________________
૩પ૬
યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ શ્રાવકધર્મની પ્રશંસા ન કરે? રાગાદિવાળા દેવો પૂજનીય દેવ નથી. હિંસાદિસ્વરૂપ યજ્ઞાદિ ધર્મ નથી અને પરિગ્રહ અને આરંભવાળા ગુરુ નથી. તેવા દેવ, ગુરુ, ધર્મ ન કહેવાય. || ૧૩૯ // તથા નિંદ્રા ઉડી ગયા પછી શ્રાવકે ભાવવા યોગ્ય ભાવનાઓ સાત શ્લોકોથી જણાવે છે – ३११ जिनधर्मविनिर्मुक्तो, मा भूवं चक्रवर्त्यपि ।
स्यां चेटोऽपि दरिद्रोऽपि जिनधर्माधिवासितः ॥ १४० ॥ અર્થ: હું જિનધર્મથી રહિત ચક્રવર્તી પણ ન થાઉં, પરંતુ જિનધર્મથી યુક્ત દાસ અને દરિદ્રી થવાનું પણ મને માન્ય છે.' || ૧૪૦ ||
ટીકાર્થ : જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ જિનધર્મથી રહિત ‘ચક્રવર્તીપણું મને મળતું હોય, તો ન જોઈએ. કારણ કે ધર્મ વગરનું તે નરકમાં લઈ જાય છે. પરંતુ જૈન ધર્મના દઢ સંસ્કારવાળા કુટુંબમાં દરિદ્ર નોકર થાઉં તો તે પણ મને ઘણું ઈષ્ટ છે, કે જ્યાં ધર્મ-પ્રાપ્તિ સુલભ છે. [ ૧૪૦ | તથા३१२ त्यक्तसङ्गो जीर्णवासा, मलक्लिन्नकलेवरः ।
भजन् माधुकरी वृत्तिं, मुनिचर्यां कदा श्रये ? ॥ १४१ ॥ અર્થ : સર્વસંગતા ત્યાગી, જીર્ણ, વસ્ત્રો ધારણ કરનારો મેલથી વ્યાપ્ત શરીરવાળો અને માધુકરી ભિક્ષાને ભજનારો (ગ્રહણ કરનારો) હું મુનિચર્યા (સાધ્વાચાર)ને ક્યારે પામીશ ? | ૧૪૧ /
ટીકાર્થ : મારા માટે આવો શુભ સમય ક્યારે આવશે કે, હું સર્વ-સંગનો ત્યાગ કરનારો થાઉં, જુના કપડાંવાળો, મેલયુક્ત શરીરવાળો થઈ માધુકરીવૃત્તિને ભજનારો બને ? જે માટે કહેલું છે કે – “જેવી રીતે બીજા માટે ઉગાડેલા વૃક્ષનાં પુષ્પોમાંથી ભમરો રસ-પાન કરે છે, પરંતુ પુષ્પોને લગાર પણ પાડા કરતો નથી અને પોતાના આત્માને સંતોષ પમાડે છે. એવી રીતે ગહસ્થોએ પોતા માટે કરેલા આહારમાંથી થોડો થોડો આહાર તેમને અંતરાય કે પીડા ન થાય. તેમ દાનૈષણા અને ભક્તષણા કરવા
રવા પૂર્વક ગ્રહણ કરે છે. જેઓ આ લોકમાં બાહ્ય અને અત્યંતર પરિગ્રહથી મુક્ત છે, તેઓ શ્રમણ કહેવાય છે.” એવી
પોઆપ સહજ તૈયાર થયેલાં પુષ્પો વિષે જેમ ભમરા તેમ સાધુઓ પણ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થએલાં આહારથી શરીર અને સંયમયાત્રા સાધીશ. પરંતુ કોઈપણ પ્રકારે ભમરાની ઉપમાથી બીજા જીવોને આઘાત પહોંચાડીશું નહિ.” આનું નામ માધુકરીવૃત્તિ. મૂલગુણ અને ઉત્તરગુણવાળી આવી મુનિઓની ચર્ચાનું સેવન હું ક્યારે કહીશ ? || ૧૪૧ || તથા– ३१३ त्यजन् दुःशीलसंसर्ग, गुरूपादरजः स्पृशन् ।
कदाऽहं. योगमभ्यस्यन् प्रभवेयं भवच्छिदे ॥ १४२ ॥ અર્થ: દુરાચારીના સંસર્ગનો પરિત્યાગ કરતો, ગુરુ ભગવંતના ચરણની રજને સ્પર્શ કરતો અને યોગનો અભ્યાસ કરતો હું સંસારનો ઉચ્છેદ કરવા સમર્થ ક્યારે બનીશ ? / ૧૪૨ ||
ટીકાર્થ : જારપુરુષ, સૈનિક, ભાંડ-ભવાયા, ગણિકા વગેરે લૌકિક દુઃશીલવાળા અને પાસત્થા, સન્ના, કુશીલ, સંસક્ત, યથાચ્છદંક તે લોકોત્તર દુઃશીલ-તેમના સાથે સહવાસ-સંસર્ગ કરવો, તે દુઃશીલ