SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ****** યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ વિનય કરતો નથી. અવિનયવાળો ગુરૂની સેવા ન કરતો હોવાથી વિદ્યા પ્રાપ્ત કરી શકતો નથી, તેથી કરીને સર્વ લોકોની અવજ્ઞા કરનારો પોતાનો દુઃસ્વભાવ પ્રગટ કરે છે. માન એકલા વિનયાદિકનો ઘાતક છે, એમ નહિ. પરંતુ ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણે વર્ગનો પણ ઘાતક બને છે. અહંકારવાળો હોવાથી ઈન્દ્રિયોનો જય કરી શકતો નથી. તેથી તે ધર્મ પણ કેવી રીતે કરી શકે ? માની પુરૂષ અક્કડ હોવાથી રાજાદિકની સેવામાં પરાયણ ન થતો હોવાથી અર્થ પણ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? કામ પ્રાપ્ત કરવામાં તો માર્દવતા હોય, તો જ તે મેળવી શકાય. ઠુંઠા માફક માનમાં અક્કડ બનેલાને કામપુરૂષાર્થ કેવી રીતે સિદ્ધ થાય ? વળી પહેલાં દેખતો હોય અને પાછળથી જેના વડે અંધ થાય, તે અંધાપો કરનાર માન કષાય છે. કોને ? તો કે મનુષ્યોને, કૃત્ય અકૃત્યની વિચારણા કરવારૂપ વિવેક-લોચનને લોપ કરતો- ‘એક નિર્મળ ચક્ષુ તે કહેવાય કે જેમાં સ્વાભાવિક વિવેક હોય' એ વચનથી વિવેક એ લોચન કહેવાય. માનવાળો વૃદ્ધોની સેવા ન કરતો હોવાથી તે વિવેક લોચનનો લોપ કરનારો અવશ્ય બને છે. તે પ્રમાણે હોવાથી ‘માન એ અંધ કરનાર છે' એમ સહેજે સમજી શકાય તેવી વાત છે. || ૧૨ || હવે માનના ભેદો બતાવી તેના ફળને જણાવે છે— ३३९ जातिलाभकुलैश्वर्य-बलरुपतपश्रुतैः 1 कुर्वन् मदं पुनस्तानि, हीनानि लभते जनः ॥ ૧ ॥ અર્થ : જાતિ, લાભ કુલ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને જ્ઞાન, તેઓ વડે અભિમાન કરનાર મનુષ્ય ફરી જન્માંતરમાં હીનજાતિ આદિપણાને પામે છે. ॥ ૧૩ ॥ ટીકાર્થ : આ વિષયને લગતા આંત૨ શ્લોકોનો ભાવાર્થ કહે છેઃ— ઉત્તમ, મધ્યમ અને અધમ આદિ અનેક જાતિભેદો દેખીને ક્યો ડાહ્યો પુરૂષ કદાપિ જાતિમદ કરે ? શુભકર્મના યોગે ઉત્તમજાતિ પામ્યા, પછી વળી અશુભકર્મના યોગે હીનજાતિ પ્રાપ્ત કરે છે— આવી અશાશ્વતી જાતિ પામીને તે માટે કોણ અભિમાન કરે ? અંતરાયકર્મનો ક્ષય થવાથી જ લાભ થાય છે. તે સિવાય લાભ થતો નથી. તેથી કરીને વસ્તુસ્વરૂપ સમજનારો લાભમદ વહન ન કરે. પારકીકૃપા કે બીજાના પ્રયત્ન આદિથી મોટા પ્રકારનો લાભ થાય, તો પણ મહાપુરૂષો કોઈ પણ પ્રકારે લાભનો મદ કરતા નથી. અકુલીનોને પણ પ્રજ્ઞા-લક્ષ્મી-શીલવંત જોઈને મહાકુલમાં જે જન્મ્યા હોય, તેઓ કુલમદ ન કરે. ‘કુશીલવાળાને કુલથી શું ? અને સુશીલવાળાને પણ તેનાથી શું ? એમ સમજતો વિચક્ષણ પુરૂષ કુલનો મદ ન કરે. વજ્ર ધારણ કરનાર ઈન્દ્રની ત્રણે લોકની ઐશ્વર્ય-સંપત્તિ સાંભળીને નગર, ગામડા કે ધન આદિકના ઐશ્વર્યમાં મદ કઈ રીતે થાય ? કુશીલ સ્ત્રી માફક નિર્મલ ગુણવાળા પાસેથી પણ ઐશ્વર્ય ચાલ્યું જાય અને દોષવાળાનો પણ આશ્રય કરે છે; માટે વિવેકીઓએ ઐશ્વર્યનો મદ ન કરવો. મહાબળવાળો પણ રોગાદિક કારણે ક્ષણમાં નિર્બળ કરાય છે. આમ પુરુષમાં બળની અનિત્યતા હોવાથી બળમદ કરવો યોગ્ય નથી. બળવાનો પણ વૃદ્ધાવસ્થામાં મૃત્યુ-સમયે કે બીજા કર્મફળના ઉદયકાળે નિર્બળ બનતા દેખાય છે, તેથી ખરેખર તેઓએ બળમદ કરવો નિરર્થક છે. સાત ધાતુઓથી પૂર્ણ, વધવા ને ઘટવાના સ્વભાવવાળા દેહમાં વૃદ્ધાવસ્થા, રોગ જેમાં વ્યાપેલા છે, તેવા રૂપનો મદ કોણ વહન કરે ? સનત્કુમારનું રૂપ, તેમજ તેના રૂપનો ક્ષય વિચારનાર કો ડાહ્યો પુરૂષ સ્વપ્નથી પણ રૂપનો મદ કરે ? ઋષભદેવ અને શ્રીવીરભગવંતના તપની પરાકાષ્ઠા સાંભળીને પોતાના અતિઅલ્પ તપમાં કોણ અભિમાન કરે ? જે તપસ્યા વડે એકદમ કર્મનો સમૂહ તૂટી જાય છે, પરંતુ અભિમાનથી ખરડાએલા તે તપથી જ કર્મ-સમૂહ વૃદ્ધિ પામે છે. બીજાઓએ રચેલા શાસ્ત્રોનો અભ્યાસ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy