SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, ગ્લો.૧૨૯ ૩૨૯ મહિનાનો તપ કરવા પોતે શક્તિમાન નથી. ૨૩ તો એક, બે ત્રણ એમ એક-એક દિવસ ઓછો કરતાં છ મહિનામાં ઓગણત્રીસ દિવસ ઓછો તપ કરવાનું ચિંતવે. ૨૪ તેટલું પણ સામર્થ્ય ન હોય તો તેમાં પણ યાવત્ તેર દિવસ ઘટાડતો “ચોત્રીશ ભક્ત = સોળ ઉપવાસ રૂપ તપ ચિંતવે, તેની શક્તિના અભાવમાં બબ્બે ભક્ત ઓછાં કરતાં યાવત્ ચતુર્થભક્ત = એક ઉપવાસ સુધી તપ ચિંતવે, તે સામર્થ્યના અભાવમાં આયંબિલ આદિ તેમ હોય, તે કરવાનો હૃદયમાં નિર્ણય કરી કાઉસ્સગ્ગ પારે. પછી લોગસ્સ કહી મુહપત્તિ પડિલેહી, બે વંદન આપી નિષ્કપટપણે મનમાં ધારેલું તપનું ગુરુ પાસે પચ્ચખાણ ગ્રહણ કરે. ૨૬ તે પછી ‘રૂછાપો મપુટ્ટ એમ બોલી નીચે બેસી ‘વિશાનનોવન ઈત્યાદિ ત્રણ સ્તુતિઓ હળવા સ્વરથી કહે, તે પછી શકસ્તવ આદિથી દેવવંદન કરે ૨૭. હવે પફખી-પાક્ષિક પ્રતિક્રમણ ચતુદર્શીના દિવસે કરવું. તેમાં પ્રથમ આગળની જેમ “નંદિનું સૂત્ર કહેવા સુધી દૈવસિક પ્રતિક્રમણ કરીને, તે પછી સમ્યગ રીતે પખી પ્રતિક્રમણ આ ક્રમથી કરે. ૨૮ પહેલાં પફખી મુહપત્તિ પડિલેહીને વાંદણા આપી. “સંબુદ્ધા” ખામણાં કરે; પછી (પાક્ષિક અતિચારોથી) આલોચના કરે પછી વાંદણા “પત્તેએ પ્રત્યેક ખામણા કરી ખમાવે. ફરી વાંદણા દે અને પછી પાક્ષિક-પફખી સૂત્ર કહે ૨૯ તે પછી “વંદિતુ' સૂત્ર, તેમાં ‘સમુનિ મારVI પદ બોલતાં ઉભા થઈને ‘વંદિતું પૂર્ણ કર્યા પછી કાઉસ્સગ્ન કરે, પછી મુહપત્તિ પડિલેહણ કરી વાંદણા આપી “સમત્ત’ - સમાપ્ત ખામણાં અને ચાર થોભવંદના કરે. ૩૦ તે પછી પૂર્વ જણાવેલ વિધિ પ્રમાણે બાકી રહેલા દૈવસિક પ્રતિક્રમણ પૂર્ણ કરે પણ શ્રુતદેવતાને બદલે ભુવનદેવતાનો કાઉસ્સગ્ગ કહે અને સ્તવનના સ્થાને “અજિતશાંતિ-સ્તવ' કહે-એટલો ભેદ જાણવો ૩૧. એ પ્રમાણે પાક્ષિકના વિધિ પ્રમાણે ક્રમશઃ ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણનો વિધિ પણ જાણવો. માત્ર તે પાક્ષિક, ચાતુર્માસિક અને વાર્ષિક પ્રતિક્રમણોમાં નામો. જે જે પ્રતિક્રમણ હોય, તે કહેવા. ૩૨. તથા કાઉસ્સગ્નમાં અનુક્રમે બાર, વીશ અને નવકાર સહિત ચાલીશ લોગસ્સના કરવા અને “સંબુદ્ધા ખામણાં ત્રણ, પાંચ, સાત સાધુઓને યથાક્રમે અભુક્રિઓનાં ખામણાં કરવા. ૩૩. ‘પ્રતિક્રમણ વંદિતું સૂત્રનું વિવરણ ગ્રંથ-વિસ્તારના ભયથી અમે અહીં કહેલું નથી. ૩૫થ યોત્સ: – કાયા એટલે શરીરનો ઉત્સર્ગ એટલે ત્યાગ કરવો તે કાયોત્સર્ગ. તે કેવી રીતે કરવો ? તે માટે જણાવે છે કે, શરીરથી સ્થાન કરી જિન મુદ્રાથી ઉભા રહેવું. અપવાદ સ્થિર બેસવું વિગેરે. વચનથી મૌન અને મનથી શુભ ધ્યાન કરવું. તદુપરાંત “અન્નત્થ સૂત્રમાં કહેલી શ્વાસોચ્છવાસ આદિ અનિવાર્ય શારીરિક ચેષ્ટાઓ સિવાયની મન, વચન અને કાયાની સમગ્ર પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો તે કાયોત્સર્ગ કહેવાય તે કાયોત્સર્ગ કેટલા સમયનો અથવા ક્યાં સુધી કરવો ? તે માટે કહ્યું છે કે- જે કાઉસ્સગ્નમાં જેટલા શ્વાસોચ્છવાસ પ્રમાણ નવકાર, લોગસ્સ આદિ જણાવેલા હોય તે પૂર્ણ થાય તે પછી નમો રિહંતાઈ' એમ ઉચ્ચાર કરે ત્યાં સુધી ઉપર કહ્યા પ્રમાણે કાયાનો ત્યાગ કરવો, તે કાયોત્સર્ગ કહેવાય. તે કાયોત્સર્ગ બે પ્રકારનો-એક ચેષ્ટા પ્રવૃત્તિ વિષયક. બીજો ઉપસર્ગ-પરાભવ થાય તેવા પ્રસંગે. તેમાં જવું આવવું વિગેરે પ્રવૃત્તિને અંગે ઇરિયાવહિ આદિ પડિક્કમતાં જે કાઉસ્સગ્ન કરવામાં આવે છે, તે ચેષ્ટા પ્રવત્તિને અંગે સમજવો. અને જે આકસ્મિક ઉપસર્ગોને જિતવા માટે કરવામાં આવે છે. તે ઉપસર્ગ પ્રવૃત્તિ અંગે સમજવો. કહ્યું છે કે– “તે કાયોત્સર્ગ ચેષ્ટા અને પરાભવથી એમ બે પ્રકારે જાણવો. તેમાં ભિક્ષા માટે ફરવું ઇત્યાદિક પ્રવૃત્તિઓ માટે જે કરાય તે પહેલો અને ઉપસર્ગ પ્રસંગે જે કરાય. તે બીજો જાણવો. તેમાં ચેષ્ટા-કાયોત્સર્ગ તો જઘન્ય આઠથી માંડીને પચીશ. સત્તાવીશ, ત્રણસો પાંચસો અને એક હજાર અને આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ સુધીનો પણ હોય છે અને ઉપસર્ગાદિ પરાભવોને અંગે જે
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy