SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૩૩૨ પણ તથા પ્રકારના ગુરુનો યોગ પ્રાપ્ત ન થવાથી ગુરુ પ્રત્યે બહુમાન હોવાથી ગુરુસ્થાને સાક્ષી તરીકે પિતા, કાકા, મામા, મોટાભાઈ આદિને રાખી પચ્ચક્ખાણ કરનાર ત્રીજા ભાંગોમાં પણ શુદ્ધ ગણ્યા ૩. આ સિવાયમાં અશુદ્ધ બંને અજાણ હોય તેવો ભાંગો અશુદ્ધ જ છે ૪. દરરોજ ઉપયોગી એવા ઉત્તરગુણ-પ્રત્યાખ્યાન બે પ્રકારનાં છે. એક સંકેત-પ્રત્યાખ્યાન બીજું અદ્ધા પ્રત્યાખ્યાન તેમાં સંકેત-પચ્ચક્ખાણ - શ્રાવક પોરસી આદિ પ્રત્યાખ્યાન કરીને બહાર ખેતર આદિમાં ગયો હોય કે ઘરે રહેલો હોય ત્યારે ભોજન મળવા પહેલાં ‘પચ્ચક્ખાણ વગરનો ન રહું' એ કારણે અંગુઠો આદિના સંકેતવાળો પચ્ચક્ખાણ કરે. એટલે જ્યાં સુધી અંગુઠો મુઠ્ઠી કે ગાંઠ ન છોડું અથવા ઘરમાં પ્રવેશ ન કરું જ્યાં સુધી પરસેવાના બિન્દુઓ સુકાઈ ન જાય. આટલા શ્વાસોશ્વાસ ન થાય. પાણીથી ભીંજાએલી માચી જ્યાં સુધી સુકાએલા બિન્દુવાલી ન થાય, જ્યાં સુધી દીવો બુઝાઈ ન જાય, ત્યાં સુધી મારે ભોજન ન કરવું. કહેલું છે કેઃ– ‘અંગુઠો મુઠ્ઠી, ગાંઠ, ઘર, પરસેવો, શ્વાસોચ્છ્વાસ બિન્દુઓ દીવો આ વિગેરે ચિન્હોથી અનંતજ્ઞાની ધીરપુરુષોએ સંકેત-પચ્ચક્ખાણ કહ્યું છે (આ.નિ. ૧૫૭૮) હવે અદ્ધા-પચ્ચક્ખાણ તે કહેવાય. જેમાં કાળની મર્યાદા હોય તે દસ પ્રકારનું આ પ્રમાણે જાણવું. ૧ નવકા૨-સહિત-નવકારશી ૨. પૌરુષી ૩. પૂર્વાધ ૪. એકાસણું ૫. એકલઠાણું ૬. આયંબિલ, ૭ ઉપવાસ ૮. દિવસચરમ કે ભવચરિમ ૯. અભિગ્રહ ૧૦ વિગઈ સંબંધી-એમ દશ પ્રકારે કાળ-પચ્ચક્ખાણો (આ. નિ.૧૬૧૧) પ્રશ્ન- એકાસણાદિ પચ્ચક્ખાણોમાં જો કાળનું નિયમન નથી તો તેને કાળ પચ્ચક્રૃખાણ કેમ કહેવાય ? ઉત્તર- જરૂર કાળ નિયમન નથી તે વાત સત્ય છે, પરંતુ તે પચ્ચક્ખાણો પ્રાયઃ અહ્વા ‘પ્રત્યાખ્યાન’ સાથે કરાતાં હોવાથી તે પણ અદ્ધા-પ્રત્યાખ્યાનો કહેવાય છે. પચ્ચક્ખાણો આગાર-સહિત કરવાં નહિતર ભંગ થાય. ભંગ થાય એટલે દોષ-પાપ લાગે કહેલું છે કે— “વ્રતભંગ થવાથી મોટો દોષ લાગે, થોડા નાના પચ્ચક્ખાણનું પાલન કરવાથી ગુણ થાય છે. તેથી ધર્મ કરવામાં લાભ કે હાનિનો વિવેક કરવો જરૂરી છે. તેથી આગારો કહેલા છે. (પંચાશક ૫-૧૨) પચ્ચક્ખાણનો ભંગ ન થાય તે માટે રાખવામાં આવેલી મર્યાદાવાળી છૂટછાટ તેને આગાર કહેવામાં આવે છે અને નવકારશી આદિમાં જેટલી છૂટછાટઆગાર રાખવામાં આવે છે, તે અહીં જણાવીએ છીએ. તેમાં મુહૂર્તપ્રમાણ કાળ નવકારથી નમસ્કાર ઉચ્ચારણ કરીને પારવાલાયક પચ્ચક્ખાણમાં બે આગાર હોય છે. પચ્ચક્ખાણ-ભંગ ન થવા માટે કરવામાં આવતી મર્યાદા તે આકાર-આગાર-અપવાદ છૂટછાટ કહેવાય તેવા આગારો કેટલા કયા પચ્ચક્ખાણમાં છે તે આગળ જણાવીશું. શંકા કરી કે કાલ ન જણાવેલો હોવાથી આ સંકેત પચ્ચક્ખાણ સમાધાન આપતા કહે છે કે ના, કારણકે અહીં નમુક્કાર શબ્દની સાથે સહિત શબ્દ છે તે મુહૂર્તકાળ - પ્રમાણનું વિશેષણ છે. વિશેષણથી વિશેષ્યનો બંધ થતો હોવાથી સહિત શબ્દ છે. મુહૂર્તકાળ પ્રમાણેનો અર્થ નીકળે છે. અહીં એવી શંકા થાય કે મુહૂર્ત શબ્દ તો છે નહિ તો તે વિશેષ્ય શી રીતે જવાબમાં જણાવે છે કે શાસ્ત્રમાં તેને કાળપચ્ચક્ખાણ ગણેલું છે. પ્રહર વિગેરે કાળ પ્રમાણવાળા પોરિસી આદિ પ્રત્યાખાનો તો આગળ જુદાં કહેવાય છે માટે તેની પહેલાનું આ પ્રત્યાખ્યાન મુહૂર્ત-પ્રમાણનું જ બાકી રહ્યું ગણાય. તેથી નમસ્કાર સહિત પચ્ચક્ખાણમાં મુહૂર્ત-પ્રમાણકાળમાં છે. એમ સમજવું ફરી શંકા કરી કે બે મુહૂર્ત કાળક્રમ ન ગ્રહણ કરવો ? સમાધાન કરે છે - તેમાં માત્ર બે જ આગાર-છૂટછાટ રાખેલા હોવાથી જ્યારે પોરસીમાં તો છ આગારો રાખેલા છે. નમુક્કાર-સહિતમાં તો માત્ર બે જ આગારો રાખેલા હોવાથી તેથી કાળ પણ અલ્પ જ હોવો જોઈએ. તે અલ્પકાળ ઓછામાં ઓછો ‘એક મુહુર્ત’ પ્રમાણ જ ઘટી શકે છે. માટે આ નવ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy