________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૬-૯
૩૭૧ અર્થ : તે સંજ્વલનાદિ ચારે કષાયો અનુક્રમે વીતરાગપણું, સાધુપણું, શ્રાવકપણું અને સમ્યત્વના ઘાત કરનારા છે તથા દેવપણું, મનુષ્યપણું, તિર્યચપણું અને નરકપણું આપનાર છે. | ૮ ||
ટીકાર્થ : ‘ત્વ પ્રત્યય દરેક સાથે જોડવાથી વિતરાગપણાનો, યતિપણાનો, શ્રાવકપણાનો અને સમ્યગ્દષ્ટિપણાનો ક્રમસર ઘાત કરનાર છે. તે આ પ્રમાણે-સંજ્વલન ક્રોધાદિક કષાયોના ઉદયમાં યતિપણું હોય છે પણ વીતરાગપણું હોઈ શકતું નથી. પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયમાં શ્રાવકપણું હોય, પણ યતિપણું ન હોય. અપ્રત્યાખ્યાનાવરણના ઉદયમાં સમ્યગ્દષ્ટિપણું હોય પણ દેશવિરતિ-શ્રાવકપણાનું પાંચમું ગુણસ્થાનક ન હોય. અનંતાનુબંધી કષાયોના ઉદયમાં સમ્યગ્દષ્ટિપણું ન હોય. એ પ્રમાણે વીતરાગપણાનો ઘાત કરનાર સંજવલન, યતિપણાનો ઘાત કરનાર પ્રત્યાખ્યાનાવરણ “શ્રાવકપણાનો ઘાત કરનાર અપ્રત્યાખ્યાનાવરણ અને સમ્યક્ત્વનો ઘાત કરનાર અનંતાનુબંધી ચારે કષાયો - આ પ્રમાણે સ્પષ્ટ લક્ષણ નક્કી થયું. આ શ્લોકના ઉત્તરાર્ધથી તે કષાયોનાં ફળ જણાવે છે. તે સંજ્વલનાદિક કષાયો દેવપણું આદિક ફળ આપનાર થાય છે. તે આ પ્રમાણે :- સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ દેવગતિને, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિક મનુષ્યગતિને, અપ્રત્યાખ્યાનાવરણ કષાયો તિર્યંચગતિને, અનંતાનુબંધી કષાયો નરકગતિને આપનાર થાય છે. આ સંજ્વલનાદિક ચારે કષાયોનાં સ્વરૂપ સ્પષ્ટ દૃષ્ટાન્ત કહેવા દ્વારા સમજાવે છે– સંજ્વલન આદિ ચારે પ્રકારના ક્રોધ, અનુક્રમે, જલ-રેખા, રેતી-રેખા, પૃથ્વી-રેખા અને પર્વત-રેખા સરખા હોય. તેમજ ચારે પ્રકારના માન નેતર-લતા, કાષ્ટ, હાડકા અને પર્વતના થાંભલા સરખા હોય. ચારે પ્રકારની માયા રંધાથી છોલેલી લાકડાની છાલ, ગો-મૂત્રિકા, ઘેટાનું શીગડું, અને વાંસના મૂલ જેવી હોય છે. તથા ચારે પ્રકારના લોભ હળદર, ગાડાની મળી, કાદવ, કિરમજી રંગ સરખા હોય છે. જે માટે કહેલું છે કે – ‘પાણી, રેતી, પૃથ્વી અને પર્વતની શિલાની રેખા સમાન ચારે પ્રકારનો ક્રોધ, નેતરલતા, કાષ્ઠ, હાડકાં અને પત્થરના થાંભલા સરખો માન, કાષ્ઠકોલ, ગોમૂત્રિકા, મેંઢાનું શિંગડું, સજ્જડ મજબૂત વાંસના મૂળ સરખી માયા, હળદર, મેશ, કાદવ, કૃમિરાગ સરખો લોભ ક્રમસર સમજવો. | ૮ || હવે કપાયાધીન થનારને દોષ બતાવતા કહે છે કે
३३५ तत्रोपतापकः क्रोधः, क्रोधो वैरस्य कारणम् ।
તુર્વર્તની થ:, કોઇ: શમસુદ્યાના છે ? / અર્થ : ક્રોધ શરીર અને મનને તપાવનારો છે. ક્રોધ વેરનું કારણ છે, ક્રોધ દુર્ગતિનો માર્ગ છે અને ક્રોધ એ પ્રશમ સુખની અર્ગલા-મૂંગળ (આગળીયો) છે. | ૯ |
ટીકાર્થ : તે કષાયોમાં પ્રથમ કષાય ક્રોધ એ શરીર અને મનને ઉપતાપ કરે છે, તથા તે ક્રોધ સુભુમ અને પરશુરામ માફક એકબીજાને ઉપઘાત કરવાના કારણભૂત વૈર ઉત્પન્ન કરનાર છે, નરકગતિરૂપ દુર્ગતિની કેડી અર્થાત તે માર્ગે લઈ જનાર છે તથા આત્મામાં પ્રશમના આનંદનો પ્રવેશ થતો હોય, તો તેને રોકનાર અર્ગલા સમાન આ ક્રોધ છે. આ શ્લોકમાં વારંવાર ક્રોધ શબ્દ ગ્રહણ કરવાથી સમજવું કે આ ક્રોધ અતિદુષ્ટ અને નુકસાન કરનાર છે. / ૯ //
આ ક્રોધ અગ્નિના દૃષ્ટાન્તથી પોતાનો અને પાસે રહેલા બીજાનો પણ નાશ કરનાર થાય છે. તેમાં પોતાને કેવી રીતે બાળે છે તેનું સમર્થન કરે છે–