SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. આ. શ્રીકારસૂરિ જીવનચરિત્ર ૩૭ આગ્રહ જોઈ ચોમાસું વાવ કર્યું. અને ચાર્તુમાસ દરમિયાન અનેક ખાતા જોયા અને દરેકના બાકી નીકળતા પૈસા ભરવાનું સૂચન કર્યું. અને સંઘને દેવામાંથી મુક્ત કર્યો. ચાતુર્માસ પછી વાવપથકના ગામડામાં રેતાળ પ્રદેશમાં વિચર્યા. માડકા, તીર્થગામ, બેણપ, વાસરડા, સુઈગામ, મોરવાડા ગરાંબડી, ભરડવા, અસારા જેલાણા આદિ અનેક ગામમાં વિહારયાત્રા દ્વારા ધર્મનો પ્રચાર કર્યો. અને લોકોના ઉત્સાહને વધાર્યો. જૈનજૈનેતર વગેરેએ નિયમો લીધા. પાંજરાપોળમાં સુંદર દાન આપ્યું. જે જે ગામમાં જૈનોની વસ્તી હતી ત્યાં ત્યાં પૂજ્યશ્રીની પ્રેરણાથી જીનાલયો બન્યા. વિ. સં. ૨૦૨૭ પછી માડકા, ભરડવા, વાવ, તીર્થગામ આદિ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠા કરાવવી ૨૦૩૦માં ગોડીજીની પ્રતિષ્ઠા સાથે સાથે પૂ. આ. ભદ્રસૂરિ મ.સા.ના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ૧૦૮ છોડનું ઉજમણું કરવાપૂર્વક શાનદાર પ્રતિષ્ઠા મહોત્સવ થયો. ૨૦૪૧માં અજીતનાથ દાદાનું ઉત્થાપન થયું. નૂતન જીનાલયની શરૂઆત કરાવી અને પૂજ્યશ્રીના વરદ્હસ્તે અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવવાની જે સંઘની ભાવના હતી તે પૂર્ણ ન થઈ. જૂનાડીસામાં આદીશ્વર ભગવાનના જિનાલયનું શીલા સ્થાપન થયું, પરંતુ પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના હસ્તે ન થઈ શકી. તે પણ એક ભક્ત વર્ગનું સ્વપ્ન અધૂરું રહ્યું. ગુરુવિરહ જુનાડીસા નગર વિ. સં. ૨૦૩૩ના જેઠ મહિનામાં પાંથાવાડા મહોત્સવના છેલ્લા દિવસે પૂજ્યશ્રી દેરાસરમાં સિદ્ધચક્ર પૂજનમાં હતા અને સમાચાર આવ્યા. દાદા ગુરુદેવ બીમાર છે. સાંજે જ વિહાર કર્યો અને સવારે રસ્તામાં સમાચાર મળ્યા કે ગુરુદેવ ચાલ્યા ગયા. આથી વિરહની પ્રબળ વેદના થઈ. ભગવાન મહાવીર માટે ગૌતમ સ્વામીની જેમ. ગુરુ શિષ્યનું અંતિમ મિલન ન થઈ શક્યું. પોતાના ભવોદધિ તારક ગુરુદેવના અસીમ ઉપકારને તેઓ સતત યાદ કરતા. ભીલડીયાજી તીર્થમાં નૂતન ધર્મશાળા માટે પ્રેરણા કરી અને ગુરુભક્તોએ “વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “પાર્થ ભક્તિનગર” સંકુલ આકાર કર્યું. માડકા, જૂનાડીસા અને રાધનપુરમાં પૂ.આ. ભ. શ્રી ભદ્રસૂરિ મ.સા.ના ગુરુમંદિરો પૂજ્યશ્રીની પ્રેરણાથી બન્યા. પૂ. આ. ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા.ની જન્મભૂમિ રાધનપુરમાં પણ પૂજ્યશ્રીની સ્મૃતિ જળવાય તેવી પ્રેરણા આપી. વર્ષો પછી આજે પૂ. આ. ભ. અરવિંદ સૂરિ મ.સા. પૂ.આ. ભ. યશોવિજયસૂરિ મ.સા., પૂ. આ. ભ. મુનિચંદ્રસૂરિ મ.સા. આદિના માર્ગદર્શનથી વિજયભદ્ર સાધના સંકુલમાં જિનાલય ધર્મશાળા આદિનું નિર્માણ થઈ રહ્યું છે. ગરથ ગાંઠે વિદ્યાપાડે પૂજ્યશ્રી ઘણીવાર પોતાને અધ્યાપન કરાવનાર પંડિતોની વિદ્વત્તાની વાત કરતા. પંડિત છોટાલાલ પાણિની વ્યાકરણના અનુલોમ અને પ્રતિલોમ કડકડાટ બોલી જતા. અનુલોમ એટલે પહેલથી શરૂ કરીને છેલ્લે સુધી અને પ્રતિલોમ એટલે છેલ્લા સૂત્રોથી ઉંધા ક્રમમાં. આવા અધ્યાપકો પાસે સિદ્ધહેમ વ્યાકરણ ભણેલા પૂજ્યશ્રીની સ્મરણ શક્તિ અપ્રતીમ હતી. પૂજ્યશ્રીના અંતેવાસી વિદ્વદ્વર્ય શ્રી મુનિચંદ્ર વિજયજી મહારાજે તેઓશ્રીની અસાધારણ સ્મૃતિની વાત કહેલી. એ મને યાદ છે વર્તમાનાચાર્ય શાસ્ત્ર સંશોધક શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજના શબ્દોમાં “વિ. સં. ૨૦૨૪ની સાલ. મારી દીક્ષાનું બીજું વર્ષ પૂજ્યશ્રી મને વ્યાકરણ ભણાવતા. “સિદ્ધહેમ વ્યાકરણ ભણ્યાને ૩૦ વર્ષનો ગાળો થઈ ગયેલો. છતાં હું આશ્ચર્ય ચક્તિ થઈને રહેતો કે બધા સૂત્રો લગભગ એમને મોઢે. શબ્દસિદ્ધિ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy