SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૩૩૦ કાર્યોત્સર્ગ કહ્યો, તે એક મુહુર્તથી માંડીને બાહુબલિજીની માફક એક વર્ષનો પણ હોય છે. તે કાયોત્સર્ગ વળી ત્રણ પ્રકા૨નો-ઉભા ઉભા કરવાનો, બેઠાં બેઠાં અને સુતાં સુતાં પણ કરી શકાય ફરી એક-એકનાં ચાર પ્રકાર તેમાં પહેલાં ‘ઉચ્છિતોચ્છિત એટલે દ્રવ્યથી અને ભાવથી બંને પ્રકારે ઉભા થઈને તાત્પર્ય કે દ્રવ્ય-શરીરથી ઉભા રહીને અને ભાવથી ધર્મ કે શુકલ ધ્યાનમાં રહીને. બીજો ‘ઉચ્છતોનુધ્રૂિ' એટલે દ્રવ્યથી ઉભા રહીને માટે ઉચ્છિત અને ભાવથી કૃષ્ણાદિ અશુભ લેશ્યાના પરિણામપૂર્વક માટે અનુચ્છિત ત્રીજો અનુચ્છિતોચ્છિત એટલે દ્રવ્યથી નીચે બેસીને અને ભાવથી ધર્મધ્યાન કે શુકલધ્યાનમાં રહીને તથા ચોથો અનુચ્છિતાનુચ્છિત દ્રવ્યથી-શરીરથી નીચે બેસીને અને ભાવથી પણ કૃષ્ણાદિ લેશ્યાના અશુભ પરિણામવાળો, એ ચાર ભેદો ઉમ્બ્રિતના જણાવ્યા એ પ્રમાણે બેઠેલાના અને સુતેલાના એ બંનેના પણ ચાર ચાર ભેદો સ્વયં વિચારવા. કાયોત્સર્ગના એકવીશ દોષો -- દોષરહિત કાર્યોત્સર્ગ કરવો જોઈએ તેના એકવીશ દોષો કહે છે– ૧. ઘોડાની જેમ એક પગ ખોડો રાખી કાઉસ્સગ્ગ કરે, તે ઘોટક દોષ. ૨. સખત પવનથી કંપનથી વેલડી માફક શરીર કંપાવે, તે લતા દોષ. ૩-૪. ભીંત કે થાંભલે ટેકો રાખી કાઉસ્સગ્ગ કરે, તે સ્તંભ કુડ્સ દોષ. ૫. ઉંચે છત કે માળિયાને મસ્તક અડકાડીને કાઉસ્સગ્ગ કરે, તે માલ દોષ. ૬. ભીલડી માફક બે હાથ ગુહ્યપ્રદેશ ઢાંકવા માફક કાઉસ્સગ્ગમાં રાખે, તે શબરી દોષ. ૭. કુલવધુ નવપરણેતર માફક માથું નીચું રાખી કાઉસ્સગ્ગ કર તે વધૂ દોષ. ૮. બેડીમાં જકડાએલા માફક બે પગ પહોળા કે ભેગા કરી ઉભા રહે તે નિગડદોષ. ૯. નાભિ ઉપર-ઢીંચણ સુધી ચોલપટ્ટો બાંધીને કાઉસ્સગ્ગ કરે, તે લંબોત્તર દોષ. ૧૦. વસ્ત્રાદિકથી જેમ સ્તનને ઢાંકે તેમ ડાન્સ-મચ્છરના નિવારણ માટે કે અજ્ઞાનથી કાઉસ્સગ્ગમાં સ્તન કે હૃદયને ઢાંકે તે સ્તનદોષ અથવા ધાવમાતા બાળક માટે સ્તનો જેમ નમાવે તેમ સ્તન કે છાતી નમાવી કાઉસ્સગ્ગ કરે એમ કેટલાંક આ દોષને કહે છે. ૧૧. ગાડાની ઉધની માફક પાછલની બંને પાનીઓ કે આગલ અંગુઠા કરે અગર બંને છુટા રાખે તે અવિધિથી કાઉસ્ગ કરે, તે શકટોર્ધ્વિ નામનો દોષ. ૧૨. સાધ્વી માફક મસ્તક વગર આખા શરીરે કપડું ઢાંકે તે સંયતી દોષ. ૧૩. ઘોડાની લગામની જેમ ચરવલા કે ઓઘાનો ગુચ્છો પકડી ઉભો રહે, તે ખલીન દોષ બીજા આચાર્યો કહે છે કેમ્પ લગામથી પીડા પામેલો ઘોડો જેમ મસ્તક કંપાવે તેમ નીચે કે ઉંચે કાઉસ્સગ્ગમાં મસ્તક કંપાવે, ખલનીદોષ. ૧૪. કાગડાના માફક આંખનો ડોળો આમ-તેમ ભમાવવો કે દિશા જોવી, તે વાયસદોષ. ૧૫. જુઓ થવાના ભયથી કોઠાફળની માફક ચોલપટ્ટાનો ગોટો કરી મુઠ્ઠીમાં પકડી કાઉસ્સગ્ગ કરે, તે કપિત્થદોષ એવી રીતે મુઠ્ઠી બંધ રાખી ઉભો રહી કાઉસ્સગ્ગ કરે, તેને પણ એ દોષ બીજા કહે છે. ૧૬. ભૂતના વળગાડ માફક મસ્તક કંપાવતો કાઉસગ્ગ કરે, તે શીર્ષોત્સંપતિ દોષ.
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy