SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ પૂ. આ. શ્રીૐકારસૂરિ જીવનચરિત્ર એ બરાબર નથી શા માટે બીજાનો જાન જોખમમાં મૂકવો ? પોતાનું જે થવાનું હોય તે થાય અને તેણે પગ છોડી દીધો, મૃત્યુની નજીકની ક્ષણોની આ વિચારધારા જન્માન્તરીય સાધના વિના કેમ ફૂરે ? પરમાત્માનું નામ લઈને હવે ચીનુકુમાર પોતાના પગને આમથી તેમ હિલોળે છે. ને આશ્ચર્ય ! પગ પગથિયે છબે છે, પગતળે પગથિયું આવતાં જ પગથિયે પગથિયે એ બહાર આવી ગયો. આ ઘટનાએ ભીતરમાં મોટી હલચલ મચાવી. કુમળા હૃદયમાં એક વાત નક્કર થઈ ગઈ કે દીક્ષા લેવા માટે જ નવું જીવન પામ્યો છું. લક્ષ્ય એકદમ સ્પષ્ટ બની ગયું. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજા સાથે ઈશ્વરભાઈના સસરા મુનિ લાભવિજય અને સાળા મુનિ સંયમ વિજયજી મ.સા.એ. દીક્ષા લીધેલી. પૂ. આ.ભ. ઝીંઝુવાડા પધાર્યા. એમના સત્સંગે ઈશ્વરભાઈના હૃદયમાં વૈરાગ્યભાવ દઢ થવા માંડ્યો. નાનકડો ચીનુ કહે હું પણ પિતાજીની સાથે દીક્ષા લેવાનો. વિ. સં. ૧૯૯૦ના મહા સુદ દસમના દિવસે ઝીંઝુવાડાની પાવન ધરતી પર પિતા પુત્રની આ બેલડીએ પરમ ગુરુદેવ શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં જીવન સમર્પિત કર્યું અને ત્યારથી આ પરિવારમાંથી દીક્ષાનો પ્રવાહ ચાલ્યો. પિતા ઈશ્વરલાલભાઈનું નૂતન નામ મુનિ શ્રી વિલાસ વિજયજી અને ચીનુકુમારનું નામ શ્રી ૐકાર વિજયજી પાડવામાં આવ્યું. જ્યોતિષ શાસ્ત્રોના અધ્યેતાઓને નવાઈ થઈ કે મીન રાશિમાંથી નામ મેષ રાશિમાં શી રીતે પહોંચ્યું? બન્યું એવું કે એ વખતે વ્યાકરણ, સાહિત્ય જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાત પં. વર્ષાનન્દજી પૂજ્યશ્રીની સાથે હતા. પંડિતજી એ જ આ નામાભિધાન સૂચવેલું. એમનો અભિમત એ હતો કે દીક્ષા એ નવો જન્મ છે, એથી એ સમયની લગ્નકુંડળીને આધારે નવું નામ પાડવું જોઈએ. પૂજ્યશ્રીએ એ અભિમતને સ્વીકારી લીધો અને ચીનુકુમાર બન્યા મુનિ ૐકાર વિજય. દીક્ષા પછીના થોડા સમયમાં જ દાદા ગુરુદેવની આંખો ઓપરેશનમાં ફેઈલ થઈ ગઈ. શિષ્યોની ઉદ્વિગ્નતાનો પાર ન રહ્યો. એક આંખ ઝામરમાં ગઈ, બીજી મોતિયાના ઓપરેશનમાં ગઈ. છતાં પૂજ્યશ્રી પ્રસન્ન હતા. હસતાં હસતાં શિષ્યોને કહ્યું કે – ચર્મચક્ષુ ગઈ પરંતુ આંતરચક્ષુ તો ખુલી જ છે ને ! બાળમુનિશ્રી ૐકાર વિજયજી દાદા ગુરુજીની શારીરિક પીડાના કારણે ઘણા જ વ્યથિત હતા. ગુરુદેવ તેમને આશ્વાસન આપતા કહ્યું: જ્ઞાનયોગ પૂર્ણ થયો ધ્યાનયોગ શરુ થયો, આવી ઘટનાઓનો વિષાદ ન હોય. અને ખરેખર પૂજ્યશ્રીએ જપયજ્ઞ શરૂ કરી દીધો. સવારે પાંચ વાગ્યાથી શરૂ થતી જાપ રૂપી અન્તરયાત્રા સાથે સાથે બાળમુનિશ્રીની જ્ઞાનયાત્રા પણ ચાલવા લાગી. આ યાત્રા રાત્રે દસ વાગ્યા સુધી ચાલતી હતી. ઉત્તરાધ્યયન સૂત્રની પંક્તિને પોતે જીવનમાં ઉતારી ગુરૂUTIK ગંતિસિય. બાલમુનિ સતત ગુરુદેવની નજીક રહેતા. પ્રવચન ધારા દિક્ષા પછીના બીજા વર્ષે ગુરુદેવે બાળમુનિને નજીક બોલાવી કહ્યું: ૐકાર આવતીકાલે તારે પ્રવચન આપવાનું છે. હંમેશા ગુરુઆજ્ઞા તહત્તિ કરનાર બાલમુનિ વિચારમાં પડી ગયા. મારાથી વ્યાખ્યાન કઈ રીતે અપાશે, મારી પાસે જ્ઞાન કયું? અને ગુરુદેવને ના પણ કેમ કહેવાય? “સાહેબજી, હું કઈ રીતે વ્યાખ્યાન વાંચીશ ?' સાહેબે કહ્યું જેમ મારી પાસે ગૌતમપૃચ્છા વાંચે છે તેમ બસ તારે એ રીતે વ્યાખ્યાન વાંચવાનું છે, અને તે દિવસથી શરૂ થયેલ પ્રવચનધારા જે વિ. સં. ૨૦૪૪ના વૈશાખ સુદ ૧ સુધી ચાલુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy