________________
તૃતીય પ્રકાશ, શ્લો. ૧૨૩
૨૯૯
હોવાથી, શાંતિ અને ભગવંતના ગર્ભના મહિમાથી દેશમાં ઉત્પન્ન થયેલા મરકીના ઉપદ્રવની શાંતિ થવાથી પુત્રનું નામ ‘શાંતિ રાખ્યું. - ૨૭ વુજુ - કુ એટલે પૃથ્વી; તેમાં રહેલા હોવાથી કુત્યુ એ નિરુક્ત અર્થ સમજવો. ગર્ભ પ્રભાવથી માતાએ રત્નોનો કુછ્યું એટલે ઢગલો દેખ્યો, “એટલે “કુન્થ' નામ પાડ્યું.
૨૮ મર - સર્વોત્તમ મહાસાત્વિક કુળમાં તેની આબાદીને માટે જે ઉત્પન્ન થાય છે, તેમને વૃદ્ધ પુરૂષોએ અર નામ આપેલું છે.” તથા ગર્ભ-પ્રભાવથી માતાએ સ્વપ્નમાં રત્નોનો અર એટલે આરો દેખ્યો તેથી “અર” નામ આપ્યું.
૨૬ પત્નિ- પરિષહ આદિ મલ્લોને જીતનારા માટે મલ્લિ આ નિરુક્તથી અર્થ કહ્યો તથા પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાનો એ ઋતુનાં પુષ્પોની સુગંધમય માળાઓની શય્યામાં સુવાનો દોહલો દેવો પૂર્ણ કર્યો, તેથી “મલ્લિનામ રાખ્યું.
૨૦ મુનિસુવ્રત - જગતની ત્રિકાલ અવસ્થાને જાણે-માને તે મુનિ અહીં મન્ ધાતુ છતાં ‘સ્વતી વીર્યવા' એ વ્યાકરણના નિયમ અનુસાર મન્ ધાતુને રૂ પ્રત્યય આવતા ઉપાન્તય એ નો ૩ થવાથી મુનિ શબ્દ બને છે તથા સુંદર વ્રતવાળા હોવાથી સુવ્રત, એ પ્રમાણે મુનિ + સુવ્રત અને ગર્ભ-પ્રભાવથી માતા મુનિના જેવા સુંદર વ્રતવાળા થયા માટે મુનિસુવ્રત' નામ રાખ્યું.
૨૨ નમિ પરિષદો અને ઉપસર્ગોને નમાવવાથી-હરાવવાથી નમિ, “ તુ વા' ઉણાદિ ૬૧૩. વિકલ્પ ઉપાજ્યમાં ઈકાર કરવાથી નમિ રૂપ તૈયાર થાય છે. ગર્ભના પ્રભાવથી નગર પર ચડી આવેલા શત્રુ રાજાઓ પણ નમી પડ્યાં, માટે “નમિ' નામ રાખ્યું.
૨૨ મિ - ચક્રની નેમિ-વર્તુલાકારની માફક ધર્મચક્રની નેમિને કરનારા અને ગર્ભ-પ્રભાવે માતાએ રિષ્ટ રત્નોનો મહાનેમિ-રેલ જોવાથી રિષ્ટનેમિ તથા તેની પૂર્વે અપશ્ચિમ શબ્દોની જેમ નિષેધ-વાચી “અ” લગાડવાથી અરિષ્ટનેમિ' નામ રાખ્યું. - રરૂ પાડ્યું - જે સર્વ ભાવોને પશ્યતિ એટલે દેખે, તે પાર્થ તે નિરુકતાર્થ કહીને ગર્ભના પ્રભાવે માતાએ શયનમાં હતા, ત્યારે અંધકારમાં સર્પ દેખ્યો, આ ગર્ભનો મહિમા છે– એમ જાણી પશ્યતિ એટલે દેખે તે “પાર્થ” નામ પાડ્યું. તથા પાર્થ નામના વૈયાવચ્ચ કરનાર યક્ષના નાથ હોવાથી પાર્શ્વનાથ, તેમાં ભીમસેન માફક પાર્શ્વનાથને બદલે “પાર્થ” નામ રાખ્યું.
૨૪ વર્ધમાન - જ્યારથી ઉત્પન્ન થાય ત્યારથી જ્ઞાનાદિ ગુણો વૃદ્ધિ પામે એટલે વર્ધમાન. ભગવંત જ્યારથી ગર્ભમાં આવ્યા, ત્યારથી તેઓનું જ્ઞાતકુલ ધન, ધાન્ય આદિ સમૃદ્ધિથી વૃદ્ધિ પામવા લાગ્યું માટે પુત્રનું “વર્ધમાન' નામ રાખ્યું.
આ મુખ્ય નામોના અર્થને જણાવનારી શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલી સંગ્રહણી (આ. નિ. ૧૦૯૩ થી ૧૧૦૪) ગાથાઓનો અર્થ ઉપર જણાવેલ અર્થમાં આવી જતો હોવાથી અહીં ફરી લખ્યો નથી. આ પ્રમાણે ચોવીશ તીર્થકરોનું નામપૂર્વક કીર્તન કરીને હવે ચિત્ત-શુદ્ધિ માટે પ્રાર્થના કરે છે–
પર્વ મણ મથુ, વિદુર્ગ-થ-પત્ની પછી T-નર-મરVI चउवीसं पि जिणवरा, तित्थयरा मे पसीयंतु