SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ જણાવ્યા તે યોગ્ય છે.' આ પ્રમાણે આ ગાથાનો સળંગ અર્થ એ થયો કે “સિદ્ધ થએલા, બુદ્ધ થએલા, સંસારના પારને પામેલા, પરંપરાએ સિદ્ધ થએલા, લોકાગ્ર પર રહેલા, એવા સર્વ સિદ્ધોને સદા નમસ્કાર થાઓ.' આ પ્રમાણે સામાન્યથી સર્વસિદ્ધોની સ્તુતિ કરીને નજીકના ઉપકારી વર્તમાન શાસનાધિપતિ શ્રી મહાવીરસ્વામી - વર્ધમાનસ્વામિની સ્તુતિ કરે છે – जो देवाण वि देवो, जं देवा पंजली नमसंति । तं देवदेवमहिअं सिरसा वंदे महावीरं તેમાં ‘:' = જે ભગવાન મહાવીર લેવાનામપિ' એટલે ભવનપતિ વિગેરે સર્વ દેવોને પૂજ્ય હોવાથી તેઓના પણ દેવઃ દેવ છે અને એથી જ ‘યં દેવી: પ્રાયો નથતિ' “જેઓને દેવો પણ વિનયપૂર્વક બે હાથની અંજલિ કરીને નમસ્કાર કરે છે, તે દેવદેવ'–હિત એટલે તે દેવોના પણ દેવ ઈન્દ્રાદિક તેનાથી પૂજાએલા “મહાવીર' = ભગવંત શ્રી મહાવીરને રિક્ષા વક્વે' = મસ્તક વડે વંદન કરું છું. મસ્તક વડે કથન અત્યંત આદર બતાવવા માટે સમજવું. હવે મહાવીર કેવા ? તે કહે છે – વિશેષ પણ એટલે સર્વથા કર્મોને ઈરણ કરે એટલે નાશ કરે, અથવા જેઓ વિશેષપણે પરાક્રમ કરવા પૂર્વક મોક્ષમાં જાય, તે વીર અને વીરોમાં પણ મહાન એટલે ભગવંત હોવાથી “મહાવીર' એવું નામ દેવોએ આપેલું છે, તેઓને મસ્તકથી વંદન કરું છું. સળંગ અર્થ એમ થયો કે- જે દેવોના પણ દેવ છે, અને તેથી સર્વે દેવો જેમને બે હાથની અંજલિ જોડીને નમસ્કાર કરે છે, તે ઈન્દ્રો વિગેરેથી પૂજાએલા શ્રી મહાવીરને હું મસ્તક વડે વાંદું છું.” આ પ્રમાણે સ્તુતિ કરીને ફરી તેઓની સ્તુતિનો મહિમા વર્ણવવા દ્વારા બીજાઓના ઉપકાર માટે અને પોતાના ભાવની વૃદ્ધિ કરવા માટે સ્તુતિનું ફળ બતાવનારી ગાથા કહે છે – इक्को वि नमुक्कारो, जिणवरवसहस्स वद्धमाणस्स । संसार-सागराओ, तारेइ नरं व नारिं वा ॥ ३ ॥ “ોડા નમ:' એટલે બહુ વખત નમસ્કારની વાત તો દૂર રાખીએ, માત્ર એક જ વખત નમસ્કાર-જે દ્રવ્યથી મસ્તકાદિ નમાવવા રૂપ શરીર-સંકોચ અને ભાવથી મનની એકાગ્રતારૂપ સંકોચ લક્ષણ, ‘બિનવારવૃષમાય' = અહીં જિન કહેતાં શ્રુતજિન, અવધિજિન વગેરે તેમાં પણ “વર' એટલે શ્રેષ્ઠ સામાન્ય કેવલી, તેઓમાં વૃષભ સમાન એટલે સામાન્ય કેવલીઓમાં પણ તીર્થકર નામકર્મના ઉદયવાળા ભગવંત હોવાથી ઉત્તમ માટે, જિનવરમાં વૃષભ સરખા, ઋષભ આદિ સર્વ તીર્થકરો વૃષભ સરખા ઉત્તમ છે, તેથી અહીં વિશેષનામ કહે છે કે- ‘વર્ધમાનાય' “વર્ધમાનસ્વામીને આદરપૂર્વક કરેલો એક પણ નમસ્કાર' એમ વાક્યર્થ જોડવો, એવો કરેલો નમસ્કાર શું કાર્ય કરે છે ? તે જણાવે છે કે– સંસારસા RI તારતિ' = તિર્યંચ, નરક, મનુષ્ય અને દેવરૂપે જીવોનું પરિભ્રમણ-સંસરણ તે સંસાર આ સંસાર ભવસ્થિતિ, કાયસ્થિતિ વડે અનેક પ્રકારની અવસ્થાવાળો હોવાથી સમુદ્ર માફક તેનો પાર પામવો મુશ્કેલ હોવાથી સાગર જેવો, માટે સંસાર, એ જ સાગર. એવા સંસાર-સાગરથી જે તારે - પાર પમાડે છે, કોને ? “નર વ નારિ વીપુરુષ કે સ્ત્રીને અહિ ધર્મમાં પુરુષની પ્રધાનતા જણાવવા માટે પ્રથમ “પુરુષને એમ કહ્યું છે, અને સ્ત્રીઓને પણ તે જ ભવમાં તારે છે, અથવા સંસારનો ક્ષય કરી મોક્ષ પમાડે છે, તે જણાવવા માટે નારિ વા ગ્રહણ કર્યું છે. દિગમ્બરોનો યાપનીયતંત્ર નામનો એક પક્ષ છે કે જે સ્ત્રીને મોક્ષ માને છે, તેમાં કહ્યું
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy