________________
૩૧૦
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ દેવો અવિરતિ હોવાથી તેઓને વંદન-પૂજન આદિ ઘટતા નથી, એ પ્રમાણે કરવાથી જ તેઓને ભાવની વૃદ્ધિ થતી હોવાથી સ્મરણ કરનારને ઉપકારદર્શક થાય છે. “અન્નત્થ' ની વ્યાખ્યા પહેલા કહી છે, તેમ સમજી લેવી, માત્ર તેયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ કહેવી. ફરી તે જ વિધિથી નીચે બેસીને પહેલાની માફક પ્રાણિપાતદંડક-નમુસ્કુર્ણ” કહે અને પછી મુક્તાશુક્તિ-મુદ્રા-પૂર્વક પ્રણિધાન કરે અર્થાત્ પ્રાર્થનાસૂત્ર બોલે, તે આ પ્રમાણેઃ
जय वीयराय ! जगगुरु ! होउ ममं तुह पभावओ भयवं । भवनिव्वेओ, मग्गाणुसारिआ इट्ठफलसिद्धि लोगविरुद्धच्चाओ गुरुजणपुआ परत्थकरणं च ।
सुहगुरुजोगो तव्वयणसेवणा आभवमखंडा ॥ २ ॥ ટીકાર્થ : “નય વીતરી ! નાિરો !' એટલે કે વીતરાગ ! હે જગદ્ગુરુ ! આપ જયવંતા વર્તા આ પ્રમાણે ભગવાન ત્રિલોકનાથને બુદ્ધિમાં સ્થાપન કરવા માટે આમંત્રણ કરેલું છે. “મવા મમ' પ્રાર્થના કરૂં, તે મને મળો, “તવ પ્રમાવત્' = તમારા પ્રભાવથી માવ' = હે ભગવંત ! બીજી વખત આ સંબોધન કરી તે પોતાની ભક્તિનો અતિશય બતાવે છે. શું મળો ? તે માટે કહે છે- “મવનિર્વેર' = જન્મ-મરણાદિક દુઃખવાળા સંસારનો કંટાળો થવા રૂપ ભવ-નિર્વેદ, ભવનો કંટાળો આવ્યા વગર કોઈ મોક્ષનો પ્રયત્ન કરતા નથી. ભવના નિર્વેદ વગર સંસારનો રાગ હોવાથી મોક્ષ માટે પ્રયત્ન કરે, તો પણ વાસ્તવિક પ્રયત્ન ગણાતો નથી. કારણ કે તે જડ-ક્રિયા સરખો છે, તથા “માનસરિતા' = આ દુરાગ્રહનો ત્યાગ કરવાપૂર્વક તત્ત્વભૂત સાચા માર્ગને અનુસરવાપણું તથા “રૂદ્ધસિદ્ધિ' = આ ભવના ઈષ્ટ પ્રયોજનની પ્રાપ્તિ તે થવાથી ચિત્તની સ્વસ્થતા થાય અને આત્મકલ્યાણનાં કાર્યોમાં પ્રવૃત્તિ કરી શકે. આ આશયથી આ લોકના ઈષ્ટફળની સિદ્ધિની પ્રાર્થના અનુચિત ન ગણાય તથા “નોવિ ત્યાઃ ' સર્વ લોકની નિંદા આદિ જ લોકવિરુદ્ધ કાર્યો મનાયાં હોય, તેવી પ્રવૃત્તિનો ત્યાગ કહ્યું છે કે
કોઈની પણ નિંદા ન કરવી, તેમાં ગુણવાનોની તો ખાસ ન કરવી. કારણકે તે લોકવિરુદ્ધ છે, તેમ જ સરળ માણસની ધર્મકરણીમાં થતી ભૂલની હાંસી કરવી, લોકોમાં માનનીય પૂજનીય હોય, તેની અવહેલના-અપમાન કરવું, જેના ઘણાં વિરોધી હોય, તેની સોબત કરવી, દેશ-કાલ-કુલ વગેરેના આચારોનું ઉલ્લંઘન કરવું એટલે કે વ્યવહારથી વિરૂદ્ધ ચાલવું અનાર્ય હલકા લોકને છાજે તેવો ઉભટ વેષ પહેરવો,તથા પોતે કરેલા દાન, તપ, યાત્રાદિકના પ્રસંગો જાતે પ્રગટ કરવા, કે બડાઈ ગાવી, તેને પણ કેટલાક આચાર્યો લોક-વિરુદ્ધ કહે છે તથા સાધુપુરુષો ઉપર સંકટ આવે તો ખુશ થવું અને સામર્થ્ય છતાં સંકટમાંથી બચાવવાનો ઉદ્યમ ન કરવો- આ જણાવેલાં કાર્યો લોકવિરૂદ્ધ ગણાય-આવા કામનો મારે ત્યાગ કરવો” (બીજું પંચાશક ગાથા ૮-૯-૧૦) તથા “ગુરુગનપૂના' એટલે ગુરુવર્ગની ઉચિત સેવારૂપ પૂજા.. જો કે ગુરુ તો ધર્માચાર્ય જ કહેવાય છે, તો પણ અહિં માતા-પિતા, કલાચાર્ય વગેરે પણ ગ્રહણ કરવા. કહ્યું છે કે – “માતા-પિતા કલાચાર્ય-વિદ્યાગુરુ તેમના સંબંધીઓ તથા વૃદ્ધો અને ધર્મોપદેશકો એ સર્વને સપુરુષો ગુરુ તરીકે માને છે.” (યોગબિંદુ ગા. ૧૧૦) તથા “પાર્થર, એટલે જીવલોકમાં સારભૂત બીજા જીવોના કાર્યો કરી આપવાં, તે ધર્મપુરુષાર્થનું ચિહ્ન છે. પૂર્વ જણાવ્યા તે ગુણોની પ્રાપ્તિરૂપ લૌકિક સુંદરતાને પામેલ હોય, તે જ લોકોત્તર ધર્મનો અધિકારી બને છે. તે માટે કહે છે કે – “ગુમગુરૂયોઃ ”