SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ૩૦૯ +44 છે કે સ્ત્રી પોતે અજીવ નથી, તેમ જ અભવ્ય પણ નથી. તેને સમ્યગ્દર્શન ન થાય, તેમ પણ નથી, મનુષ્ય નથી એમ પણ નથી, અનાર્યપણે ઉત્પન્ન થયેલ છે તેમ પણ નથી, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળી યુગલની પણ નથી. અતિક્રૂર બુદ્ધિવાળી છે એમ પણ નથી, સ્ત્રીને મોહનો ઉપશમ થતો નથી એમ પણ નથી, અશુદ્ધ આચારવાળી છે– એમ પણ નથી, અશુદ્ધ શરીરવાળી કે વજઋષભનારાચ સંઘયણ નથી હોતુ- તેમ પણ નથી. (ધર્મ) વ્યાપાર-રહિત નથી, અપૂર્વકરણ ગુણસ્થાનકની વિરોધિની નથી, અર્થાત્ તેને અપૂર્વકરણ ન જ હોય તેમ નથી. સર્વ વિરતિરૂપ છઠ્ઠા ગુણસ્થાનકથી ચૌદમા સુધીના નવગુણસ્થાનકો અથવા નવ એટલે નવાં નવાં ગુણસ્થાનકોથી રહિત જ હોય– એમ પણ નથી તેમ જ અકલ્યાણનું ભાજન છે અર્થાત્ મોક્ષ માટે અયોગ્ય જ છે– એમ પણ નથી; તો તે સ્ત્રીઓ ઉત્તમધર્મને એટલે કે મોક્ષને ન જ સાધે-એમ શી રીતે કહેવાય ? અર્થાત્ સ્ત્રીઓમાં પણ મોક્ષ-સાધનાને અંગે જરૂરી ભાવો હોઈ શકે છે અને તેથી સ્ત્રીઓ પણ તે ભવમાં મોક્ષે જઈ શકે છે. અહિં કહેવાનું તાત્પર્ય એ છે કે ‘સમ્યગ્દર્શન પામ્યા પછી ઉત્તમ ભાવનાપૂર્વક કરેલો એક જ નમસ્કાર તેવા ઉત્તમ અધ્યવસાયને પ્રગટ કરે છે કે, જે અધ્યવસાયથી ‘ક્ષપકશ્રેણિને’ પામીને સંસાર-સમુદ્રનો પાર પામે છે' એ પ્રમાણે મોક્ષ પ્રાપ્ત કરાવનાર અધ્યવસાયમાં નમસ્કાર કારણરૂપ છે, તો પણ ઉપચારથી કારણને કાર્યરૂપ માનીને નમસ્કારને જ સંસારથી પાર ઉતારનાર કહ્યો, અહીં એમ પ્રશ્ન થાય કે, નમસ્કારથી મોક્ષ થાય માટે ચારિત્રનું કંઈ ફલ નથી, તો એ વાત યોગ્ય નથી, કારણ કે નમસ્કારથી પ્રાપ્ત થતા મોક્ષપ્રાપક અધ્યવસાયો એ જ (નિશ્ચય) ચારિત્ર છે. આ ગાથોના સળંગ અર્થ એમ થયો કે ‘જિનવરોમાં વૃષભ સરખા શ્રીવર્ધમાન સ્વામીને કરેલો એક નમસ્કાર પણ પુરુષને અથવા સ્ત્રીને સંસાર-સમુદ્રથી તારે છે' ‘સિદ્ધાણં બુદ્ધાણ' સૂત્રની આ ત્રણ ગાથાઓ ગણધરકૃત હોવાથી નિયમથી બોલાય છે, કેટલાક તે ઉપરાંત આ બીજી બે ગાથા પણ તેની પછી બોલે છે, તે આ પ્રમાણે છેઃ— उज्जितसेलसिहरे दिक्खा नाणं निसीहिया जस्स । तं धम्मचक्कवट्टिं अरिट्ठनेमिं नम॑सामि चत्तारिअट्ठ दस दोअ, वंदिआ जिणवरा चउवीसं । परमट्ठनिद्विअट्ठा सिद्धा सिद्धि मम दिसंतु " પ્ 11 ઉજ્જયંત શૈલ એટલે ગિરનાર પર્વતના શિખર પર જેમના દીક્ષા, કેવલ-જ્ઞાન અને મોક્ષ કલ્યાણકો થયા છે, તે ધર્મચક્રવર્તી અરિષ્ટનેમિ-નેમિનાથ ભગવંતને હું નમસ્કાર કરું છું. ૪. અષ્ટાપદપર્વત ઉપર ભરત ચક્રવર્તીએ ભરાવેલા અને અનુક્રમે પૂર્વાદિ દિશા સન્મુખ સ્થાપન કરેલા ચાર, આઠ, દસ અને બે એમ ચોવીશ જિનવરો, કે જેઓના સર્વ કાર્યો યથાર્થ પૂર્ણ થયા છે અને તેથી જેઓ સિદ્ધ થયા છે, તેઓને હું વંદન કરું છું. તેઓ મને સિદ્ધિ આપો. - 11 ૪ 11 આ પ્રમાણે કહ્યા પછી એકઠા કરેલા પુણ્ય સમૂહવાળો ઉચિત કાર્યોમાં ઉચિત પ્રવૃત્તિવાળો છે– એમ જણાવવા માટે આ પાઠ બોલે– ‘વેયાવધ્વારાળ સન્તિવાળું સમ્મિિદ્વસમાહિારાનું રેમિ વાડÆ ' એટલે શ્રી જૈનશાસનની સેવા-રક્ષારૂપ વેયાવચ્ચ કરવામાં તત્પર એવા ગોમુખ યક્ષ અપ્રતિચક્રા-ચક્રેશ્વરી દેવી, યક્ષ-યક્ષિણીઓ, સર્વલોકમાં શાંતિ કરનારા, સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિમાં સહાય કરનારા એવા સમ્યગ્દષ્ટ શાસનદેવોને ઉદ્દેશીને કાઉસ્સગ્ગ કરું છું. અહીં સાતમી વિભક્તિના અર્થમાં છઠ્ઠી વિભક્તિ કહેલી છે માટે, અહિં ‘વંતળવત્તિમાÇ' બોલવું નહિ પણ લાગલું જ ‘અન્નત્થ' સૂત્ર બોલવું, કારણકે
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy