________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૧
૩૪૩
કે અપકાર કરવાના ઉપાયો હોય જ છે ત્યાર પછી વરસચિએ ગંગાનદીએ પહોંચીને ગંગાજળમાં એક એવું યંત્ર ગોઠવ્યું. વસ્ત્રમાં બાંધેલા ૧૦૮ દિનાર એમાં રાખેલા હતા. ત્યાર પછી વરસચિએ સવારે ગંગાની
સ્તુતિ કરી પગથી યંત્ર દબાવ્યું. એટલે તે સર્વ દિનારો છળીને તેના હાથમાં પડ્યા. આ પ્રમાણે તે દરરોજ કરી રહ્યો હતો. આથી નગરલોકો વિસ્મય પામ્યા. રાજાને કાને પણ વાત પહોંચી એટલે મંત્રી પાસે પ્રશંસા કરી. મંત્રીએ કહ્યું કે, “જો વાત સત્ય હોય તો સવારે આપણે જાતે જોવા જઈએ' એ પ્રમાણે કહેવાએલા રાજાએ મંત્રીની વાત સ્વીકારી. સાંજે મંત્રીએ એક ગુપ્ત મનુષ્યને શિખામણ આપી નદીએ મોકલ્યો અને તેણે પણ પક્ષી માફક ઝાડીમાં છુપાઈને વરરુચિ શું કરે છે, તેની ભાળ કરી, તે વખતે વરરુચિ ગંગા નદીના જળમાં ગુપ્તપણે ૧૦૮ દિનારની પોટલી સ્થાપન કરી ઘરે ગયો. તેના જીવિતની માફક દીનારની પોટલી લઈને ગુપ્ત પુરુષ શકટાલમંત્રી પાસે ગયો અને ગુપ્તપણે તેને અર્પણ કરી. હવે રાત્રિ પૂર્ણ થયા પછી છૂપી રીતે દીનાર-પોટલી લઈને મંત્રી રાજા સાથે ગંગા નદીએ ગયો, ત્યારે વરચિએ જાણ્યું કે રાજા જાતે જોવા પધાર્યા છે, એટલે તેમને દેખી અભિમાની બનેલા મૂઢ વરરુચિ વિસ્તારથી ગંગાની સ્તુતિ કરવા લાગ્યો. સ્તુતિના અંતે વરુચિએ પગથી યંત્ર ચલાયમાન કર્યું પણ દિનારની પોટલી છળીને તેના હાથના ખોબામાં ન પડી. ત્યાર પછી જળમાં હાથથી દ્રવ્યની શોધ કરવા લાગ્યો. પરંતુ ધન ન દેખવાથી ધૂર્ત ધીઠો મૌન સેવન કરવા લાગ્યો. ત્યાર પછી મહામંત્રીએ તેને કહ્યું કે, થાપણ કરેલું દ્રવ્ય ગંગા શું નથી આપતી ? કે જેથી વારંવાર તેને ખોળે છે ? માટે આ તારું દ્રવ્ય ઓળખીને ગ્રહણ કર” એમ બોલતા મંત્રીએ વરરુચિના હાથમાં દીનાર-પોટલી આપી. તેણે હૃદયના ધ્રાસ્કા સરખી તે દીનારની પોટલી વડે મરણથી પણ અધિક દુસહ દશા પ્રાપ્ત કરી. પ્રધાને રાજાને કહ્યું કે, લોકોને ઠગવા માટે સંધ્યાએ દ્રવ્ય અંદર નાંખે છે અને સવારે વળી ગ્રહણ કરે છે. “તમે આ પ્રપંચની વાત ઠીક મને જણાવી’ એમ મંત્રીને જણાવીને વિસ્મયથી પ્રફુલ્લ નયનવાળો રાજા પોતાના મહેલે ગયો. શકટાલમંત્રી પર ક્રોધે ભરાએલા, આનો બદલો લેવા માટે વિચારી રહેલા વરસચિએ મંત્રીના ઘરની કોઈ દાસીને તેના ઘરની હકીકત પૂછી ત્યારે મંત્રીની દાસીએ તેને કહ્યું કે, શ્રીયકપુત્રના વિવાદમાં રાજાને ભોજન માટે બોલાવશે. તે વખતે નંદરાજાને પહેરામણી આદિ આપવા માટે મંત્રી હથિયારો સજાવે છે. કારણકે “શસ્ત્રપ્રિય રાજાઓને શસ્ત્રોની જ ભેટ અપાય' મંત્રીના છિદ્રને જાણી વરુચિએ બાળકો એકઠા કરી ચણા આપીને ભણાવ્યા કે, “રાજાને ખબર નથી કે, આ શકટાલ મંત્રી નંદરાજાને મારીને તેના રાજ્ય પર શ્રીયકને સ્થાપન કરશે ? દરરોજ સ્થાન સ્થાન પર બાળકોને આમ બોલતા સાંભળી અને લોકવાયકાથી રાજાએ પણ આ સાંભળ્યું અને વિચાર્યું – “બાળકો જે બોલે તથા સ્ત્રી જે બોલે તથા ઔત્પાતિકી જે ભાષા બોલાય, તે કદાપી નિષ્ફળ ન હોય” તેની ખાત્રી કરવા માટે પોતાના વિશ્વાસુ મનુષ્યને રાજાએ મંત્રીના ઘેર મોકલ્યો, તપાસ કરીને પાછા આવીને તેણે જેવું દેખ્યું હતું તેવું જણાવ્યું. ત્યાર પછી સેવાસમયે આવેલા મંત્રીએ રાજાને પ્રણામ કર્યા ત્યારે રાજા અવળું મુખ કરીને બેઠો. તેના ભાવને સમજી ગએલા શકટાલે ઘરે આવીને શ્રીયકને કહ્યું કે, કોઈક દ્વેષીએ રાજાના કાન આપણા માટે ભંભેર્યા જણાય છે અને કોપાયમાન થયો છે. નક્કી તે એકદમ આપણા કુલનો ક્ષય કરશે, માટે હે વત્સ ! જો મારી આજ્ઞા સ્વીકારીશ તો કુલનું રક્ષણ થશે. હું જ્યારે રાજાને નમસ્કાર કરવા મારું મસ્તક નમાવું. ત્યારે તલવારથી મારા મસ્તકનો છેદ કરતાં એમ કહેવું કે, “ભલે પિતા હોય પણ સ્વામીનો ભક્ત ન હોય તે વધ કરવા યોગ્ય છે ! જો કે હવે વૃદ્ધાવસ્થા પામેલો છું અને આમ મૃત્યુ પામું તો મારા કુલગૃહના સ્તંભ સરખો તું લાંબા કાળ સુધી આનંદ કરીશ.” શ્રીયક પણ ગદ્ગદ્ સ્વરે રુદન કરતા એમ બોલવા લાગ્યો કે, “આવું ઘોર નીચ પાપકર્મ તો ચંડાલ પણ ન કરે” અમાત્યે કહ્યું કે “આવી વિચારણા કરીને તું ખરેખર માત્ર વેરીઓના મનોરથો પૂર્ણ કરે છે. જેટલામાં જમ સરખો રાજા ક્રોધી બની સહકુટુંબ મને મારી ન નાખે