SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૯-૧૪૫ ૩પ૭ સંસર્ગ, તેનો ત્યાગ કરીને ગુરુમહારાજના ચરણ-રજને સ્પર્શતો અર્થાત, સત્પરૂષોનો સંસર્ગ કરતો; ત્રણ યોગોનો વારંવાર અભ્યાસ કરીને ભવનો ઉચ્છેદ કરવા માટે હું ક્યારે શક્તિશાળી બનીશ ? / ૧૪૨ // તથી ३१४ महानिशायां प्रकृते, कार्योत्सर्गे पुराद् बहिः । સ્તબ્બવત્ ચૈષvi, વૃષા : સ ય છે ૨૪રૂ II અર્થ : નગરના બાહ્ય પ્રદેશમાં ભયંકર રાત્રિના સમયે કાયોત્સર્ગનો પ્રારંભ કરનાર મારા શરીરને બળદો થાંભલાની માફક માનીને પોતાના ખભાની સાથે ઘસનારા ક્યારે થશે ? || ૧૪૩ // ટીકાર્થ: રાત્રિએ નગર બહારના પ્રદેશમાં શ્રાવકની પ્રતિમારૂપ કાયોત્સર્ગ કરતો હોઉં, ત્યારે કોઈ બળદ કે પશુ આવી મને શિલાખંભ કે વૃક્ષ-ધડ માની ક્યારે પોતાની ગરદનની ખૂઘ મારા શરીર સાથે ઘસીને દૂર કરશે ? પ્રતિમા વહન કરનાર શ્રાવક નગર બહાર કાયોત્સર્ગ એકાગ્રતાથી કરે, ત્યારે શિલાતંભની ભ્રાન્તિથી વૃષભો પોતાની ગરદન ઘસે છે, યતિ થવાની અભિલાષાવાળી અપેક્ષાએ આ સમજવું. જિનકલ્પી સાધુઓને તો હંમેશા કાયોત્સર્ગનો સંભવ હોય છે. તે ૧૪૩ // તથા ३१५ वने पद्मासनासीनं क्रोडस्थितमृगार्भकम् । कदाऽऽघ्रास्यन्ति वक्त्रे मां, जरन्तो मृगयूथपाः ॥ १४४ ॥ અર્થ : હરણના યુથપતિ એવા વૃદ્ધ હરણો જંગલમાં પદ્માસનમાં બેઠેલા અને ખોળામાં રહેલા બાળહરણવાળા મારા મોઢાને ક્યારે સુંઘશે ? || ૧૪૪ || ટીકાર્ય : હું વનમાં પદ્માસન કરીને બેઠલો હોઉં, ત્યારે મૃગ બચ્ચાઓ વિશ્વાસપૂર્વક મારા ખોળામાં આવી ક્યારે ક્રીડા કરશે ? આ પ્રકારે મારા શરીરની પણ સંભાળ ન લેતો હોઉં-એવા શરીરની દરકાર વગરના મારા મુખને વૃદ્ધ મૃગો ક્યારે વિશ્વાસપૂર્વક સંઘશે ? વૃદ્ધમૃગ કહેવાનું પ્રયોજન એ સમજવું કે, સહેજે તેઓ કોઈનો એકદમ વિશ્વાસ ન કરે, પણ પરમ સમાધિની નિશ્ચલતા દેખી તેવા વૃદ્ધ મૃગલાઓ પણ એવા વિશ્વાસુ બની જાય કે નિર્ભયતાથી મુખ ચાટે કે સુંઘે . ૧૪૪ II તથા ३१६ शत्रौ मित्रे तृणे स्त्रैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि । मोक्षे भवे भविष्यामि, निर्विशेषमतिः कदा ? ॥ १४५ ॥ અર્થ: વળી - હું શત્રુમાં અને મિત્રમાં, ઘાસમાં અને સ્ત્રીજનમાં, સુવર્ણ અને પથ્થરમાં, મણિમાં અને માટીમાં તથા મોક્ષમાં અને સંસારમાં સમભાવવાળો ક્યારે બનીશ ? || ૧૪૫ // ટીકાર્ય : હવે હું શત્રુ અને મિત્રમાં તૃણ અને સ્ત્રીસમુદાય વિષે સુવર્ણ કે પત્થર, મણિ કે માટીમાં , મોક્ષ અથવા ભવમાં ક્યારે સમાન બુદ્ધિવાળો બનીશ? શત્રુ-મિત્રાદિકથી માંડી મણિ અને માટીમાં તો હજુ બીજાઓ સમાન બુદ્ધિ કરનાર મળી આવે, પણ પરમવૈરાગ્ય પામેલા આત્માઓને તો મોક્ષ અને ભવમાં પણ કશો ફરક લાગતો નથી. જે માટે કહેલું છે કે– “મોક્ષે મ સર્વત્ર, નિ:સ્પૃહો મુન
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy