SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૧ ૩૪૭ તેમાં પ્રવેશ કર્યો. છ-રસવાળો આહાર કરી રહ્યા પછી મુનિની પરીક્ષા કરવા માટે મધ્યાહુન-સમયે લાવણ્યના ભંડાર સરખી કોશા તેની પાસે ગઈ. પદ્મકમળ સરખા નયનવાળી તેવી કોશાને દેખતાં જ એકદમ મુનિ તો ક્ષોભ પામ્યાં. કારણકે તેવા પ્રકારની રૂપવતી લાવણ્યવાળી સ્ત્રી, તેવા પ્રકારનું સુંદર રસવાળું ભોજન મળે. પછી વિકાર થવામાં શો વાંધો આવે ? કામની પીડાથી તેને પ્રાર્થના કરી, ત્યારે કોશાએ કહ્યું કે, “હે ભગવંત ! અમે તો વેશ્યા કહેવાઈએ અને ધનના દાનથી વશ થનારી છીએ.’ મુનિએ કહ્યું, હે મૃગસરખા નયનવાળી ! તું મારા પર પ્રસન્ન થા, વાલુકામાં તેલ માફક અમારી પાસે ધન તો ક્યાંથી જ હોય ! ત્યારે કોશાએ પ્રતિબોધ કરવા માટે તેને કહ્યું કે, “નેપાલ દેશના રાજા કોઈ પ્રથમ વખત મળવા આવે. જેને કોઈ દિવસ આગળ જોયો ન હોય, તેવા સાધુને રત્નકંબલ આપે છે. માટે તે લઈ આવો.' – એમ તે મુનિને વૈરાગ્ય લાવવા માટે કહ્યું. ત્યાર પછી બાળકની જેમ વિષ્નવાળો વરસાદ-કાળ હોવા છતાં પણ પોતાના વ્રત માફક કાદવવાળી ભૂમિમાં અલના પામતા તે મુનિ ચાલ્યા. ત્યાં પહોંચી રાજા પાસેથી રત્નકંબલ મેળવી મુનિ પાછા ફરી રહેલા હતા ત્યારે માર્ગની વચ્ચે ચોરો રહેલા હતા ત્યારે ચોરોના પાળેલા પક્ષીએ કહ્યું કે, લક્ષમૂલ્યવાળો આવે છે, ત્યારે ચોરના રાજાએ વૃક્ષ પર બેઠેલા બીજા ચોરને પૂછ્યું કે, “કોણ આવે છે ?' ત્યારે તેણે કહ્યું કે, કોઈક ભિક્ષુ આવે છે, પણ તેવો કોઈક જણાતો નથી.' એમ વૃક્ષ પર બેઠલાએ ચોર-સેનાપતિને કહ્યું. ત્યાં પેલા આવ્યા. એટલે તેને પકડીને બરાબર તપાસ્યા તેની પાસે કંઈપણ ન જોયું-એટલે ચોરોએ તેને છોડી મૂક્યા. વળી પક્ષી બોલ્યું કે, “આ લક્ષમૂલ્ય ચાલ્યું જાય છે.' એટલે ચોર-સેનાપતિએ ફરી પૂછયું કે, તારી પાસે જે હોય તે સત્ય હકીકત જણાવ, ત્યારે મુનિએ તેને કહ્યું કે, વેશ્યાને આપવા માટે આ પ્રમાણે રત્નકંબલ મેળવી છે અને તેને વાંશ (વાસ)ના પોલાણમાં છુપાવી છે, એટલે ચોર પણ મુનિને છોડી દેતા તે મુનિએ કોશા પાસે પાછા આવીને રત્નકંબલ અર્પણ કરી એટલે તરત જ નિઃશંકપણે ઘરની ખાળકુંડીમાં ફેકી ત્યારે મુનિ કહે હે શંખ સર આ તે શું કર્યું ? ફેંકવાની ન હોય પછી કોશાએ પણ તેને પ્રત્યુત્તર આપ્યો કે, “હે મૂઢ ! આ રત્નકંબલની ચિંતા કરે છે, પણ ગુણરત્નમય તું નરકમાં ફેંકાઈ રહેલો છે તેની ચિંતા થાય છે ? તે સાંભળતા જ મુનિ ચોંકી ઉઠ્યા અને કહ્યું કે, ખરેખર તે મને પ્રતિબોધ કર્યો અને મને સંસારથી બરાબર ઉગારી લીધો. હવે અતિચારોથી લાગેલા પાપોનું ઉમૂલન કરવા માટે ગુરુના ચરણકમળમાં જઈશ. હે ભાગ્યશાળી ! તને ધર્મલાભ ! કોશાએ પણ તેમને કહ્યું. તમોને પણ 'મિચ્છામિ દુક્કડમ્' આપું છું. કારણકે બ્રહ્મચર્ય વ્રતમાં હોવા છતાં પણ મેં તમને ખેદ પમાડ્યા. તમારા પ્રતિબોધ માટે જે મેં તમારી આ આશાતના કરી છે, તો તેની તમારે ક્ષમા આપવી અને હવે જલદી ગુરુની નિશ્રામાં પહોંચી જાવ-એમ જ ઈચ્છું છું. મુનિ ગુરુ પાસે આવીને આલોચના લઈ ફરી કઠોર તપની સેવના કરી. રથકાર અને કોશાનું કલા-વિજ્ઞાન હવે કોઈક સમયે તુષ્ટ થએલા રાજાએ કોઈક રથકારને કોશા વેશ્યા આપી. પરંતુ વેશ્યા રાજાધીન હોવાથી રાગ વગર તેની સાથે સહવાસ કરતી હતી. વેશ્યા પણ દરરોજ “સ્થૂલભદ્ર વગર બીજો કોઈ મહાપુરુષ નથી.' એમ રથકાર પાસે વર્ણન કરવા લાગી' રથકારને મનમાં થયું કે, આને કંઈક ચમત્કાર બતાવું તો રાગ કરશે–એમ જાણી તે ગૃહઉદ્યાનમાં જઈ એક પલંગ પર બેસી તેણે તેના મનનું રંજન કરવા માટે પોતાનું વિજ્ઞાન ચાતુર્ય આ પ્રમાણે બતાવ્યું. આંબાના ફળની એક લુંબીને તેણે એક બાણથી વીંધી તે બાણને બીજા બાણથી એમ બાણોની શ્રેણીથી પોતાના હાથ સુધી લાવ્યો. હવે લુંબીની ડાંખળીને અસ્ત્રાકરણ બાણથી છેદી હવે એક એક બાણ જે પોતાના હાથ પાસે છે તેમ તેમ ખેંચતા લુંબીને ત્યાં જ બેઠાં બેઠાં ખેંચી લાવી તે કોશાને સમર્પણ કરી. ત્યાર પછી વેશ્યાએ પણ કહ્યું કે, “હવે મારું પણ વિજ્ઞાન
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy