી ક્ષમા વહન કરવા કેમ ઈચ્છતો નથી ? જેઓ ત્રણે લોકના પ્રલય કે રક્ષણ કરવા સમર્થ છે, તેઓ જો ક્ષમાનો આશ્રય કરતા હોય, તો પછી કેળ સરખા અલ્પસત્ત્વવાળા તારા જેવાને ક્ષમા રાખવી તે શું યુક્ત નથી ? તેવા પ્રકારનું પુણ્ય કેમ નથી કરતો ? જેથી કરી કોઈ પીડા ન કરે, હવે તો તારા પ્રમાદને નિંદતો ક્ષમા કેમ અંગીકાર કરતો નથી ? ક્રોધમાં અંધ બનેલા મુનિ અને કોપ કરનાર ચંડાલમાં કોઈ પ્રકા૨નો તફાવત નથી માટે ક્રોધનો ત્યાગ કરીને ઉજ્જવલ બુદ્ધિના સ્થાન સ્વરૂપ ક્ષમાનું સેવન કર. ક્રોધવાળા મહા તપસ્વી મહામુનિ હતા અને ક્રોધ વગરના કુરગડુ મુનિ નવકારશી માત્ર પચ્ચક્ખાણ કરનાર હતા. દેવતાઓએ મહાતપસ્વી મુનિને છોડીને કુરગડુ મુનિને વંદના કરી. મર્મસ્થાન વિંધાય તેવા વચન-શસ્ત્રોથી ક્લેશ પામતો વિચારે કે, કહેનાર મને સત્ય કહે છે, તો કોપ શા માટે કરવો ? અને ખોટું કહેતો હોય તો તેને ઉન્મત્ત ગાંડાના વચન ગણવા. કોઈક વધ કરવા માટે આવ્યો, તો વિસ્મય પામેલો તેના તરફ હાસ્ય કરે કે વધ તો મારા બાંધેલા કર્મથી થવાનો છે. આ મૂર્ખશેખર ફોગટ નૃત્ય કરે છે. કોઈક હણવા માટે તૈયાર થાય, ત્યારે આત્માએ એમ વિચારવું કે, મારા આયુષ્ય કર્મનો ક્ષય થયો છે. તેમ વિચારવાથી પોતે પાપથી નિર્ભય બને છે. આ બિચારો મરેલાને મારે છે. સર્વ પુરુષાર્થ ચોરનાર એવા ક્રોધ ઉપ૨ તને જો કોપ નથી થતો, તો પછી સ્વલ્પ અપરાધવાળા બીજા ઉપર તું આટલો કોપ ક૨ના૨ કેમ બને છે ? માટે તને ધિક્કા૨ થાઓ. સર્વ ઈન્દ્રિયોને ગ્લાનિ પમાડનાર ઉગ્રસર્પ માફક આગળ વધતા કોપને જીતવા માટે બુદ્ધિશાળી જાંગુલિવિદ્યા જેવી નિર્દોષ ક્ષમાનું સતત સેવન કરે. ।। ૧૧ ।। હવે માન-કષાયનું સ્વરૂપ જણાવે છે– ३३८ विनयश्रुतशीलानां त्रिवर्गस्य च घातकः 1 विवेकलोचनं लुम्पन्, मानोऽन्धङ्करणो नृणाम् ॥ १२ ॥ અર્થ : વિનય, વિદ્યા, સુંદર સ્વભાવ, તથા ધર્મ, અર્થ, કામરૂપ ત્રણ વર્ગનો નાશ કરનાર, વિવેક ચક્ષુનો લોપ કરી મનુષ્યોને અંધ બનાવનાર માન કષાય છે. | ૧૨ || ટીકાર્થ : માન એ ગુરુઆદિ વડીલોનો વિનય, શ્રુત એટલે વિદ્યા, શીલ એટલે સારો સ્વભાવ, સુંદર વર્તન, તેઓનો ઘાત કરનાર છે. જાતિ આદિના મદમાં અભિમાની બનેલો, પિશાચ સરખો ગુરુ આદિકનો
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy