SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ३०२ निद्राच्छेदे योषिदङ्ग-सतत्वं परिचिन्तयेत् । स्थूलभद्रादिसाधूनां, तन्निवृत्तिं परामृशन् ॥ १३१ ॥ અર્થ : નિદ્રા પૂર્ણ થાય ત્યારે સ્થૂલભદ્રાદિ-મહામુનિઓએ આદરેલી સ્ત્રીના શરીરની નિવૃત્તિની યાદ કરતો તે સ્ત્રીના અંગોનું બિભત્સ સ્વરૂપે વિચારે ! | ૧૩૧ // ટીકાર્થ : કદાચ રાત્રે નિદ્રા ઉડી જાય તો સ્થૂલભદ્ર આદિ સાધુઓએ સ્ત્રીઓનાં અંગોની મલિનતા, દુર્ગછનીયતા, અસારતા, વિચારી તેની કરેલી નિવૃત્તિનું સ્મરણ કરતો તેના દેહનું યથાર્થ સ્વરૂપ વિચારે સ્થૂલભદ્રમુનિનું સંપ્રદાય-ગમ્ય ચરિત્ર આ પ્રમાણે જાણવું – સ્થૂલભદ્ર કથા : શકટાલ નામનો સર્વશ્રેષ્ઠ અમાત્ય હતો. તેને તીક્ષ્ણબુદ્ધિવાલો, વિનયાદિ, ગુણોનો સ્થાન સુંદર આકૃતિ હોવાથી ચંદ્ર સમાન આલાદક ચૂલભદ્ર નામનો મોટો પુત્ર હતો. તેમજ નન્દરાજાના હૃદયને અત્યંત આનંદ આપવા માટે ગોશીષચંદન સમાન ભક્તિવાળો શ્રીયક નામનો નાનો પુત્ર હતો. તે નગરમાં રૂપ કાન્તિ વડે ઉર્વશી સમાન એવી કોશા નામની વેશ્યા હતી. સ્થૂલભદ્ર રાત્રિ-દિવસ વિવિધ પ્રકારના ભોગો ભોગવતો તેમાં એવો તન્મય બની ગયો કે તેને ત્યાં રહેતા બાર વરસ વીતી ગયાં. નંદરાજાના બીજા હૃદય સરખો અત્યંત વિશ્વાસપાત્ર શ્રીયક તે રાજાનો અંગરક્ષક બન્યો. તે જ નગરમાં કવિઓ વાદીઓ અને વૈયાકરણીઓમાં મસ્તકના મણિસમાન વરરુચિ નામનો એક બ્રાહ્મણ આગેવાન હતો. બુદ્ધિશાળી તે દરરોજ નવનવા એક્સો આઠ કાવ્યો બનાવી બનાવીને રાજાની સ્તુતિ કરતો હતો. તે કવિ મિથ્યાદષ્ટિ હોવાથી શકટાલ મંત્રી કદાપિ તેની પ્રશંસા કરતો ન હતો અને તે કારણે રાજા તુષ્ટ થવા છતાં પણ તષ્ટિ-દાન આપતા ન હતા. પોતાને દાન ન મળવાનું કારણ જાણીને વરસચિએ મંત્રીની પત્નીની આરાધના શરૂ કરી. વરસચિની સેવાથી ખુશ થએલી મંત્રી પત્ની કોઈક દિવસે કાર્ય પુછ્યું ત્યારે તેણે કહ્યું કે, “તમારા પતિ રાજા પાસે મારા કાવ્યની પ્રશંસા કરે.' તેણીના આગ્રહથી પતિએ તેને કહ્યું કે તે મિથ્યાષ્ટિની પ્રશંસા હું કેવી રીતે કરી શકે ? છતાં પણ અત્યંત આગ્રહને વશ બનેલા મંત્રીએ તે વાત સ્વીકારી. કારણકે અંધ, સ્ત્રી, બાળક અને મુખઓની હઠ બળવાન હોય છે. કોઈક વખતે વરરુચિ રાજા પાસે કાવ્ય ભણતો હતો. ત્યારે મહાઅમાત્યે “અહો ! સુંદર સુભાષિત એમ બોલી પ્રશંસા કરી એટલે રાજાએ તેને એકસો આઠ સુવર્ણ નાણું આપ્યું. ખરેખર રાજમાન્ય પુરુષનું અનુકુલ વચન પણ જીવિત આપનાર બને છે. આ પ્રમાણે દરરોજ એકસો આઠ સુવર્ણ દીનાર આપતા હતા, ત્યારે મંત્રીએ રાજાને વિનંતી કરતા પૂછ્યું કે આને શા કારણે આપો છો ? ત્યારે રાજાએ મંત્રીને કહ્યું કે, તમે પ્રશંસા કરી એટલે આપું છું. જો મારે આપવા જ હોત તો પહેલા કેમ ન આપ્યા ? ત્યારે મંત્રીએ કહ્યું હે દેવ ! મેં તેની પ્રશંસા કરી નથી મેં તો તે સમયે માત્ર બીજાનાં કાવ્યોની પ્રશંસા કરી હતી. આપની આગળ તે બીજાનાં બનાવેલાં કાવ્ય “મેં બનાવ્યા છે એમ કહી બોલી જાય છે, “શું આ વાત સત્ય છે ? એમ રાજાએ પુછ્યું” એણે બોલેલા કાવ્યો તો મારી બાલિકાઓ પણ બોલી જાય છે અને તે હું આપને સવારે સાક્ષાત્કાર કરાવીશ” એમ મંત્રીએ કહ્યું. શકટાલ મંત્રીને યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા સેણા, વેણા અને રેણા નામની બુદ્ધિશાળી સાત પુત્રીઓ હતી. એમાં યક્ષા એક વખત સાંભળતા જ. બીજી બે વખત, ત્રીજી ત્રણ વખત એમ ક્રમસર સાતમી સાત વખતે સાંભળે તો ગ્રહણ કરી યાદ રાખી શકે તેવી ચતુર બુદ્ધિશાળી હતી. બીજા દિવસે મંત્રીએ તે સાતને રાજાની સામે એક પડદામાં કોઈ ન દેખે તેમ બેસાડી વરસચિની દરરોજની જેમ ૧૦૮ નવા નવા શ્લોકો બનાવીને રાજાને સંભળાવ્યા ત્યાર પછી સાતે કન્યાઓ અનુક્રમે તે શ્લોકો બોલી ગઈ. ત્યાર પછી રોષાયમાન થએલા રાજાએ દાન નિવારણ કર્યું. “મંત્રીઓ પાસે ઉપકાર
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy