SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ३३६ उत्पद्यमानः प्रथमं दहत्येव स्वमाश्रयम् । क्रोधः कृशानुवत्पश्चादन्यं दहति वा न वा ॥ १० ॥ અર્થ : ઉત્પન્ન થતો ક્રોધ અગ્નિની જેમ પ્રથમ પોતાના સ્થાનને બાળે જ છે પછી બીજાને બાળે અને ન પણ બાળ. | ૧૦ || ટીકાર્થ : તેવા પ્રકારનું નિમિત્ત પામીને ઉત્પન્ન થએલો ક્રોધ અગ્નિ માફક પોતાનું આશ્રયસ્થાન એટલે જેમાં તે ઉત્પન્ન થાય તેને નક્કી બાળે છે, ત્યાર પછી અગ્નિની માફક બીજા બાળવા યોગ્યને બાળે કે નહીં પણ બાળે. જો સામો આત્મા ક્ષમા રાખવાના સ્વભાવવાળો હોય, ઘાટિલા લીલા વૃક્ષ માફક તો તેને બાળી શકતો નથી. અહીં ક્રોધવિષયને લગતા શ્લોકોનો ભાવાર્થ જણાવતા કહે છે કે ક્રોધરૂપી અગ્નિ આઠ વર્ષ જૂન પૂર્વકોટી વર્ષો સુધી પાળેલા ચારિત્રને અને તેટલાં વર્ષો સુધી કરેલા તપને એક ક્ષણમાં ઘાસની ગંજી માફક બાળીને ભસ્મ કરી નાંખે છે. અતિપુણ્યના સમુદાયથી ભરપૂર એકઠું કરેલું સમતારૂપ જળ (દૂધ), ક્રોધરૂપ ઝેરના સંપર્ક માત્રથી ક્ષણવારમાં અભોગ્ય બની જાય છે. ક્રોધાગ્નિનો ધૂમાડો ફેલાતો ફેલાતો રસોડાની માફક આશ્ચર્યકારી ગુણોને ધારણ કરનાર ચારિત્રરૂપી ચિત્રશાળાને અત્યંત શ્યામ કરી નાંખે છે. વૈરાગ્યરૂપ શમીવૃક્ષનાં નાનાં નાનાં પાંદડાં વડે સમરસ ઉપાર્જન કર્યો હોય અર્થાત્ ઘણાં લાંબા કાળે શમામૃત આત્મામાં એકઠું કર્યું હોય તેનો ખાખરાના મોટા પાંદડાના પડીયા સરખા ક્રોધ વડે કરીને કેમ ત્યાગ કરાય ? વૃદ્ધિ પામતો આ ક્રોધ શું અકાર્ય-આચરણ ન કરે ? તૈપાયનઋષિના ક્રોધાગ્નિમાં યાદવકુળ અને પ્રજા આદિ સહિત દ્વારકા નગરી બળીને ભસ્મ થઈ ગઈ. ક્રોધ કરવાથી જે કાર્યસિદ્ધિ થાય છે તે ક્રોધના નિમિત્તવાળી નથી, પરંતુ ખરેખર તે જન્માંતરમાં ઉપાર્જન કરેલ બળવાન પુણ્યકર્મનું ફળ સમજવું. પોતાના બંને ભવ બગાડનાર, પોતાના અને પારકાના અર્થનો નાશ કરનાર એવા ક્રોધને જે પ્રાણીઓ પોતાના શરીરમાં ધારણ કરે છે, તેને ધિક્કાર હો. ક્રોધાન્ધ બનેલા નિર્દય આત્માઓ પિતા, માતા, ગુરુ, મિત્ર, સગાભાઈ, પત્ની અને પોતાના આત્માનો વિનાશ કરે છે ! તેને જુઓ. || ૧૦ || ક્રોધનું સ્વરૂપ જણાવીને તેનો જય કરવા માટે ઉપદેશ કરે છે – ३३७ क्रोधवतेस्तदह्नाय, शमनाय शुभात्मभिः । શ્રીયા ક્ષવિ, સંમારમાર : | ૨૬ છે. અર્થ : પુણ્યશાળી આત્માએ ક્રોધરૂપી અગ્નિને તત્કાલ શાન્ત કરવા માટે સંયમ-બગીચા માટે નીક સમાન એવી એક ક્ષમાનો જ આશ્રય કરવો જોઈએ. / ૧૧ || ટીકાર્થ : શરૂઆતથી જ ક્રોધને રોકવામાં ન આવે તો વૃદ્ધિ પામતા દાવાનલની માફક પાછળથી નિવારણ કરવું અશક્ય થાય છે. કહેલું છે કે - “થોડું પણ ત્રણ (ઘા), થોડો પણ અગ્નિ અને થોડો પણ કષાય, તેનો તમારે લગાર પણ વિશ્વાસ ન કરવો, કારણકે તેમાં થોડામાંથી વિરાટ થતાં વાર લાગતી નથી. (આ.નિ. ૧૨૦) તેવા સમયે ક્ષમાનો જ આશ્રય કરવો. આ જગતમાં ક્રોધને ઉપશાંત કરવાનો ક્ષમા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ક્રોધના ફળનું સંપ્રદાન-વૈર-નિમિત્તક હોવાથી ઉલટું તે ક્રોધને વધારવામાં કારણ છે, નહિ કે શમાવનાર થાય, માટે એકલી ક્ષમા જ ક્રોધને શાન્ત કરનાર છે. ક્ષમા કેવી ? તે વર્ણવતા જણાવે છે કે-સંયમરૂપી બગીચા માટે નીક સમાન એવી ક્ષમા, નવાં નવાં સંયમસ્થાનો અધ્યવસાય
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy