________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ સમજાવી ધર્મતીર્થની સ્થાપના કરી. આ “ધર્મતીર્થકર' વિશેષણથી તેમના પૂજાતિશય અને વચનાતિશય જણાવ્યા. હવે અપાયપગમાતિશય માટે કહે છે કે– નિપજે – વિનાન્ અર્થાત્ રાગ-દ્વેષ આદિ અત્યંતર શત્રુઓને જિતનારાઓને આ પ્રમાણે “લોગસ્સ’ સૂત્રની પ્રથમ ગાથાનો ભાવર્થ એ છે કે- લોકને ઉદ્યોત કરનારા, ધર્મતીર્થને પ્રવર્તાવનારા, રાગ-દ્વેષ આદિ શત્રુઓને જિતનારા, કેવલજ્ઞાની એવા ચોવીશ અરિહંતોની હું સ્તુતિ કરીશ. તે સ્તુતિ કરતા કહે છે–
उसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमइं च ।। पउमप्पहं सुपासं जिणं च चंदप्पहं वंदे ॥ २ ॥ सुविहिं च पुष्पदंतं, सीअल-सिज्जंस-वासुपुज्जं च ।। विमलमणं तं च जिणं, धम्मं संतिं च वंदामि ॥ ३ ॥ कुंथु अरं च मल्लिं, वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिट्ठनेमि, पासं तह वद्धमाणं च
॥ ४ ॥ અર્થ : જિન એવા ઋષભ અને અજિતને હું વાંદુ છું. તથા સંભવને અભિનંદનને અને સુમતિને, પદ્મપ્રભ, અને ચંદ્રપ્રભુને હું વાદું છું. “પુષ્પદંત નામવાળા સુવિધિને શીતલને શ્રેયાંસને વાસુપૂજ્ય તથા વિમલ, અનંત, ધર્મ, અને શાંતિજિનને હું વાંદું છું કુંથુ, અર અને મલ્લિને, મુનિસુવ્રત અને નમિજિનને હું વાંદું છું, વળી અરિષ્ટનેમિ, પાર્થ તથા વર્ધમાનને હું વંદન કરું છું . ૨-૩-૪ ||
ત્રણ ગાથાનો સમુદાયાર્થ કહીને હવે પદાર્થ એટલે નામનો અર્થ વિભાગથી કહે છે. તે અર્થ સામાન્ય એટલે સર્વમાં તેવો અને તે તીર્થંકર વ્યક્તિમાં જ ઘટે તેવો વિશેષ અર્થ કહેવાશે. તેમાં ૩૫ ઋષમ સામાન્યથી “પરમપદ-મોક્ષને જે પ્રાપ્ત કરે છે, તે “ઋષભ” તેનું પ્રાકૃતરૂ૫ ર્ ત્રટવા સૂત્રથી “સ” એવું બને છે, બીજા પ્રકારે ઋષભની જેમ વૃષભ” પણ કહે છે, એટલે “વઈતિ-તિ વૃષમ:' અર્થાત્ દુઃખરૂપ અગ્નિથી બળતા જગતને દેશના રૂપ પાણી વરસાવી શાન્ત કરે, તે વૃષભ વૃષકે વા વા' સિદ્ધહેમના સૂત્રથી વૃ ના બદલે ‘સદો' અને તેનો ફેસમ આ સામાન્ય અર્થ. વિશેષ અર્થ તો ભગવંતના સાથળમાં વૃષભલાંછન અને મરુદેવા માતાએ પ્રથમ સ્વપ્ન વૃષભનું દેખવાથી ભગવંતનું નામ, ‘વૃષભ' અથવા “ઋષભ” પાડ્યું.
૨ નિત - પરિષહાદિકથી જિતાયા ન હોવાથી અજિત એ સામાન્ય અર્થ અને ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતાજી રાજા સાથે પાસા ખેલતા હતા, તે જિતાયા નહિ, તેથી ‘અજિત' નામ રાખ્યું તે વિશેષ અર્થ.
રૂ સંભવ - જેઓમાં ચોત્રીશ અતિશયરૂપ ગુણો વિશેષ પ્રકારે સંભવે છે, તે સંભવ અથવા જેમની સ્તુતિ કરવાથી સ્તુતિ કરનાર, શ એટલે સુખ પ્રાપ્ત થાય તેમાં “શષો :' સૂત્રથી પ્રાકૃત નિયમ પ્રમાણે શંભવને બદલે સંભવ થાય. ભગવંત ગર્ભમા આવ્યા ત્યારે દેશમાં અધિક ધાન્ય પાકવાનો સંભવ થયો એટલે અધિક ધાન્ય પાક્ય માટે “સંભવ' નામ રાખ્યું.
૪ મિનંદન - દેવેન્દ્રોથી જેઓ અભિનંદન પામ્યા હોય, તે અભિનંદન તથા પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યાર પછી ઈન્દ્રાદિકોએ વારંવાર માતાને અભિનંદન આપેલું હોવાથી તેમનું “અભિનંદન' નામ રાખ્યું.