________________
૩૪૬
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
આવી બે હાથ જોડી સન્માન કરવા ઉભી થઈ. “સ્વભાવથી સુકુમાર કાયાવાળા કેળસ્તંભ સરખા સાથળ વડે વ્રતભાર ઉંચકવાથી કાયર બનેલા આ મુનિ અહીં પધાર્યા જણાય છે' એમ વિચારી કહ્યું કે, સ્વામી ! તમારું સ્વાગત કરું છું. હવે આપ મને આજ્ઞા કરો કે, “હું શું કરું ? આ શરીર, ધન, પરિવાર સર્વ આપના જ છે' સ્થૂલભદ્ર મુનિએ કહ્યું કે, ચાતુર્માસ રહેવા માટે ચિત્રશાળાની વસ્તી આપ, જવાબમાં કોશાએ જણાવ્યું. આપ ગ્રહણ કરો. કોશાએ તે ચિત્રશાળા રહેવા યોગ્ય તૈયાર કરી, એટલે પોતાની બલવત્તાથી ધર્મની માફક ભગવંતે પણ કામસ્થાન ચિત્રામણ શાળામાં પ્રવેશ કર્યો. પણ આહાર પછી ભોજન કર્યા. મુનિને ક્ષોભ પમાડવા માટે શૃંગાર સજીને આવી તે તેની સમક્ષ બેઠી. ત્યારે જાણે કોઈ ઉત્કૃષ્ટ અપ્સરા હોય તેમ વારંવાર ચતુરાઈથી હાવભાવ-કટાક્ષ કરવા લાગી. પૂર્વે કરેલ અનુભવ શૃંગારકીડા ઉદ્દામ સુરતક્રીડાઓ વિગેરે વારંવાર યાદ કરાવ્યા, તે મહામુનિને ક્ષોભ પમાડવા માટે ત્યાં તેણે જેટલા ઉપાયો કર્યા. તે સર્વ વજ પર નખ વલોરવા માફક નકામા ગયા. આ પ્રમાણે દરરોજ મુનિને ક્ષોભ પમાડવા પ્રયત્ન કરતી હતી. પરંતુ મહામક્કમ મનવાળા મુનિ લગાર પણ ક્ષોભ ન પામ્યાં. તે મહામુનિને ઉપસર્ગ કરનારી કોશાએ જેમ જેમ અનુકૂળ ઉપસર્ગો કર્યા. તેમ તેમ મેઘજળ વડે કરીને અગ્નિ-વીજળી વિશેષ ઉદ્દીપન થાય તેમ મહામુનિનો ધ્યાનાગ્નિ વધારે દીપવા લાગ્યો, હે સ્વામી ! અજ્ઞાનથી પહેલાની માફક તમારી સાથે ક્રિીડા કરવાની ઈચ્છાવાળી મને ધિક્કાર થાઓ' એમ આત્માની નિંદા કરતી તે તેમના પગમાં પડી. મુનિના ઈન્દ્રિય જયની પરાકાષ્ઠાથી ચમત્કાર પામેલી તે શ્રાવકપણું પામી અને આ પ્રમાણે અભિગ્રહ કર્યો કે, કદાપિ તુષ્ટ થએલ રાજા જો મને કોઈને અર્પણ કરે તો તે એક પુરુષને છોડીને બાકીનાનો હું નિયમ કરું છું. એ પ્રમાણે પોતપોતાના અભિગ્રહ પૂર્ણ કરીને ચોમાસું પૂર્ણ થયા પછી ત્રણ સાધુઓએ પણ અનુક્રમે ગુરુના ચરણ-કમળમાં આવી પ્રણામ કર્યા તે સમયે સિંહગુફાવાસી સાધુ આવ્યા ત્યારે ગુરુએ કંઈક ઉભા થઈ તેને કહ્યું કે, હે દુષ્કરકારક ! તારું સ્વાગત કરું છું. તેમજ તેની માફક બીજા બે સાધુઓ આવ્યા ત્યારે તેમને પણ સૂરિજીએ દુષ્કરકારક કહીને સ્વાગત કર્યું. “સરખા પ્રતિજ્ઞા નિર્વાહ કરનારાઓને સ્વામીનો સત્કાર પણ સમાન જ હોય છે. હવે તે પ્રતિજ્ઞાવાળા સ્થૂલભદ્રમુનિ પણ પાછા આવ્યા, ત્યારે ગુરુએ ઉભા થઈને 'હે દુષ્કર-દુષ્કર મહાત્મા ! તમારું સ્વાગત હો” આ સાંભળી ઈવાળા થયેલા પહેલા આવેલા સાધુઓ મનમાં વિચાર કરવા લગ્યા કે ગુરુજી આ આમંત્રણ આ મંત્રિપુત્ર હોવાના કારણે આપે છે. જો છ રસના આહાર કરનારને “દુષ્કર દુષ્કર કર્યું.' એમ કહ્યું તો આવતા વર્ષે અમે પણ તેવી પ્રતિજ્ઞા કરીશું. એ પ્રમાણે મનમાં નિર્ણય સ્થાપન કરીને ઈર્ષાવાળા તે મુનિઓએ ક્રમસર આઠ મહિના તો સંયમ પાલન કરતાં પસાર કર્યા. લેણદાર સરખો વર્ષાકાળ પ્રાપ્ત થયો ત્યારે હર્ષ પામતા સિંહગુફાવાસી સાધુએ ગુરુ પાસે જઈને આવા પ્રકારની પ્રતિજ્ઞા કરી કે, “હે ભગવંત ! કોશા વેશ્યાને ઘરે હંમેશા છ-રસવાળું ભોજન કરતો હું ચોમાસી રહીશ” ગુરુ મહારાજે ઉપયોગ મૂકીને વિચાર કર્યો કે- “આ તો માત્ર સ્થૂલભદ્રની ઈર્ષ્યાથી આ અભિગ્રહ અંગીકાર કરવા તૈયાર થયો છે એમ જાણી કહ્યું કે હે વત્સ ! અતિદુષ્કર-દુષ્કર એવો આ અભિગ્રહ કરવા તું સમર્થ નથી માટે તું ન કરીશ. એ તો મેરું સરખા સ્થિર સ્થૂલભદ્ર જ માત્ર કરવા સમર્થ છે. ત્યારે તે મુનિએ ગુરુને કહ્યું કે, “મને તો દુષ્કર જ નથી, પછી દુષ્કરદુષ્કરની તો વાત જ ક્યાં રહી ? માટે આ અભિગ્રહ તો અવશ્ય હું કરીશ જ, ગુરુએ કહ્યું કે, આ
અભિગ્રહથી તો ભાવમાં ભ્રશ અને પૂર્વ કરેલા તપનો પણ નાશ થશે. કારણકે શક્તિ ઉપરાંત ભાર નાંખવાથી અંગોપાંગનો નાશ થાય છે. પોતાના પરાક્રમો ગણતા તે મુનિ ગુરુના વચનની અવગણના કરી કામદેવના વાસગૃહ સરખા કોશાના મહેલે ગયા. “સ્થૂલભદ્રની હરીફાઈ કરવા આ તપસ્વી મુનિ આવેલા જણાય છે” એમ માનું છું. પરંતુ પતન થતાનું રક્ષણ કરવું જોઈએ એમ વિચારી તે ઉભી થઈ નમન કરે છે. તે મુનિએ તે સતી કોશા પાસે ચિત્રશાલાની યાચના કરી. કોશાએ તેને અર્પણ કરી, એટલે મુનિએ