SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ૩૦૭ (૧૨) અન્યલિંગ સિદ્ધ (૧૩) ગૃહસ્થલિંગ સિદ્ધ (૧૪) એક સિદ્ધ (૧૫) અનેક સિદ્ધ-એમ પંદર ભેદો જાણવા તેમાં ૧. તીર્થ એટલે ચતુર્વિધ શ્રમણસંધરૂપ તીર્થ ઉત્પન્ન થયા પછી જે સિદ્ધિ પામ્યા. તે તીર્થ સિદ્ધો. ૨ તીર્થનો વિચ્છેદ થયો હોય અથવા તીર્થના વચ્ચેના આંતરા કાળમાં જ્યારે સાધુઓનો વિચ્છેદ હોય, ત્યારે જાતિસ્મરણાદિ જ્ઞાનના યોગે, મોક્ષમાર્ગ પામીને સિદ્ધ થયેલા અથવા મરુદેવા-માતા માફક તીર્થ સ્થપાયા પહેલા જ સિદ્ધ થયા હોય, તે અતીર્થસિદ્ધ કહેવાય ૩. તીર્થંક૨૫ણું ભોગવીને સિદ્ધ થએલા તીર્થંકરો તે તીર્થંકર સિદ્ધ ૪. બાકીના સામાન્ય કેવલી થઈ સિદ્ધ થએલા, તે સર્વ અતીર્થંકર સિદ્ધ ૫. પોતાની મેળે બોધ પામી સિદ્ધ થયા, તે સ્વયંબુદ્ધ સિદ્ધો. ૬. પ્રત્યેકબુદ્ધ થઈને સિદ્ધ થયાં. તે પ્રત્યેકબુદ્ધ સિદ્ધો સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધમાં બોધિપ્રાપ્તિના પ્રકારમાં ઉપાધિમાં શ્રુતજ્ઞાન અને વેષમાં પરસ્પર ફક હોય છે. સ્વયંબુદ્ધ કોઈ બાહ્ય નિમિત્ત કે ઉપદેશ વિના જ બોધ પામે છે અને પ્રત્યેકબુદ્ધ જેમ કરઠંડુ બળદની વૃદ્ધાવસ્થા દેખી બોધ પામ્યા. તેમ વૈરાગ્યના કોઈ બાહ્ય નિમિત્તથી બોધ પામે છે. ઉપધિમાં સ્વયંબુદ્ધને પાત્ર વિગેરે બાર પ્રકારની ઉપધિ છે અને પ્રત્યેકબુદ્ધને ત્રણ કપડાં સિવાય નવ પ્રકારની ઉપધિ હોય છે. સ્વયંબુદ્ધને પૂર્વમાં પૂર્વેનું ભણેલું જ્ઞાન વર્તમાનમાં હોય તેવો નિયમ નથી. જ્યારે પ્રત્યેકબુદ્ધને તે જ્ઞાન નિયમથી હોય છે. સ્વયંબુદ્ધ સાધુવેષ પ્રાયઃ ગુરુની સાંનિધ્યમાં પણ ગ્રહણ કરે છે, જ્યારે પ્રત્યેકબુદ્ધને નિયમથી દેવતા સાધુવેષ આપે છે. આ પ્રમાણે તે બેમાં અંતર છે. તે સિવાયના ‘બુદ્ધ' એટલે જ્ઞાની આચાર્ય આદિના ઉપદેશથી બોધ પામીને સિદ્ધ થયા તે બુદ્ધબોધિત કહેવાય. એ દરેક પ્રકારોમાં કેટલાંક સ્ત્રીલિંગ સિદ્ધ થયા, તે ૮-સ્ત્રીલિંગ સિદ્ધ, પુરુષલિંગે મોક્ષ ગયા તે ૯-પુરુષલિંગસિદ્ધ, નપુંસકલિંગે મોક્ષ ગયા, તે ૧૦-નપુંસકલિંગસિદ્ધ. વચમાં શિષ્યે શંકા કરી કે શું તીર્થંકરીપણે પણ સ્ત્રીઓ સિદ્ધ થાય છે અને તેઓના તીર્થમાં સામાન્ય કેવલિપણે અતીર્થંકર અને અતીર્થંકરીઓ પણ સિદ્ધ થાય છે, પરંતુ તે બંનેમાં અતીર્થંકરી સિદ્ધોનું પ્રમાણ વધારે એટલે અસંખ્યાતગણું છે. તીર્થંકરસિદ્ધો નપુંસકલિંગે સિદ્ધ થતાં જ નથી, તથા પ્રત્યેકબુદ્ધસિધ્ધિ પુરુષલિંગ જ સિદ્ધો થાય. ૮૯-૧૦ રજોહરણ આદિ દ્રવ્યલિંગરૂપ સ્વલિંગે સિદ્ધ થાય, તે સ્વલિંગસિદ્ધો ૧૧, પરિવ્રાજક આદિના બીજાના લિંગે સિદ્ધ થાય તે, અન્યલિંગસિદ્ધો, ૧૨, મરુદેવી આદિ ગૃહસ્થલિંગે સિદ્ધ ૧૩, એક સમયે એક જ સિદ્ધ તે એક સિદ્ધ ૧૪, એક સમયે ૧૦૮ સિદ્ધ થયા તે, અનેક સિદ્ધ ૧૫ એમ પંદરભેદે સિદ્ધો કહ્યા, જે માટે કહેલું છે કે ‘એકથી માંડી બન્નીશપર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી, તેત્રીશથી અડતાલીશ પર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી સાત સમય સુધી, ઓગણપચાસથી સાઠ સુધી સાથે સિદ્ધ થના૨ા ઉત્કૃષ્ટથી છ સમય સુધી, એકસઠથી બહોતેર પર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી પાંચ સમય સુધી તહોંતેરથી ચોરાશી પર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી ચારસમય સુધી, પંચાશીથી છનું પર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધી. સત્તાણુંથી એકસો બે પર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટ બે સમય સુધી. એકસો ત્રણથી આઠ પર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી એક સમય સુધી જ મોક્ષમાં જાય છે, ત્યારબાદ નક્કી વચ્ચે અંત૨ અર્થાત્ ગાળો પડે. અહિં શિષ્યે પ્રશ્ન કર્યો કે :- ‘આ સિદ્ધના પંદર ભેદોમાં પ્રથમ તીર્થસિદ્ધ અને બીજા અતીર્થસિદ્ધ આ બે પ્રકારોમાં જ બાકીના ભેદ સમાઈ જાય છે. કારણકે તીર્થંકર સિદ્ધ વિગેરે, કાં તો તીર્થસિદ્ધ હોય કે અતીર્થસિદ્ધ હોય, તો બાકીના ભેદોનું શું પ્રયોજન છે ?’ ઉત્તર :– ‘તમારી વાત સત્ય છે. છતાં બે જ ભેદ કહેવામાં બાકીના ભેદોનું જ્ઞાન થઈ શકે નહિ, માટે નવીન વસ્તુનું જ્ઞાન કરાવવા માટે ઉત્તરભેદો
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy