SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ‘ä' એટલે એ પ્રમાણે, એટલે મે ‘મયા' એટલે નામ ઉચ્ચારવા પૂર્વક મેં જેમની સ્તુતિ કરી, તે જિનેશ્વરો મને પ્રસન્ન થાઓ, તેમને વિશેષ વર્ણવતા કહે છે કે– ‘વિધૂતરનોમાઃ' એટલે રજ અને મલ રૂપ કર્મોને જેઓએ ખંખેરી કંપાવી દૂર કર્યા છે એવા અહીં બંધાયેલું કર્મ તે રજ અને બંધાતુ કર્મ તે મલ, અથવા ગમનાગમન આદિ ક્રિયાથી વીતરાગ-દશામાં બંધાતુ તે રજ. અને સરાગ-અવસ્થામાં કષાયના ઉદયથી બંધાતુ કર્મ, એ મલ જાણવું. તેવા ૨જ અને મલરૂપ કર્મનો જેમણે નાશ કર્યો છે, એવા તે ‘પ્રક્ષીળ-નર-મરા:’ એટલે કર્મરૂપ કારણોના અભાવે જેમના જરા, મરણ આદિ દુઃખો નાશ પામ્યાં છે, એવા તે ‘ઋતુવિજ્ઞતિરપિ' એટલે ઋષભાદિ ચોવીશ અને અપિ શબ્દથી બીજા પણ ‘નિનવા:' એટલે જિનેશ્વરો અહિં શ્રુતકેવલિ આદિજનોમાં કેવલી હોવાથી પ્રધાન અને ‘તીર્થા' એટલે તીર્થ સ્થાપનારા, તે તીર્થકરો ‘મમ' એટલે મને ‘પ્રસીન્તુ’ પ્રસન્ન થાઓ જો કે તેઓ રાગ-દ્વેષ વગરના હોવાથી સ્તુતિથી પ્રસન્ન કે નિંદાથી દ્વેષ, પામતા નથી તો પણ સ્તુતિ કરનાર સ્તુતિનું ફલ અને નિંદા કરનાર નિંદાનું ફલ અવશ્ય પામે છે. જેમ ચિંતામણિ રત્ન, મંત્રો વગેરેમાં રાગ-દ્વેષ ન હોવા છતાં તેના આરાધક-વિરાધકને લાભ-હાનિરૂપ ફળ મળે છે, તેમ વીતરાગ કેવલી અરિહંત માટે પણ સમજવું. ૩૦૦ વીતરાગસ્તવમાં અમે કહેલું છે કેઃ— જેઓ પ્રસન્ન થાય નહિ. તેઓ તરફથી ફલ કેવી રીતે મળે ? એ કલ્પના અયોગ્ય છે, શું જડ છતાં ચિંતામણિ વિગેરે ફળ નથી આપતાં ?” શિષ્યે પ્રશ્ન કર્યો કે, જેઓ પ્રસન્ન થતા નથી, તેઓને ‘પ્રસન્ન થાઓ' એમ ફોગટ પ્રાર્થનાના પ્રલાપો શા માટે કરવા ? તેના સમાધાનમાં કહે છે કે– એમ નથી, કારણકે ભક્તિની અધિકતાથી એમ કહેવામાં દોષ નથી, કહેલું છે કે, ક્ષીણ લેશવાળા એવા તે ભગવંતો વીતરાગ હોવાથી ભલે પ્રસન્ન થતા નથી, પણ તેઓની કરેલી સ્તુતિ નિષ્ફળ જતી નથી, કારણકે તેમની સ્તુતિ કરનારને ભાવની શુદ્ધિ થાય છે, અને તેથી કર્મનો વિગમ થવા રૂપ પ્રયોજન સફળ થાય છે. આખી ગાથાનો સળંગ અર્થ કહે છે ‘એ પ્રમાણે મેં નામ બોલવાપૂર્વક સ્તુતિ કરેલા ચોવીશ અને બીજા પણ તીર્થંકરો જેમણે ૨જ અને મલરૂપ સર્વ કર્મોના નાશ કર્યો છે તેમજ જરા મરણથી રહિત બનેલા અને જિનોમાં શ્રેષ્ઠ એવા તીર્થ સ્થાપનાર અરિહંતો મારા પર પ્રસન્ન થાઓ.' તથા— कित्तिय वंदिअ महिया, जे ए लोगस्स उत्तम सिद्धा । आरुग्गबोहिलाभं समाहिवरमुत्तमं दिंतु ॥ ૬ ॥ જીર્તિતા એટલે દરેકના પોતાના નામ બોલવા પૂર્વક કીર્તન કરાએલાં, ‘વંવિતા' એટલે ત્રણ યોગ પૂર્વક (મન, વચન અને કાયા વડે) સમ્યગ્ રીતે સ્તુતિ કરાએલાં ‘મહિતા' એટલે પુષ્પાદિકથી પૂજાયેલા કોઈક ઠેકાણે મળ્યા એવો પાઠાંતર છે, તેમાં મયા-મયા એટલે મારાથી કીર્તન. વંદન સ્તુતિ કરાએલાં, એવા કોણ ? તે કહે છેઃ- ‘ચે તે નોસ્ય ૩ત્તમા' એટલે જેઓ સર્વ જીવલોકમાં કર્મ-મેલ ટળી જવાથી ઉત્તમ છે, વળી ‘સિદ્ધા' એટલે સિદ્ધ થયાં છે, પ્રયોજનો એવા કૃતકૃત્ય થએલાં ‘આરોગ્ય- વોધિનામ' એટલે આરોગ્યસ્વરૂપ મોક્ષને અને તેના કારણભૂત બોધિલાભને-સમ્યગ્ ધર્મ-પ્રાપ્તિને મને આપો. આવો ધર્મ કોઈપણ સાંસરિક-પૌદ્ગલિકસુખની અભિલાષા વગર મોક્ષ માટે જ કરવામાં આવે તો જ તે ધર્મ ગણાય તેથી અહીં મોક્ષ માટે બોધિલાભની પ્રાપ્તિની પ્રાર્થના અને તેના માટે ‘સમાધિવર' એટલે ચિત્તની પરમ સ્વસ્થતારૂપ ભાવસમાધિ અર્થાત્ આત્માનો સમભાવ, તે પણ તરતમભાવ અનેક ભેદવાળી હોય છે
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy