________________
સંઘએકતાસંયોજક શાસનધૌરેય
પરમ પૂજ્ય આ. ભ. શ્રીકારસૂરીશ્વરજી મહારાજા
જન્મ અને શૈશવ
શંખેશ્વર મહાતીર્થની પશ્ચિમ દિશામાં, કચ્છના રણને અડીને આવેલ ઝીંઝુવાડા નગર.
સેંકડો વર્ષ પ્રાચીન ગૌરવવંતા ઇતિહાસનું સાક્ષી બનેલ ઝીંઝુવાડા અત્યારે પણ પ્રાચીન સ્થાપત્યોથી રમણીય ગામ છે. કાળની થપાટો ખાઈને જીર્ણ થયેલ ગામ ફરતો વીંટળાયેલો પથ્થરનો કિલ્લો અને કળાપૂર્ણ પ્રતોલિકાઓથી યુક્ત સિંહદ્વાર દર્શકોને ચૌલુક્યોના ગૌરવપૂર્ણ શાસનકાળ સુધી લઈ જાય છે. તળાવના ઘાટ પાકા બાંધેલા છ. ગામથી દૂર ઝીલાદાન સરોવર, ગૌમુખીગંગા આદિ પાંચ જળસ્ત્રોતો છે, જે પંચ સરોવરના નામે ઓળખાય છે.
તે સમયે જૈનોના ૭૦ ઘરો હતા અને ગામની વસ્તી સાત હજારની હતી, શાંતિનાથ દાદાનું ભવ્ય જીનાલય ઉપર નીચે ત્રણ... ત્રણ.. ગર્ભગૃહ ઉપરાંત ઉપાશ્રય, પાઠશાળા, જ્ઞાનભંડાર, આયંબિલ શાળા આદિ ધર્મસ્થાનથી સુશોભિત હતું.
વિ. સં. ૧૯૭૯ના આસો સુદ તેરસના મંગળમય પ્રભાતે ગુરુદેવોના સાન્નિધ્યમાં ઉપધાન તપની નાણ મંડાઈને આરાધનાનો મંગળમય પ્રારંભ થયો. અને આવા મંગળમય દિવસે સમી સાંજે આજ ગામના રહેવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી ઈશ્વરલાલના ધર્મપત્ની કંકુબહેનની કુક્ષીએ પુત્રરત્નનો જન્મ થયો. લોકો એ બાળકને ઉપધાનિયા એવા નામથી બોલાવવા લાગ્યા. ચીનુ એવું નામકરણ પછી કરવામાં આવ્યું. ગોરો અને હસમુખો ચહેરો લોકોને ન બોલાવવો હોય તો પણ પરાણે બોલાવવો ગમે તેવો એ લાગતો હતો. જ્યારે પહેલી વખત ભવતારક શાંતિનાથ દાદાના દર્શન કરાવી પૂજ્યપાદ ગુરુદેવ પાસે લઈ જવાયો ત્યાર તેઓએ પણ ઉપધાનિયાને મસ્તકે વાસક્ષેપ ઠવી પરંપરાગત ‘નિત્યારગ પારગા હોહ !' નો મંગળ આશીર્વાદ ઉચ્ચારવાપૂર્વક કહ્યું. ઉપધાનની નાણના દિવસે અવતરનાર આ બાળક દીક્ષાની નાણ મંડાવશે. ચીનુ મોટો થતો જાય છે. શાળાના અને પાઠશાળાના અભ્યાસમાં એ મોખરે રહેતો હતો.
એક વખતની વાત.
ચીનુનું વય તે વખતે સાડા સાતનું, ભાઈબંધો સાથે તળાવે નહાવા ગયા. ભાઈ સાહેબ કિનારે બેઠા છે. તરતા આવડે નહીં પણ હજારોને ભવિષ્યમાં તારનાર આ માણસ કિનારે આખરે ચુપ્પ થઈ બેસી કેમ શકે ?
પગથિયે પગથિયે થોડુંક ઉતરવા વિચાર્યું, ઉતરવા જતા પગ લપસી ગયો. સામે અગાધ જળરાશિ અને તરવાનો કક્કો આવડે નહીં. એ ક્ષણોમાં આ ભવવૈરાગી આત્મા શું વિચારતો હશે ? પાછળથી તેમણે કહ્યું હતું તેમ એ ક્ષણોમાં એક જ વિચાર ઝબકેલો કે મારે તો દીક્ષા લેવાની છે. હવે શું થશે ? ને ત્યાં જ પાણીમાં તરતા એક છોકરાનો પગ ચીનુના હાથમાં આવી જાય છે પણ પેલો છોકરોય શિખાઉ છે, એ પોતાનો પગ છોડાવવા મથે છે, ચીનુને ભાસ થાય છે કે, આમ તો કદાચ બેઉં ડૂબશું, પણ ના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org