SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ રહી. લગભગ આ પ્રવચનધારા અડધી સદી સુધી ચાલી. તીવ્ર ક્ષયોપશમ બાળ મુનિરાજ માટે બિહારથી પંડિત બોલાવ્યા. અભ્યાસ અને અધ્યાપન શરૂ થયું. બાળમુનિનો ક્ષયોપશમ-ગ્રાસ્પિંગ પાવર એટલો તીવ્ર કે છ માસનો કોર્સ અઢી માસમાં પૂર્ણ કર્યો, અને વિહાર હોવાથી પંડિતજીને બોલાવ્યા સાહેબજીએ પૂછ્યું, પંડિતની ! બાપા વિદ્યાર્થી પૈસા હૈ ? ત્યારે સંઘના અગ્રણીઓ હાજર હતા. પંડિતજીએ કહ્યું મહારાજ જે વાત મુનિ તીવ્ર મેઘાવી છે. વિશ્વના हमे गेरलाभ हुआ है । छ मास का कोर्स ढाई मास में पूरा कर दिया । इसलिए हमे ढाई मास की દિ તારા મિત્રે ! આ વાર્તાલાપ સાંભળી સંઘવાળાએ છ માસનો પગાર આપી પ્રસન્ન કર્યા. અધ્યયન નિષ્ઠા પંડિતવર્ય વર્ષાનંદજી અને છોટાલાલજી સંસ્કૃત ભાષાના વિદ્વાન પંડિતો પૂજ્યશ્રીને ભણાવે. એક વખત પોતે એકલા ભણનાર. પાંચથી છ કલાક પાઠ-લે-આપે. આ જોઈ બંને પંડિતો ખુશ થઈ ગયા. રાત્રે પણ દસે કાળના દસગણના રૂપોનો સ્વાધ્યાય આદિ કરતા, દિવસે નવો પાઠ લેવો અને રાત્રે પુનરાવર્તન કરવું. આ રીતે અભ્યાસ કરતા કરતા શાસ્ત્રના પારગામી થયા. ગુરૂ વિરહ પૂ. વિલાસ વિજય મહારાજે છ વર્ષ સંયમ જીવનને પાળ્યું. જીવનમાં ઘણી તપશ્ચર્યા કરી. સુદીર્થ એવા ૩૧-૪પ-૬૦-૭૦ જેવા ઉપવાસો કરી ૧૯૯૬ના આસો સુદ ૭ના સમી મુકામે મહાપ્રયાણ કર્યું. બાળમુનિશ્રી ૐકાર વિજયજી પૂ. દાદા ગુરુની છત્રછાયામાં રહી અધ્યયન આદિમાં આગળ વધ્યા. અજોડ પ્રભાવકતા પૂજ્યશ્રીનું તીવ્ર મેધાવી વ્યક્તિત્વ, અત્યંત પ્રભાવશાળી વસ્તૃત્વ, અત્યંત ધારદાર મુદાસર પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રવચન આપતા હતા. તે સમયે જૂનાડીસાના મુમુક્ષુ સેવંતીભાઈ પૂજ્યશ્રીની પાસે અભ્યાસ કરતા હતા. તેઓ પૂજ્યશ્રીના શિષ્ય મુનિ જયાનંદ વિજય તરીકે પ્રસિદ્ધ થયા અને દાદા ગુરૂદેવને યોગ્યતા દેખાતા મુનિ ૐકાર વિજયજીને ૨૦૦૫માં યોગોદ્ધહન કરાવવા પૂર્વક રાધનપુરમાં ૨૦૦૬ના માગસર સુદ ૫ ના ગણી અને ૬ના દિવસે પંન્યાસ પદે વિભૂષિત કર્યા. મહેસાણામાં ૨૦૦૯નું ચાતુર્માસ કરી ૨૦૧૦માં ઉપધાન તપની આરાધના કરાવી. અને ત્યાં જ ૨૦૧૦ના મહા સુદ ૧ના ઉપધાન તપના માળારોપણ પ્રસંગે ૧૦ હજારની જનમેદની વચ્ચે પૂજ્યશ્રીને પંચપરમેષ્ઠિના તૃતીય પદે આરૂઢ કરાયા. - ગુરુકૃપા અને વિદ્વત્તાના કારણે પૂજ્યશ્રીની પ્રભાવકતા ખીલી ઉઠી, લોકો પણ પોતાના મહોત્સવ સંઘના અનુષ્ઠાનો પૂજ્યશ્રી પાસે જ કરાવવા તેવી ઈચ્છા દર્શાવતા હતા. છરિપાલક સંઘ, પ્રતિષ્ઠા, અંજન શલાકા આદિ અનેક અનુષ્ઠાનો પૂજ્યશ્રીની નિશ્રામાં સંપન્ન થયા. વાવ પથક વિ. સં. ૨૦૨૩માં વાવસંઘ રાધનપુર પૂજ્યશ્રીને વિનંતી માટે આવેલ. શાસન પ્રભાવનાનું વિશિષ્ટ કારણ જાણી આ. ભ. શ્રી વાવ પધાર્યા. તે સમયે આચાર્ય તુલસીનું પણ વાવમાં આગમન થયેલું અને બંને આચાર્યનું મિલન પાઠશાળાના હોલમાં યોજાયેલ અને જીનશાસનને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરેલ. પછી વાવ સંધે ચાર્તુમાસ માટે વિનંતી કરી. જુનાડીસા સંઘને રજા આપેલ. પરંતુ વાવ સંઘનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy