________________
૨૯૬
***
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ખાંસી વિગેરે, આકસ્મિક પ્રસંગો કે શરીરની જરૂરી હાજતો સિવાયના કાયવ્યાપારનો ત્યાગ કરૂં છું એમ જણાવવા માટે ‘અન્નત્યન્નત્તિમાં' વિગેરે સૂત્ર બોલવું અને તે પ્રમાણે કાઉસ્સગ્ગ કરવો.
કાઉસ્સગ્ગ આઠ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ ક૨વો, તેમાં નવકાર જ ગણવો તેવો નિયમ નથી. ચૈત્યવંદના કરનાર પોતે એકલો જ હોય તો કાઉસ્સગને અંતે ‘નમો અરિહંતાણં' કહી કાઉસ્સગ્ગ પારી જે ભગવાનની સામે ચૈત્યવંદન કરતો હોય, તે ભગવંતની સ્તુતિ બોલે અને ચૈત્યવંદન કરનારા ઘણા હોય તો એક જણ પારીને સ્તુતિ કહે અને બાકીના કાઉસ્સગ્ગમાં રહીને સ્તુતિ પૂર્ણ થતા સુધી સાંભળે ત્યાર પછી ‘નમો અરિહંતાણં' કહીને પારે. પછી આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં જે ચોવીશ તીર્થંકરો થઈ ગયા, તેઓ આ એક જ ક્ષેત્રમાં અને વર્તમાન અવસર્પિણી રૂપ એક જ કાળમાં થએલા હોવાથી બીજા કાળ કે બીજા ક્ષેત્રોના તીર્થકર કરતા આસન્ન ઉપકારી હોવાથી તેઓની સ્તુતિ કરવા માટે નીચે પ્રમાણે ‘લોગસ્સચતુર્વિશતિ સ્તવ કહે.
લોગસ્સ સૂત્રનો અર્થ :
1
लोगस्स उज्जोअगरे, धम्मतित्थयरे जिणे अरिहंते कित्तइस्सं चउवीसं पि केवली
॥ શ્ ॥
=
આ ગાથામાં અરિહંતે એ વિશેષ્યપદ છે. તેની વ્યાખ્યા નમોત્પુર્ણ પ્રમાણે સમજવી. તે અરિહંતોને ‘ત્તિરૂÉ’ એટલે કીર્તન કરીશ આમ કહીને જ્ઞાનાતિશય નામના ઉચ્ચારપૂર્વક સ્તુતિ કરીશ. રાજ્યાદિ અવસ્થાઓમાં તેઓ દ્રવ્ય-તીર્થંકર કહેવાય પણ અહિં ભાવ-અરિહંતની સ્તુતિ કરવાની હોવાથી કેવલજ્ઞાન ઉત્પન્ન થએલા એવા ભાવ-અરિહંતોને જણાવ્યા. તેઓની સંખ્યા જણાવવા માટે ‘ચોવીસને અને ‘અપિ’ શબ્દથી તે સિવાયના બાકીનાને પણ સ્તવીશ. તે અરિહંતો કેવા પ્રકારના છે ? તે કહે છે- ‘લોગસ્સ કન્નોયારે' - લોઢ્યોદ્યોતીન્' એટલે ધર્માસ્તિકાય વિગેરે પાંચ અસ્તિકાય લોકને કેવલજ્ઞાનથી પ્રકાશિત કરનાર હોવાથી ઉદ્યોત કરનારા છે. શંકા કરી કેઃ– કેવલજ્ઞાની કહેવાથી જે લોક-પ્રકાશકપણું આવી જાય છે, તો ‘લોક-ઉદ્યોતકર’ એમ ફરી કહેવાનું શું કારણ ? સમાધાન કરતાં જણાવે છે કે તારી વાત સત્ય છે, છતાં જે વિજ્ઞાનાદ્વૈતવાદીઓ એમ માને છે કે જગત્ માત્ર જ્ઞાનરૂપ છે. જ્ઞાન સિવાય અન્ય કોઈ સત્ય નથી જે દેખાય છે, તે સર્વ ભ્રમણારૂપ છે. તેઓને પ્રકાશક અને પ્રકાશ્ય એ બંને જુદા છે. એટલે જગત પ્રકાશ્ય અને જ્ઞાન પ્રકાશક એમ પ્રકાશ કરનારા અને પ્રકાશ કરવાની વસ્તુ જુદા છે. એ જણાવવા માટે ‘લોકને પ્રકાશ કરનારા' એમ કહેલું છે. વળી લોક ઉદ્યોતકરપણું સ્તુતિ કરનાર ભક્તોને ઉપકારક પણ થાય છે. એટલે કે લોકપ્રકાશક દ્વારા ઉપકારક હોવાથી સ્તુતિ કરનાર ભક્તોને ઉપકારક પણ થાય છે, એટલે લોકપ્રકાશક દ્વા૨ા એ ઉપકારક હોવાથી સ્તુતિ કરવા યોગ્ય છે. અનુપકારીની સ્તુતિ કોઈ કરતા નથી. આથી તેમનું ઉપકારપણું જણાવવા માટે કહે છે ‘ધમ્મતિત્યયર' એટલે ધર્મપ્રધાન તીર્થને કરનારા' આમાં ધર્મશબ્દની વ્યાખ્યા આગળ કહી ગયા છીએ અને તીર્થ તે કહેવાય કે જેના દ્વારા તરી શકાય. ધર્મની પ્રધાનતાવાળું તીર્થ હોય. તે ધર્મતીર્થ અહીં ધર્મરૂપ તીર્થ કહેવાનું એ કારણ સમજવું કે નદીઓ ભેગી થતી હોય; તેવા સ્થાનો કે શાક્ય આદિએ સ્થાપન કરેલા અધર્મપ્રધાન તીર્થોના પરિહાર કરવા માટે ‘ધર્મ' શબ્દ વાપર્યો છે. એટલે ધર્મ એ જ સંસાર-સમુદ્ર તરવાનું પવિત્ર તીર્થ છે. એવા ધર્મતીર્થને સ્થાપનારા-પ્રવર્તાવનારાઓ ‘ધર્મતીર્થકર' કહેવાય કે જેઓએ દેવો, મનુષ્યો અને અસુરોની પર્ષદા-સભામાં પોતપોતાની ભાષામાં સહુ કોઈ સમજી શકે એવી પાંત્રીશ ગુણવાળી વાણી દ્વારા ધર્મ
.