________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
,,
सत्तमः =
‘મુનિઓમાં જે ઉત્તમ હોય, તેઓને તો મોક્ષ કે સંસાર દરેકમાં નિઃસ્પૃહ ભાવ હોય છે.' આ મનોરથો ક્રમસર આગળ આગળના ચિડયાતા હોય છે, તે આ પ્રમાણે પ્રથમ શ્લોકમાં જિનધર્મના અનુરાગનો મનોરથ, બીજામાં સાધુધર્મ, ગ્રહણ કરવાનો મનોરથ, ત્રીજામાં સાધુધર્મની ચર્યામાં ઉત્કૃષ્ટકોટીનું ચારિત્ર પ્રાપ્ત કરવાના મનોરથ, ચોથમાં કાયોત્સર્ગાદિમાં નિષ્કપભાવ મેળવવાના મનોરથ, પાંચમામાં પર્વત, ગુફા આદિ નિર્જન સ્થળમાં રહીને મુનિચર્યા પાળવાના મનોરથ, છઠ્ઠામાં‘ પરમ સામાયિક સુધી પહોંચવાના મનોરથ કહેલા છે. || ૧૪૫ ||
હવે ઉપસંહાર કરતા કહે છે–
૩૫૮
३१७ अधिरोहुं गुणश्रेणिं निश्रेणीं मुक्तिवेश्मनः । परानन्दलताकन्दान्, कुर्यादिति, मनोरथान्
॥ ૪૬ ॥
અર્થ : આ પ્રમાણે શ્રાવકે મુક્તિમહેલની નિસરણી સમાન ગુણસ્થાનની શ્રેણી ઉપર ચડવા માટે પરમાનંદરૂપે લત્તાના અંકુરા તુલ્ય મનોરથો કરવા જોઈએ ॥ ૧૪૬ ||
ટીકાર્થ : મોક્ષરૂપી મહેલમાં ચડવા માટે ગુણોરૂપી નિસરણીના પગથિયા સ્વરૂપ આવા પ્રકારના મનોરથો કરવા વળી મનોરથો કેવા ? જેમ કંદથી લતા તૈયાર થાય છે. તેમ આ જણાવેલા મનોરથોથી પરમસામાયિક સ્વરૂપ જે પરમાનંદ તે પ્રગટ થાય છે. ૧૪૦ થી ૧૪૬ સુધી સાત શ્લોકોનો અર્થ સમજાવ્યો. ॥ ૧૪૬ ||
ઉપસંહાર કરે છે—
३१८ इत्याहोरात्रिकीं चर्या -
-मप्रमतः समाचरन्
1
યથાવસ્તુવૃત્તસ્થો, ગૃહસ્થોપિ વિશુધ્ધતિ ॥ ૨૪૭ ॥
અર્થ : આ મુજબ અહોરાત્રિકી (રાત દિવસની) ચર્યાને આચરતો અને જિનાગમકથિત શુભ અનુષ્ઠાનોમાં તત્પર એવો અપ્રમાદી ગૃહસ્થ પણ પાપકર્મથી વિશુદ્ધ થાય છે પાપનો વિનાશ કરે છે
|| ૧૪૭ ||
ટીકાર્થ : આ પ્રમાણે દિવસ અને રાત્રિની શ્રાવકની ચર્ચા અપ્રમત્તપણે સમ્યક્ પ્રકારે આચરતો અને જિનાગમમાં કહેલી શ્રાવકની અગિયાર પ્રતિમા તે રૂપ વ્રતમાં રહેલો યથાવત્ સમ્યગ્ વિધિથી તેને આરાધના કરતો સાધુ થયો ન હોવા છતાં પણ ગૃહસ્થપણામાં અલ્પપાપવાળો થઈ નિર્મળતા પ્રાપ્ત કરે છે. અગિયાર પ્રતિમા
=
હવે તે પ્રતિમાઓ કઈ જેમાં રહેલો ગૃહસ્થ પણ નિર્મળ થાય છે તે કહે છે–
૧. દર્શન પ્રતિમા- શંકાદિ દોષ રહિત, પ્રશમાદિ લક્ષણોથી યુક્ત થૈર્યાદિ ભૂષણોથી ભૂષિત, એવું મોક્ષમાર્ગના મહેલના પાયારૂપ સમ્યગ્દર્શન. તેનું ભય, લોભ, લજ્જાદિ વિઘ્નોથી કોઈપણ અતિચારનું સેવન કર્યા વગર નિરતિચા૨૫ણે એક મહિના સુધી લાગલગાટ પાલન કરવું.
-
૨. બીજી વ્રત પ્રતિમા – પૂર્વની પ્રતિમાની અનુષ્ઠાન સાથે નિરતિચાર પણે બારે વ્રતો બે મહિના સુધી લાગલગાટ અવિરતપણે પાલન કરવા રૂપ.
૩. ત્રીજી સામાયિક પ્રતિમા
ત્રણ મહિના સુધી બંને કાળે અપ્રમતપણે આગળની પ્રતિમાઓના