SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૪-૧૨૬ ૩૧૧ પવિત્ર વિશિષ્ટ ચારિત્રવાળા આચાર્યોના સંબંધ-નિશ્રા, તથા ‘તરસેવન' = તે સગુરુના વચન પ્રમાણે વર્તન કરવું. આ ગુરુ ભગવંતો કદાપિ અહિતકર ઉપદેશ આપે નહિ, માટે તેમના વચનની સેવા મવમવંડા = જ્યાં સુધી મોક્ષે ન જાઉં, ત્યાં સુધી અખંડ-સંપૂર્ણ હોજો . હવે સળંગ અર્થ કહે છે ીતરાગ ! હે જગદગસ ! આપનો જય થાઓ. હે ભગવંત ! આપના પ્રભાવથી મને સંસારનો કંટાળો, સત્યમાર્ગનો સ્વીકાર, લોકમાં ઈષ્ટ પ્રયોજનની સિદ્ધિ લોક-વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ માતા-પિતાદિક ગુરુઓની સેવા, પરોપકાર કરવાપણું, નિર્મળ ચારિત્રવંત ઉત્તમગુરુનો યોગ અને જ્યાં સુધી મોક્ષ ન જાઉં ત્યાં સુધી સંપૂર્ણપણે ગુરુના વચનની સેવા અર્થાત્ આજ્ઞાપાલન આટલું પ્રાપ્ત થાઓ” આ પ્રાર્થના પ્રાયઃ ત્યાગની અભિલાષારૂપ હોવાથી નિયાણારૂપ ગણાતી નથી અને તે પણ અપ્રમત્તસંયત' નામના સાતમા ગુણસ્થાનકની પહેલાં જ કરવાની હોય છે. કારણકે સાતમા ગુણસ્થાનકથી જીવને “સંસાર કે મોક્ષ એકેયની અભિલાષા રહેતી નથી. તેઓ શુભાશુભ સર્વે ભાવોમાં સમાન ભાવવાળા હોય છે. આ પ્રમાણે શુભ ફળની પ્રાર્થનારૂપ “જય વયરાય'ની બે ગાથા સુધી ઉત્કૃષ્ટ ચૈત્યવંદનાનો વિધિ જાણવો. | ૧૨૩ // હવે ત્યાર પછીના કર્તવ્યો જણાવે છે– २९५ ततो गुरूणामभ्यर्णे, प्रतिपत्तिपुरःसरम् । विदधीत विशुद्धात्मा, प्रत्याख्यानप्रकाशनम् ॥ १२४ ॥ અર્થ: ત્યારબાદ નિર્મળ ચિત્તવાળો તે (શ્રાવક) વંદનાદિની ભક્તિપૂર્વક ગુરુભગવંત પાસે જિનમંદિરમાં કરેલા પ્રત્યાખ્યાનને પ્રગટ કરે. અર્થાત્ ગુરુદેવના શ્રીમુખથી પ્રત્યાખ્યાન ગ્રહણ કરે. || ૧૨૪ || ટીકાર્થ : દેવવંદન કર્યા પછી દેવવંદન કરવા આવેલા કે સ્નાત્રાદિ મહોત્સવનાં દર્શન કે ધર્મોપદેશ આપવા પધારેલા અથવા તો વિહાર કરીને આવીને રહેલા હોય, તેવા ધર્માચાર્ય-ગુરુ ભગવંતોની પાસે સાડા ત્રણ હસ્તપ્રમાણ ક્ષેત્રની બહાર વંદન કરે કે વ્યાખ્યાન-શ્રવણ કરે, દંભ વગરનો-નિર્મલ ચિત્તવાળો દેવ સમક્ષ કરેલા પચ્ચકખાણને ગુરુ પાસે પ્રગટ કરે, કારણકે પ્રત્યાખાન-વિધિ ત્રણ પ્રકારનો છે. ૧. આત્મસાક્ષીવાળું (૨) દેવ સાક્ષીવાળું (૩) ગુરુ-સાક્ષીવાળું. પ્રતિપત્તિ પૂર્વક એમ જણાવ્યું તે ગુરુ-પ્રતિપત્તિવિનય બે શ્લોકથી કહે છે– २९६ अभ्युत्थानं तदालोके-ऽभियानं च तदागमे । शिरस्यञ्जलिसंश्लेषः, स्वयमासनढौकनम् ॥ १२५ ॥ २९७ आसानाभिग्रहो भक्त्या, वंदना, पर्युपासनम् । तद्यानेऽनुगमश्चेति, प्रतिपत्तिरियं गुरोः ॥ १२६ ॥ અર્થ ? હવે ગુરુદેવની ભક્તિના પ્રકારો જણાવે છે : (૧) ગુરુદેવના દર્શન થતાં જ ઉભા થવું. (૨) ગુરુદેવ આવે ત્યારે સામે લેવા જવું. (૩) મસ્તક ઉપર અંજલી જોડવી. (૪) ગુરુને આસન ઉપર બિરાજમાન કરવા. (૫) ગુરુદેવના બેઠા પછી બેસવું. (૬) ગુરુદેવની ભક્તિપૂર્વક વંદના અને સેવા કરવી અને (૭) ગુરુદેવ વિહાર કરે ત્યારે તેમને થોડા પગલા સુધી વળાવવા જવું. આ સર્વ પ્રકારો ગુરુભક્તિના છે. || ૧૨૫-૧૨૬ છે. ટીકાર્થઃ અભુત્થાન એટલે આદરપૂર્વક આસનનો ત્યાગ કરવો, ગુરુને જોતાં જ ઉભા થઈ તેમના
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy