SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ છે.' તેમના એ મતનું ખંડન કરવા માટે કહે છે કે- ‘પાર ક્લેમ્સઃ' સંસારના પાર અર્થાત અંતને પામેલા, અથવા સંસારના પ્રયોજનના અંતને પામેલા, તેઓને નમસ્કાર થાઓ. તે પાર પામેલા માટે પણ કેટલાક યદચ્છાવાદીઓ કહે છે- “જેમ કોઈ દરિદ્રને એકાએક રાજ્ય મળી જાય, તેમ જીવ પણ આકસ્મિક સિદ્ધ થાય. તેમાં ક્રમ જેવી કોઈ વસ્તુ હોતી નથી. તેમનું ખંડન કરતા કહે છે કે “પરંપરજોગ:' એટલે પરંપરાએ સિદ્ધ થયેલાઓને નમસ્કાર થાઓ. અહીં પરંપરા એટલે ચૌદ ગુણસ્થાનકોના ક્રમે જેનો આત્મા વિકાસ પામ્યો છે, અથવા કોઈ પ્રકારે કર્મના ક્ષયોપશમ આદિની સામગ્રીના યોગે પ્રથમ સમ્યગુ પછી સમ્યગુજ્ઞાન તેથી સમ્યફચારિત્ર એવા ક્રમથી જેણે ગુણ-પ્રાપ્તિ કરી છે, તે પરંપરાથી સિદ્ધ થયેલાઓને આ સિદ્ધોને કેટલાક મોક્ષરૂપ નિયત સ્થાનને બદલે અનિયત સ્થાને રહેલા માને છે. તેઓ એમ કહે છે કે – જ્યાં આત્માના સંસાર કે અજ્ઞાનરૂપ લેશોના નાશ થાય છે, ત્યાં તેનું વિજ્ઞાન સ્થિર રહે છે અને અને લેશોના સર્વથા અભાવ થવાથી અહીં સંસારમાં તેને કદાપિ લેશ પણ બાધા કે દુઃખ હોતા નથી. તેમની આ માન્યતાનો નિરાસ કરવા માટે કહે છે કે- નો પ્રમુપતેગ્ય: અહીં લોકાગ્ર એટલે ચૌદરાજરૂપ લોકની ઉપર અંત ભાગમાં રહેલી ઈષતપ્રાગભારા' નામની સિદ્ધશિલા પૃથ્વી, તેની “ઉપ' એટલે સમીપે, અર્થાત, તે સિવાય બીજા કોઈ સ્થળે નહિ, પણ સર્વ કર્મોનો ક્ષય કરવા પૂર્વક ત્યાં જ પહોંચેલા, ત્યાં જઈને રહેલા એવા સિદ્ધોને કહેલું છે કે – “જ્યાં સિદ્ધનો એક આત્મા છે. ત્યાં સંસારનો ક્ષય થવાથી મુક્ત થયેલા અનંતા બીજા સિદ્ધો એકબીજાને અગવડ કર્યા વગર અનંતા સુખને પામેલા સુખેથી રહેલા છે. (આ. નિ. ૯૭૫) તેમને નમસ્કાર હો. પ્રશ્ન કર્યો કે, સર્વ કર્મો ક્ષીણ થયા પછી તે જીવની લોકાગ્ર સુધી ગતિ કેવી રીતે થાય ? સમાધાન કરતા કહે છે કે– “પૂર્વ-પ્રયોગ આદિ કારણોના યોગે તેઓ સિદ્ધિગતિ પામે છે. કહેવું છે કે – ‘પૂર્વ પ્રયોગની સિદ્ધિથી એટલે જેમ ધનુષ્યમાંથી છૂટેલું બાણ પૂર્વપ્રયોગથી સ્વયં આગળ જાય છે, તેમ જીવ કર્મથી મુક્ત થતાં જ ઊર્ધ્વગતિ કરે છે, વળી જેમ એરંડાની ફળીમાંથી છૂટતા જ એરંડાનો દાણો આપોઆપ ઉછળે છે, તેમ જીવ કર્મરૂપબંધનમાંથી છૂટતા જ ઊર્ધ્વ-ગમન કરે છે, જેમ માટીના લેપથી ખરડાયેલ તુંબડું જળમાં ડુબાડી દેવામાં આવે, ત્યાર પછી માટી ધોવાઈ જતાં તે તરત જ સ્વયં ઉપર આવી જાય, તેમ જીવનો કર્મલપ ધોવાતા જ અસંગ બનતા જ જીવ ઊર્ધ્વગમન જ કરે છે. જીવનો ઊર્ધ્વગમન કરવાનો સહજ કુદરતી સ્વભાવ હોવાથી સિદ્ધો ઊર્ધ્વગતિ પામે છે.” ફરી પ્રશ્ન કર્યો કે- “જીવ સિદ્ધિક્ષેત્રથી આગળ ઊંચે, નીચે કે તિચ્છ કેમ જતો નથી ? તેનો પણ ઉત્તર કહે છે કે- “ગૌરવ એટલે કર્મનો ભાર છુટી જવાથી અને નીચે જવાના કારણરૂપ બીજા કસાનો સંગ ન હોવાથી મુક્ત થએલો જીવ નીચે જતો નથી. જેમ પાણીની સહાયતાના અભાવે પાણીની સપાટીથી આગળ ઉંચાણમાં નાવડી જઈ શકતી નથી, તેમ જીવ પણ જવા માટે ગતિ-સહાયક ધર્માસ્તિયકાય દ્રવ્યો ઉપર અલોકમાં અભાવ હોવાથી, ધર્માસ્તિકાય છે, ત્યાં સુધી-એટલે લોકને જઈ અટકી જાય છે, તેથી ઉપર જતો નથી અને તિર્જી ગતિના કારણભૂત યોગો કે તેના વ્યાપારી ન હોવાથી તિÚ ગમન પણ કરતો નથી, માટે સિદ્ધોની લોકના અગ્રભાગ સુધી જ ઊર્ધ્વગતિ છે' એ પ્રમાણે લોકના અગ્રભાગ પર રહેલા સિદ્ધોને નમસ્કાર થાઓ. વળી– નમ: સતા સર્વસિ : એટલે જેમના સર્વ સાધ્યો સિદ્ધ થયાં છે, અથવા તીર્થસિદ્ધ આદિ ભિન્ન ભિન્ન પ્રકારે જેઓ સિદ્ધ થયા છે, તે સર્વસિદ્ધોને હંમેશા નમસ્કાર થાઓ કહ્યું છે કે – (૧) તીર્થસિદ્ધ (૨) અતીર્થસિદ્ધ (૩) તીર્થકર સિદ્ધ (૪) અતીર્થકર સિદ્ધ (૫) સ્વયંબુદ્ધ સિદ્ધ (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ (૭) બુદ્ધબોધિત સિદ્ધ(૮) સ્ત્રીલિંગ સિદ્ધ (૯) પુરુષલિંગ સિદ્ધ (૧૦) નપુસંકલિગ સિદ્ધ (૧૧) સ્વલિંગ સિદ્ધ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy