________________
૨૯૮
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ
છે સુમતિ – સુંદર મતિ-બુદ્ધિ હોય, તે સુમતિ, ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાને સુંદર નિશ્ચય કરાવનારી મતિ પ્રગટી, તેથી “સુમતિ'
૬ પતy - નિષ્પકતા ગુણની અપેક્ષાએ પદ્મ સમાન પ્રભા-કાંતિવાળા હોવાથી પદ્મપ્રભ અને ભગવત્ત ગર્ભમાં હતા ત્યારે માતાને પદ્મ-કમળની શય્યામાં યુવાનો દોહલો દેવતાએ પૂર્યો માટે પદ્મ અને દેહની કાંતિ પા-કમળ સમાન લાલ હોવાથી ‘પદ્મપ્રભ' નામ રાખ્યું
૭ સુપા – સુંદર છે દેહનાં પડખાં જેઓના, તે સુપાર્થ અને પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા પણ સુંદર પડખાવાલાં થયા માટે ‘સુપાર્થ” નામ રાખ્યું.
૮ ચંદ્રમુક ચંદ્રના કિરણો માફક જેની પ્રભા શાન્ત વેશ્યાવાળી હોય, તથા ગર્ભના યોગે માતાને ચંદ્રપાનનો દોહલો થયો, તેમ જ ભગવંતના શરીરની પ્રભા ચંદ્ર સરખી ઉજ્જવલ હતી. તેથી “ચંદપ્રભુ નામ રાખ્યું.
૬ સુવિધિ - સુ એટલે સુંદર અને વિધિ એટલે સર્વ વિષયમાં કુશળતાવાળા પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાને સર્વ વિષયમાં કુશળતા પ્રગટ થવાથી ભગવંતનું નામ “સુવિધિ' રાખ્યું તથા ભગવંતને પુષ્પની કળીઓ સરખા સુંદર દાંત હોવાથી બીજું નામ “પુષ્પદંત્ત” પણ થયું. - ૨૦ શૌતન – સમગ્ર પ્રાણીઓના સંતાપને હરણ કરનારા હોવાથી તથા શીતલતા કરનારા હોવાથી શીતલ, તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે પિતાને પહેલા થયેલ પિત્તદાહ કોઈ ઉપાયથી શાન્ત થતો ન હતો પણ ગર્ભ-પ્રભાવે માતાના હસ્તસ્પર્શથી શાન્ત થયો, માટે “શીતલ” નામ પાડ્યું.
- ૨૨ શ્રેયાંસ - સમગ્ર જગત કરતાં પણ અતિ પ્રશંસનીય માટે શ્રેયાન, અથવા કલ્યાણકારી ખભાવાળા શ્રેય + અંતર = શ્રેયાંસ, તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે કોઈએ પણ ન વાપરેલ-દેવતાધિષ્ઠિત શવ્યાનો માતાએ ઉપભોગ કરવાથી શ્રેય થયું એટલે “શ્રેયાંસ' નામ રાખ્યું.
૨૨ વાસુપૂજ્ય ધર, ધ્રુવ, સોમ, અહ, અનિલ પ્રત્યક્ષ અને પ્રભાસ આઠ વસુ જાતિના દેવોને પૂજ્ય હોવાથી વસુપૂજ્ય અને “પ્રજ્ઞાહૂિખ્યો' એવા વ્યાકરણસૂત્રથી વાસુપૂજ્ય તથા ભગવંત ગર્ભમાં હતા ત્યારે વસુ અર્થાત્ હિરણ્ય વડે ઈન્દ્ર રાજકુલની પૂજા કરી, તેથી વાસુપૂજ્ય અથવા વસુપૂજ્ય રાજાના પુત્ર હોવાથી વ્યાકરણ નિયમાનુસાર અણપ્રત્યય આવવાથી આદિસ્વરની વૃદ્ધિ થતાં “વાસુપૂજ્ય' કહેવાય.
૨૩ વિમન - ગયો છે મલ જેનો તે વિમલ, અથવા જ્ઞાન-દર્શનાદિ ગુણો જેના નિર્મલ છે તે વિમલ, તથા ગર્ભ-પ્રભાવે માતાને મતિ તથા શરીર નિર્મલ થયા માટે વિમલ નામ રાખ્યું.
૨૪ નત અનંત કર્મો પર વિજય મેળવનારા અથવા અનંત જ્ઞાનાદિ ગુણોથી વિજ્યવંતા, તે ‘અનંતન' ગર્ભમાં હતા ત્યારે માતાએ અનંતરત્નમાળા અથવા આકાશમાં અંત વગરનું મહાચક્ર દેખ્યું હોવાથી, ત્રણ ભુવનમાં જયવંતા હોવાથી જિત્ એમ અનંતજિન, ભીમસેનને બદલે ભીમ પણ કહેવાય તેમ અનંતજિત્ અનંત + જિતને બદલે “અનંત’ નાથ પણ કહેવાય.
૨૬ થઈ – દુર્ગતિમાં પડતાં જીવોને ધારણ કરે, તે ધર્મ, અને પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી માતા દાનાદિ ધર્મોમાં તત્પર બન્યા, માટે “ધર્મ નામ રાખ્યું.
૨૬ શનિ - શાંતિનો યોગ થવાથી, પોતે શાન્તિસ્વરૂપ હોવાથી અને બીજાઓને શાંતિ કરનાર