________________
૩૫૫
પ્રત્યુત્તર બિલકુલ ન આપ્યો. દંઢાશયવાળા કામદેવને અક્ષોભિત-અડોલ દેખીને તે દુષ્ટાશયવાળા અધમ દેવે એ જ પ્રમાણે બે-ત્રણ વખત વળી સંભળાવ્યું તે વચનોથી પણ ક્ષોભ ન પામ્યો, ત્યારે સૂંઢ દંડથી તેને ભીંસમાં લઈ આકાશમાં ઉછાળ્યો અને પૂળો ઉછાળે પછી ઝીલી લે, તેમ ઝીલી લીધો. દંતશૂળોથી વીંધી નાખ્યો, પગથી ચગદીને મર્દન કર્યું. ‘ધર્મકાર્યોના વિરોધી દુરાત્માઓને શું અકાર્ય હોય ? મહાસત્ત્વવાળા કામદેવે આ સહન કર્યું. પર્વત માફક સ્થિર રહી લગાર પણ સ્થિરતા ન છોડી. આવા કાર્યથી પણ તે ધ્યાનથી ચલાયમાન ન થયા, એટલે અહંકારી તે અધમદેવે સર્પનું રૂપ વિકુğ. આગળની જેમ ફરી પણ તે દેવે તેને બીવડાવવા માટે એ પ્રમાણે કહ્યું પણ ધ્યાનમાં એકાગ્ર બનેલો તે ધી૨ લગાર પણ ભય ન પામ્યો. વારંવાર તે જ વચનોથી નિર્ભય બનેલા તેને જોઈને તે સુરાધમ તબલાને જેમ વાધર તેમ સર્પરૂપે તેના દેહે ભરડો લઈ તેને ભીંસમાં લીધો. સર્પ નિર્દય બની દાંતોથી તેને ખૂબ ડંખ્યો. છતાં પણ તેણે પોતાના ધ્યાનામૃતમાં મસ્ત બની વેદનાને ન ગણકારી. ત્યાર પછી પોતાનું દિવ્યરૂપ ધારણ કરી દિશાઓમાં અજવાળું ફેલાવતો તે દેવ પૌષધશાળામાં પ્રવેશ કરી એમ કહેવા લાગ્યો કે, ‘હે કામદેવ ! ખરેખર તમે ધન્ય છો, ઈન્દ્ર મહારાજે દેવસભામાં તમારી પ્રશંસા કરી છે, તે હું સહન કરી શક્યો નહિ, તેથી અહીં તમને ચલાયમાન કરવા આવ્યો. કારણકે ‘કેટલીક વખત સ્વામીઓ પોતાની મોટાઈથી અછતી વસ્તુના પણ ખોટાં વર્ણન કરે છે' તે કારણે વિવિધ રૂપોની વિકુર્વણા કરીને મેં તમારી પરીક્ષા કરી. ઈન્દ્રે જેવા પ્રકારની તમારી પ્રશંસા કરી હતી, તેવા જ તમે ખરેખર નિઃશંક ધર્મમાં ધીરતાવાળા છો. પરીક્ષા કરતાં તમને મેં જે હેરાન કર્યા તે અપરાધની ક્ષમા માંગુ છું,’ આ પ્રમાણે દેવ કામદેવને કહીને પોતાના ભવનમાં ચાલ્યો ગયો, અને અખંડદ્રતવાળા તેણે પોતાની પ્રતિમા-કાઉસ્સગ્ગ પાર્યો. ગુણ પ્રત્યે વત્સલવાળા વીર ભગવંતે પણ સમવસરણની સભામાં ઉપસર્ગ સહન કરવાવાળા કામદેવની પ્રશંસા કરી. બીજા દિવસે કામદેવ શ્રાવક ત્રણે જગતના સ્વામી વીરપ્રભુના ચરણ કમળના વંદન માટે આવ્યો. ભગવંતે પણ ગૌતમ આદિક મુનિવરોને આ પ્રમાણે કહ્યું કે, ‘ગૃહસ્થ-ધર્મમાં પણ કામદેવ આવા ઉપસર્ગો સમભાવથી નિર્ભયપણે સહન કર્યાં. તો પછી સર્વ સંગનો ત્યાગ કરનાર યતિધર્મમાં તત્પર તમારા સરખાએ તો તેવા ઉપસર્ગો વિશેષ પ્રકારે સહેવા જોઈએ' કામદેવ શ્રાવકે કર્મને નિર્મૂલન કરવાના ઉપાયભૂત એવી શ્રાવકની અગિયારે પ્રતિમાઓ ક્રમસર વહન કરી. અંતે સંલેખના કરી. ત્યાર પછી તેણે અનશનવ્રત અંગીકાર કર્યું. ઉત્તમ પ્રકારની સમાધિ પ્રાપ્તિ કરી કાલધર્મ પામીને અરુણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે. જેવી રીતે કામદેવ ઉપસર્ગમાં પણ પોતાના વ્રતમાં અડગ રહી સ્વાભાવિક ધૈર્ય ધારણ કર્યું, તેથી તીર્થંકર ભગવંતે પણ તેની પ્રશંસા કરી; તેવી રીતે બીજા ઉત્તમ આત્માઓએ પણ તેવા પ્રકારે અડગ વ્રત ધારણ કરનાર બનવું. એ પ્રમાણે કામદેવની કથા કહી || ૧૩૮ ||
જાગે ત્યારે આ પણ વિચારવું–
તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૮
****
३१० जिनो देवः कृपा धर्मो, गुरवो यत्र साधवः ।
શ્રાવાય સ્તમ્, ન હ્તાયેતાવિમૂઢથી: ? | ૨૩૨ ૫
અર્થ : તથા - જે (શ્રાવકપણા)માં રાગાદિ શત્રુઓને જીતનારા ‘દેવ’ છે. કૃપા એ ‘ધર્મ’ છે અને મોક્ષમાર્ગને સાધનારા (સાધુઓ) ‘ગુરુ' છે. તેવા શ્રાવકપણાની પ્રશંસા કરતો નિર્મળ બુદ્ધિવાળો ગૃહસ્થ ન કરે ? ।। ૧૩૯ ||
ટીકાર્થ : જે શ્રાવકધર્મમાં રાગાદિ શત્રુઓને જીતનારા દેવ છે. દુઃખીના દુઃખને દુર કરવાની અભિલાષારૂપ કૃપા ધર્મ છે, પંચમહાવ્રતમાં તલ્લીન ગુરુવર્યો ધર્મોપદેશકો છે; કયો તત્ત્વ સમજનાર તેવા