________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩
૩૦૫
જાસ્થળ વંળ' વગેરે ‘અપ્પાનું વોસિરામિ' સુધીનો પાઠ કહેવો, જેનો અર્થ પહેલાં કહેવાઈ ગયો છે, માત્ર શ્રુતસ્ય મળવત' એટલે કે પ્રથમ સામાયિકસૂત્ર એટલે ‘કરેમિભંતે’ સૂત્રથી માંડીને બિન્દુસાર નામના દૃષ્ટિવાદના છેલ્લાં અધ્યયન સુધી એટલે દ્વાદશાંગીરૂપ સમગ્ર ‘શ્રુત’ યશ, પ્રભાવ આદિ ભયુક્ત હોવાથી ‘ભગવત્' આવા શ્રુત ભગવંતની આરાધના માટે કાઉસ્સગ્ગ કરું છું ત્યાર પછી પહેલાની માફક ધારીને શ્રુતની સ્તુતિ બોલે.
શ્રુતની ત્રીજી સ્તુતિ કહ્યા પછી શ્રુતમાં કહેલાં અનુષ્ઠાનો પરંપરાના ફલરૂપ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરવા માટે આ પાઠ બોલે:
सिद्धाणं, बुद्धाणं, पारगयाणं परंपरगयाणं लो अग्गमुवगयाणं, नमो सया सव्वसिद्धाणं
॥ ૧ ॥
ટીકાર્થ : અહીં સિદ્ધ કહેતા સિદ્ધ થએલા—' જેને ફરી રંધાવાનું નથી. એવા રાંધેલા ભાતની જેમ જેઓની પોતાના તે તે ગુણોથી સિદ્ધ થએલા-પૂર્ણ થયાં, તે તે વિષયમાં હવે તેમને કંઈ પણ કરવાનું બાકી નથી, તેઓ સિદ્ધ, તેઓને નમસ્કાર થાઓ, એમ વાક્યનો સંબંધ જોડવો, એમાં પણ સામાન્યથી કર્મ-સિદ્ધ વગેરે અનેક પ્રકારો પણ કહેલા છે, કહ્યું છે કે– ‘કર્મ, શિલ્પ, વિદ્યા, મંત્ર, યોગ, આગમ, અર્થ, યાત્રા અભિપ્રાય, તપ અને કર્મક્ષય-સિદ્ધ એમ અગિયાર પ્રકારના સિદ્ધો કહેલા છે,' તેમાં કોઈ શિખવનાર આચાર્યના ઉપદેશ વગર જ ચાલુ થયા હોય જેવા કે ભાર ઉપાડવો, ખેતી કરવી, વેપાર વગેરે કાર્યો કર્મ, ‘સહ્યગિરિ-સિદ્ધ’ની માફક પારંગત-નિષ્ણાંત હોય તે કર્મસિદ્ધ કહેવાય, (૧) કોઈ આચાર્યના ઉપદેશથી લોકોમાં ચાલુ થયું હોય, તે લુહાર, ચિત્રકાર, મૂર્તિ ઘડનાર આદિની કળાઓ શિલ્પ કહેવાય, તેમાં કોકાસ સુથાર માફક જે નિષ્ણાત હોય તે શિલ્પસિદ્ધ કહેવાય (૨) જાપ, હોમ આદિથી ફળ આપનાર વિદ્યા, જાપ આદિથી રહિત માત્ર પાઠ બોલાવવાથી સિદ્ધ થાય તે મંત્ર, સ્ત્રી અધિષ્ઠાયક દેવતાવાળી વિદ્યા અને પુરૂષ અધિષ્ઠાયક દેવતાવાળો મંત્ર, તેમાં આર્ય ખપુટાચાર્ય માફક વિદ્યાસિદ્ધિ થયા હોય, તે વિદ્યાસિદ્ધ (૩) સ્તંભકાર્ષકની જેમ મંત્રસિદ્ધ (૪) અનેક ઔષધિઓ ભેગી કરી લેપ, અંજન આદિ તૈયાર કરે તે યોગ, તેમાં આર્ય સમિતાચાર્ય માફક સિદ્ધ થયા હોય, તે યોગસિદ્ધ કહેવાય. (૫) આગમ એટલે બાર અંગો-પ્રવચન તેમાં અસાધારણ અર્થ જાણનાર સિદ્ધ હોવાથી ગૌતમસ્વામી માફક આગમસિદ્ધ (૬) અર્થ એટલે ધન તે બીજાની અપેક્ષાએ મમ્મણ માફક પુષ્કળ પ્રાપ્ત થયું હોય તે અર્થસિદ્ધ (૭) જળમાર્ગે કે સ્થળમાર્ગે જેને તુંડિક માફક મુસાફરી પૂર્ણ થતી હોય તે યાત્રાસિદ્ધ (૮) જે કાર્ય જે રીતે કરવાનો અભિપ્રાય કર્યો હોય, તે રીતે અભયકુમાર માફક સિદ્ધ કરે તે અભિપ્રાયસિદ્ધ (૯) દ્રઢપ્રહારી માફક સર્વોત્કૃષ્ટ તપ કરવાનું સામર્થ્ય પ્રગટ થયું હોય, તે તપસિદ્ધ (૧૦) અને મરુદેવા માતાની જેમ જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મ મૂળથી ઉખેડી નાશ કરવા રૂપ કર્મક્ષયથી જે સિદ્ધ થયા તે કર્મસિદ્ધ (૧૧) કહેવાય ઉપર જણાવેલા પ્રથમના દશ • એટલે અજ્ઞાનરૂપ નિદ્રામાં ઉંઘતા જગતમાં બીજાના ઉપદેશ વગર જીવાદિ સ્વરૂપ જાણીને બોધ પામેલા, અર્થાત્ બોધ, પામ્યા પછી કર્મોના સર્વથા ક્ષય કરી જેઓ સિદ્ધ થયા, તેમને મારો નમસ્કાર થાઓ, અહીં કેટલાક એમ માનનારા છે કે, આ સિદ્ધ સિદ્ધપણામાં સંસાર અને નિર્વાણનો ત્યાગ કરીને રહેલા હોય છે. તેઓ કહે છે કેઃ— ‘જે ભુવનના કલ્યાણ માટે સંસાર અને નિર્વાણમાં ત્યાગ કરીને રહેલા હોય છે. તેઓ કહે છે કેઃ— ‘જે ભુવનના કલ્યાણ માટે સંસાર કે નિર્વાણમાં સ્થિર થયા નથી અને લોકો જેનું સ્વરૂપ જાણી શકતા નથી. ચિંતામણીમાં રત્નથી અધિક એવા તે મહાન
-
1