________________
તૃતીય પ્રકાશ, ગ્લો.૧૨૯
૩૩૧
૧૭. મૂંગા માફક ન સમજાય તેમ અવ્યક્ત શબ્દ કરતો કાઉસ્સગ્ન કર, તે મૂકદોષ.
૧૮. કાઉસ્સગ્ગના લોગસ્સની સંખ્યા ગણવા માટે આંગળીના વેઢા ચલાવતા કાઉસ્સગ્ન કરે તે અંગુલિદોષ.
૧૯. બીજા તરફ નજર કરવા માટે આંખની ભ્રમરને નચાવે-ભમાવે એવી રીતે કાઉસગ્ગ કરે તે ભૂદોષ.
૨૦. મદિરા ઉકળતા જેમ બુડ બુડ શબ્દ સંભળાય તેમ શબ્દો કરતાં કાઉસ્સગ્ન કરે તે વારુણીદોષ મદિરાપાન કરી મત્ત બનેલાની જેમ ઘૂમતો ઘૂમતો કાઉસ્સગ્ન કરે, તેને બીજાં કેટલાક વાસણીદોષ ગણાવે છે.
૨૧. સ્વાધ્યાય કરનારના બે હોઠ ચાલતાં હોય તેમ હોઠ ચલાવતો ચલાવતો કાઉસ્સગ્ન કરે તે અનુપ્રેક્ષા દોષ. તે માટે કહેવું છે કે– “ઘોટક, લત્તા, સ્તંભ, કુષ્ય, માલ, શબરી, વધુ નિગડ, લંબોત્તર, સ્તન, ઉર્ધ્વ, સંયમી, ખલીન, વાયસ, કપિત્થ શીરોકંપતિ, મૂક, અંગુલિભૃવારુણી, પ્રેક્ષા'
કોઈક આચાર્ય આ સિવાયના બીજા પણ દોષો જણાવે છે જેમ કે યૂકવું શરીરને સ્પર્શ કરવો ખણવું. કપટ-ગર્ભિત ડોળવાળી સ્થિતિ રાખવી. સૂત્રમાં કહેલા વિધિની ન્યૂનતા સેવવી, વયની અપેક્ષાનો ત્યાગ કરવો, કાલની અપેક્ષાનું ઉલ્લંઘન કરવું, વ્યાપ આસક્તિવાળું ચિત્ત રાખવું - લોભાકુલિત ચિત્ત કરવું, પાપકાર્યોમાં ઉદ્યમ કરનાર થવું. કાર્યાકાર્યમાં અત્યંત અજ્ઞાનતાવાળો પાટ-પાટલા ઉપર કાઉસ્સગ્ન કરવો ઈત્યાદિ.
કાયોત્સર્ગનું ફળ પણ નિર્જરા જ છે. જે માટે કહેલું છે કે “કાયોત્સર્ગમાં વિધિપૂર્વક ઉભા રહેલાનાં શરીરના અંગોપાંગો જેમ જેમ ભાંગે તૂટે છે, તેમ તેમ વિધિપૂર્વક કાઉસ્સગ્ન કરનાર સુવિહિત આત્માઓ આઠ પ્રકારના કર્મસમૂહને ભેદી નાશ કરે છે.” (૧૬૪૮ આ. નિ.) કાયોત્સર્ગના સૂત્રના અર્થ પહેલાં વ્યાખ્યા કરી સમજાવેલ છે જ. પચ્ચખાણ-પ્રકરણ
મથ પ્રત્યાધ્યાનમ પ્રતિ + મ પ ધ્યાન એ ત્રણે શબ્દોથી પ્રત્યાખ્યાન શબ્દ તૈયાર થયો છે. પ્રતિ = પ્રતિકુળપણે મા = અમુક મર્યાદાપૂર્વક અને રસ્થાન = કથન કરવું. અર્થાત્ ભાવાર્થ એ સમજવો કે અનાદિથી વિભાવદશામાં વર્તતા આત્માની ચાલુ ટેવોથી પ્રતિકુળપણે ચોક્કસ મર્યાદાપૂર્વક પ્રવૃત્તિની કબુલાત કરવી. તે પચ્ચખાણ કહેવાય તે પચ્ચક્ખાણ બે પ્રકારનું છે. એક મૂલગુણરૂપ અને બીજું ઉત્તરગુણ તેમાં સાધુઓને પાંચ મહાવ્રતો તે મૂલગુણ વ્રતો. શ્રાવકોને પાંચ અણુવ્રતો તે મૂલગુણ સાધુઓને પિડવિશુદ્ધિ આદિ ઉત્તર-ગુણ અને શ્રાવકોને ગુણવ્રતો, શિક્ષાવ્રતો, ઉત્તરગુણ કહેવાય.તેમાં મૂલગુણોમાં સર્વ અને દેશ પ્રત્યાખ્યાનો હિંસાદિ પાંચ પાપોના ત્યાગરૂપ અને સાધુઓને પિંડવિશુદ્ધિ આદિ. તથા શ્રાવકોને દિશિવ્રતાદિક ઉત્તરગુણોના પ્રત્યાખ્યાનો “પ્રતિપક્ષ ભાવોના ત્યાગ કરવા રૂપ” છે. તેમાં જેણે પહેલાં ઉચિતકાળે પોતાની મેળે પચ્ચખાણ કર્યું હોય તેવો પચ્ચક્ખાણના સ્વરૂપનો જાણકાર પોતે પચ્ચખાણના અર્થને જાણનાર એવા ગુરુ પાસે વિનયપૂર્વક ઉપયોગની એકાગ્રતા કરીને તેઓ જે પચ્ચખાણનો પાઠ બોલે છે. તે પ્રમાણે પોતે પણ ધીમેથી તેમની સાથે અનુવાદ કરતો પચ્ચખાણ કરે ત્યારે પોતે અને પચ્ચકખાણ કરાવનાર ગુરુ બંને જાણકાર તરીકેનો પ્રથમ ભાંગો થયો. ૧. ગુરુ જાણકાર. લેનાર અજાણ હોય- એ બીજો ભાંગો, તે સમયે શિષ્યને સંક્ષેપથી સમજાવીને જો ગુરુ પચ્ચખ્ખાણ કરાવે તો આ ભાંગો પણ શુદ્ધ છે ૨. ગુરુ અન્ન હોય અને શિષ્ય જાણકાર હોય તો ત્રીજો ભાગો, આ ભાંગો