SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ 44 4444 યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ તેટલામાં મારા એકનો ક્ષય કરીને આખા કુટુંબ તું રક્ષણ કર. બીજું હું મારા મુખમાં તાલપુટ ઝેર સ્થાપન કરી રાજાને પ્રણામ કરીશ, ત્યારે મૃત્યુ પામેલા મારા મસ્તકને છેદજે. જેથી તને પિતૃહત્યા ન લાગે. આ પ્રમાણે કોઈપણ પ્રકારે સમજાવેલા પુત્રે તે વાતનો સ્વીકાર કર્યો કારણ કે બુદ્ધિશાળીઓ ભાવીના શુભ માટે વર્તમાનની ભયંકરતાને પણ આચરે છે. પિતાની આજ્ઞા પ્રમાણે શ્રીયકે પણ રાજસભામાં રાજા સમક્ષ પિતાના મસ્તકનો છેદ કર્યો. રાજાએ શ્રીયકને પૂછ્યું કે, ‘હે વત્સ ! આવું દુષ્કર અકાર્ય તે કેમ કર્યું ? ગભરાયેલા રાજાથી પૂછાએલા શ્રીયકે કહ્યું કે, આપે જાણ્યું કે આ દ્રોહી છે, તેથી મે હણ્યા, માલિકના ચિત્તના અનુસારે જ હંમેશા સેવકોએ પ્રવર્તવાનું હોય. ! ૩૪૪ દોષો સ્વયં જાણવામાં આવી જાય તો સેવકોને વિચારણા કરવી એ યોગ્ય ગણાય, પરંતુ સ્વામીના જાણવામાં આવે તો, તો પ્રતિકાર જ કરવો યોગ્ય ગણાય નહિ કે વિચારણા' શકટાલ મહામંત્રીની મરણોત્તર ક્રિયા પછી નંદરાજાએ શ્રીયકને કહ્યું કે, ‘આ સર્વ રાજવ્યવસ્થાના કાર્ય સંભાળનારી મુદ્રા તુ ગ્રહણ કર' એટલે શ્રીયકે રાજાને પ્રણામ કરતાં કહ્યું કે, ‘પિતા સરખા મારા મોટાભાઈ સ્થૂલભદ્ર નામના છે, જે પિતાની કૃપાથી આનંદપૂર્વક કોશાને ત્યાં બાર વરસથી ભોગ ભોગવતા રહેલા છે' ત્યાર પછી રાજાએ સ્થૂલભદ્રને બોલાવી તે મુદ્રા સ્વીકારવા કહ્યું ત્યારે તેણે પ્રત્યુત્તર આપ્યો કે, વિચારણા કરી પછી આજ્ઞાનો અમલ કરીશ. રાજાએ કહ્યું કે, ‘વિચારણા આજે જ કરી લો' એ પ્રમાણે કહેવાએલા સ્થૂલભદ્ર અશોક વનમાં જઈ ચિત્તથી વિચાર કરવા લાગ્યો કે “રાજસેવકો રિદ્રની જેમ યોગ્યકાળે શયન, ભોજન, સ્નાન બીજાં સુખના સાધન ભોગવી શકતા નથી. પૂર્ણ કુંભમાં જેમ પાણીનો અવકાશ હોતો નથી, તેમ પોતાના રાષ્ટ્રની પરરાષ્ટ્રની ચિંતામાં વ્યગ્ર બનેલા રાજસેવકોને ચિત્તમાં પ્રાણવલ્લભ માટે પણ અવકાશ રહેતો નથી. પોતાના સર્વ અંગત સ્વાર્થનો ત્યાગ કરીને એકાંત રાજાની સેવા કરવા છતાં, બાંધેલા પશુઓને જેમ કાગડો તેમ ચાડીયા ખલપુરુષો રાજસેવકોને ઉપદ્રવ કરે છે. જેમ સ્વદેહ અને સ્વદ્રવ્યનો વ્યય કરીને પણ રાજા માટે પ્રયત્ન કરાય છે, તેમ બુદ્ધિશાળી પોતાના આત્માર્થે કેમ પ્રયત્ન નથી કરતો ? એમ વિચારી સ્થૂલભદ્રે પાંચ મુઠ્ઠીથી કેશનો લોચ કર્યો અને રત્નકંબલની દશીઓનું રજોહરણ બનાવ્યું. તે પછી તે મહાસત્ત્વશાળીએ રાજસભામાથી પહોંચી રાજાને કહ્યું કે, મેં આ વિચાર કરી લીધો અને તમોને ધર્મનો લાભ હો' ત્યાર પછી ગુફાથી જેમ કેસરીસિંહ તેમ સંસારરૂપી હાથીઓથી રોષે પામેલો મહાસત્ત્વવાળો તે રાજસભામાંથી બહાર નીકળ્યો. શું આ કપટ કરીને પાછો વેશ્યાને ત્યાં તો જતો નહિ હોય ? એ ખાત્રી કરવા માટે રાજા ગવાક્ષમાં રહીને નિરીક્ષણ કરવા લાગ્યો. દુર્ગંધી મડદાવાળા સ્થાનમાં નાસિકા મરડ્યા વિના જતા સ્થૂલભદ્રને દેખી રાજાએ મસ્તક ડોલાવ્યું અને તે વિચારવા લાગ્યો કે ભગવાન નક્કી વૈરાગી જ બનેલા છે. તેના વિષયમાં મેં ખોટું વિચાર્યું-એમ આત્મનિંદા સાથે તેને અભિનંદન આપ્યાં. સ્થૂલભદ્રે પછી શ્રીસંભૂતિવિજય આચાર્ય પાસે પહોંચી સામાયિક સૂત્ર ઉચ્ચારવા પૂર્વક દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી નંદરાજાએ શ્રીયકને હાથમાં લઈ ગૌરવપૂર્વક સમગ્ર રાજ્ય વ્યવસ્થાના કારભારવાળા મંત્રીમુદ્રા - અધિકારમાં નિયુક્ત કર્યો. શ્રીયક પણ હંમેશા સાક્ષાત્ શકટાલ માફક શ્રેષ્ઠ ન્યાય કુશળતાથી રાજ્યચિંતામાં સાવધાની રાખતો હતો. તે હંમેશા વિનયપૂર્વક કોશાને ઘરે જતો હતો. ભાઈના સ્નેહથી તેની પ્રિયાનું પણ કુલીન પુરુષો બહુમાન કરે છે. સ્થૂલભદ્રના વિયોગથી દુ:ખી થયેલી કોશા પણ શ્રીયકને દેખી ડૂસકે ડૂસકે રડવા લાગી. ‘ઇષ્ટને દેખી દુઃખી પુરૂષો દુઃખ ધારી રાખવા સમર્થ બની શકતા નથી. ત્યારપછી શ્રીયકે કોશાને કહ્યું કે, હે આર્ય ! આમાં આપણે શું કરી શકીએ ? પાપી એવા વરરુચિએ જ પિતાનો ઘાત કરાવ્યો છે. અકાળે ઉત્પન્ન થયેલ વજ્રાગ્નિની આગ સરખો સ્થૂલભદ્રનો અણધાર્યો વિયોગ પણ તને તેણે જ કરાવ્યો. માટે હે મનસ્વિનિ ! જ્યાં સુધી
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy