SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૧ ૩૪૫ . તે તારી બહેન ઉપકોશામાં રાગવાળો છે ત્યાં સુધીમાં તેનો કાંઈક પ્રતિકાર વિચાર અને ઉપકોશાને આજ્ઞા કર કે કોઈ પ્રકારે વરુચિને કપટ કરી તારે મદિરાપાનની રૂચિવાળો કરવો. પોતાના સ્નેહીના વિયોગના વેરથી, દેવરના દાક્ષિણ્યથી તેણે તે વાત સ્વીકારી અને ઉપકોશાને આજ્ઞા કરી. કોશાની આજ્ઞાથી નાની બહેન ઉપકોશાએ તે પ્રમાણે કર્યું, અને તેને મદિરા-પાન કરાવ્યું ‘ સ્ત્રીને આધીન બનેલા પાસે શું ન કરાવી શકાય ? વરરુચિ બ્રાહ્મણ પાસે પોતાની ઈચ્છાથી મદિરાપાન કરાવ્યું એ પ્રમાણે પ્રાતઃકાળમાં ઉપકોશાએ મોટીબહેન કોશાને જણાવ્યું. હવે કોશાના મુખથી શ્રીયકે પણ સર્વ સાંભળ્યું અને માન્યું કે પિતાના વેરનો બદલો બરાબર લીધો. શકાટલ મહામંત્રીના મરણથી માંડીને વરરુચિભટ્ટ રાજાની સેવાનો સમય સાચવવામાં બરાબર તત્પર બન્યો. તે દરરોજ રાજકુલમાં ફરજ બજાવવાના સમયે હાજર થઈ જતો હતો અને રાજા તથા લોકો પણ તેને ગૌરવથી જોતા હતા. કોઈક સમયે નંદરાજાએ શકટાલ મંત્રીના ગુણોનું સ્મરણ કરતાં ઉદાસીન બની સભામાં શ્રીયકને ગદ્ગદ્ સ્વરે આ પ્રમાણે કહ્યું કે, ઇન્દ્રને જેમ બૃહસ્પતિ તેમ મારે હંમેશાં ભક્તિવાળો, શક્તિવાળો, મહાબુદ્ધિશાળી મહાઅમાત્ય શકટાલ હતો. દૈવયોગે આવી રીતે આ મૃત્યુ પામ્યો ! ખરેખર તેના વગર મારી આ રાજસભા મને શૂન્યકાર લાગે છે. શ્રીયકે પ્રત્યુત્તર આપ્યો કે દેવ ! આપની વાત યથાર્થ જ છે, પરંતુ એ વિષયમાં શું કરી શકાય ? ખરેખર મદિરાપાન કરનાર પાપી વરરુચિનું જ આ કાર્ય છે. શું એ સુરાપાન કરે છે ? એમ રાજાએ પૂછ્યું એટલે શ્રીયકે કહ્યું કે આવતીકાલે તમને હું બતાવીશ. બીજા દિવસે રાજસભામાં આવનાર સર્વ પુરુષોને એક એક કમળ આપ્યું. પોતાના એક વિશ્વાસુ પુરુષ દ્વારા આગળથી શીખવ્યા પ્રમાણે વરરુચિને આપવા માટે સુંદર પદ્મકમળ આપ્યું. તત્કાલ તૈયાર કરેલ મદનફલ - મિંઢોલ-રસની ભાવનાયુક્ત તે કમળ દુરાત્મા વરરુચિને અર્પણ કર્યું. આવા પ્રકારનું અદ્ભુત સુગંધવાળું આ કમળ ક્યાંનું હશે ? એમ વર્ણવતા રાજા આદિ પોતપોતાના કમળને નાસિકા પાસે લઈ ગયા. વરરુચિભટ્ટ પણ સુંઘવા માટે નાસિકા પાસે પોતાનું કમળ લઈ ગયો એટલે તરત રાત્રે પીધેલ ચંદ્રહાસ મદિરાનું વમન થયું. બ્રાહ્મણજ્ઞાતિમાં વધ કરવા યોગ્ય મદિરાપાન કરનાર આને ધિક્કાર હો' - એ પ્રમાણે સર્વથી તિરસ્કાર પામેલો તે સભામાંથી પાછો ચાલ્યો ગયો. તેણે પોતાની શુદ્ધિ માટે બ્રાહ્મણ પાસે પ્રાયશ્ચિત માંગ્યું ત્યારે તેઓએ મદિરાપાનના પાપને નાશ કરનાર તપાવેલ સીસાના રસનું પાન પ્રાયશ્ચિત તરીકે જણાવ્યું. વરરુચિ પણ સીસું ગાળવાની કુલડીમાં રસ તપાવીને પી ગયો, તત્કાલ દાઝવાના ભયથી હોય તેમ તેના પ્રાણો પલાયન થયા. દુષ્કર-દુષ્કરકારક સ્થૂલભદ્ર મુનિ પણ સંભૂતિવિજય આચાર્યની પાસે દીક્ષા પાલન કરતા શ્રુતસમુદ્રના પારગામી બન્યા. વર્ષાકાલમાં કોઈ સમયે સંભૂતિવિજય ગુરુને પ્રણામ કરી એક મુનિએ આ પ્રમાણે અભિગ્રહ કર્યો કે ‘હું ચોમાસાના ચાર મહિનાના ઉપવાસ કરી સિંહાગુફાના દ્વારમાં કાઉસ્સગ્ગ ધ્યાને ઉભો રહીશ', બીજા મુનિએ ચાર મહિનાના ઉપવાસ કરીને વિષસર્પના દર પાસે કાઉસ્સગ્ગ કરીને રહીશ એવો અભિગ્રહ કર્યો. ત્રીજા મુનિએ ચાર મહિનાના ઉપવાસ કરી કૂવા ઉપરના લાકડા ઉપર મંડૂકાસને કાઉસ્સગ્ગ કરવાનો અભિગ્રહ કર્યો. અભિગ્રહ માનનારા ત્રણે સાધુઓને યોગ્ય માનીને તેમને તે માટે ગુરુજીએ અનુમતિ આપી. એટલે સ્થૂલભદ્ર મુનિએ આગળ આવીને ગુરુને નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું કે, ‘વિચિત્ર કામશાસ્ત્રમાં કહેલા કરણ (આસનો), શૃંગા૨૨સોત્તેજક ચિત્રામણવાળી કોસા વેશ્યાની ચિત્રશાળામાં તપકર્મ કર્યા વગર ષડ્સનું ભોજન કરી ચાર મહિના રહેવું એવા હે પ્રભુ ! મેં અભિગ્રહ કર્યો છે. ગુરુએ શ્રુતના ઉપયોગથી તે અભિગ્રહને યોગ્ય અનુમતિ આપી-એટલે સર્વે સાધુઓએ અંગીકાર કરેલા અભિગ્રહોને પૂર્ણ કરવા માટે પોતપોતાના સ્થાને ગયા. સ્થૂલભદ્રમુનિ પણ કોશા વેશ્યાના મહેલે પહોંચ્યા, એટલે તે આગળ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy