SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સન્મુખ જવું. આવી ગયા હોય, ત્યારે મસ્તકે બે હાથ જોડી અંજલિ કરવી અને “નમો સિમUTINE' એવો પાઠ બોલવો. આ સર્વ પોતે કરવું પણ બીજાને ન મોકલવો અને જાતે આસન આપવું. તેઓ (ગુરુજી) આસન પર બિરાજમાન થયા પછી પોતે આસન પર બેસવું. બેઠા પછી ભક્તિપૂર્વક પચ્ચીશ આવશ્યક વિશુદ્ધ વંદના કરવી. જવાનું હોય છે, તેવામાં કાર્યમાં રોકાએલા ન હોય તો પર્યાપાસના-સેવા કરવી. તેઓ જાય ત્યારે કેટલાંક ડગલાં સુધી પાછા વળાવવા જવું. આ ધર્માચાર્ય ગુરુ મહારાજનો ઉપચાર-વિનય સમજવો. || ૧૨૫-૧૨૬ || २९८ ततः प्रतिनिवृत्तः सन्, स्थानं गत्वा यथोचितम् । सुधीर्धर्माऽविरोधेन, विदधीतार्थचिन्तनम् ॥ १२७ ॥ અર્થ : તે દેવમંદિરમાંથી પાછો ફરેલો (તે) બુદ્ધિશાળી શ્રાવક યથોચિત સ્થાનમાં જઈ ધર્મને બાધા ન થાય તેમ ધનની પ્રાપ્તિના ઉપાયોનું ચિંતન કરે. # ૧૨૭ || ટીકાર્થ દેહરાસરથી પાછા આવીને પોતપોતાને ઉચિત એવા સ્થાને અર્થાત્ રાજા હોય તો રાજસભામાં, પ્રધાનાદિક રાજસેવા કરતા હોય તો રાજકચેરીમાં, વેપારી હોય તો દુકાને જઈને. જિનધર્મને બાધા ન પહોંચે, તે પ્રમાણે બુદ્ધિશાળી શ્રાવક ધનોપાર્જનની ચિંતા કરે, અહીં અર્થ-ઉપાર્જનની ચિંતા કરી છે, તે અનુવાદ સમજવો. કારણકે તે તો દરેક વગર પ્રેરણાએ સ્વયં સિદ્ધ છે. અહીં વિધાન એ સમજવાનું કે ધર્મના અવિરોધપણે” ધર્મનો અવિરોધ આ પ્રમાણે રાજા હોય તેણે દરિદ્ર કે શ્રીમંત હોય. માનીતો કે અણમાનીતો હોય, ઉત્તમ હોય કે નીચ હોય, તે ભેદ રાખ્યા વગર ન્યાય આપવો. રાજસેવા કરનારાઓ રાજ્યની અને પ્રજાની યથાર્થ સેવા નિષ્ઠાપૂર્વક કરવી. વેપારીઓએ ખોટા તોલ-માપનો ત્યાગ કરી પંદર કર્માદાનનો વેપાર બંધ કરી અર્થની ચિંતા કરવી. ૧૨૭ || २९९ ततो माध्याह्निकी पूजां कुर्यात् कृत्वा च भोजनम् । तद्विद्भिः सह शास्त्रार्थ-रहस्यानि विचारयेत् ॥ १२८ ॥ અર્થ : ત્યારપછી મધ્યાહ્નકાળની પૂજા અને ભોજન કર્યા બાદ શાસ્ત્ર-રહસ્યોના જ્ઞાતા એવા અન્ય શ્રાવકો સાથે શાસ્ત્રાર્થની ચર્ચા-વિચારણા કરે. / ૧૨૮ || ટીકાર્થ : ત્યાર પછી દિવસના મધ્યાહનકાળે પ્રભુ પૂજા કરે અને પછી ભોજન કરે તે અનુવાદ સમજવો. મધ્યાહ્નપૂજા અને ભોજનનો કોઈ કાલ-નિયમ નથી. ભોજનકાલ તેને ગણેલો છે કે જ્યારે સખત ભૂખ લાગે એટલે વ્યવહારથી મધ્યાહન કાળથી પહેલા પણ પચ્ચખાણ પારીને દેવપૂજા કરવા પૂર્વક ભોજન કરે તો દોષ નથી. અહિ આ પ્રમાણે વિધિ છે– ‘જિનપૂજા ઉચિતદાન, કુટુંબ-પરિવારની સંભાળ લેવી અને તેને યોગ્ય ઉચિત કર્તવ્ય-પાલન કરવું. ભૂલચૂક હોય તો શિખામણ કે ઉપદેશ આપવો. તથા પોતાને કયું પચ્ચખાણ છે, તેનું સ્મરણ કરવું તથા ભોજન કર્યા પછી પોતાની શક્તિ અનુસાર “ગંઠસી, વેઢસી, મુઢસી” સાથેનું કોઈ પચ્ચકખાણ કરવું. ‘પ્રમાદિત્યાગની અભિલાષાવાળા આત્માઓએ ક્ષણવાર પણ પચ્ચખાણ વગર ન રહેવું જોઈએ.” શાસ્ત્રોના અર્થોનાં રહસ્યો ઐદંપર્યાયો-તાત્પર્યો-નીચોટની ચર્ચાવિચારણા તેવા જાણકારોનો સમાગમ કરી. ગુરુમુખે તેવા શાસ્ત્ર-રહસ્યો સાંભળવા છતાં પણ તેનું વારંવાર પરિશીલન-ચિંતન આદિ કરવામાં ન આવે તો તે પદાર્થો મનમાં સારી રીતે દઢ સ્થાપન કરી શકાતા નથી. // ૧૨૮ ||
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy