SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ સ્વયં પૂજા-સત્કાર કરવાનો અધિકાર હોવાથી પૂજા-સત્કાર કરવા છતાં તેના ભાવની વૃદ્ધિથી પૂજા સત્કારનું અધિક ફળ મેળવવા માટે કાઉસ્સગ્ગ દ્વારા પૂજા-સત્કારની પ્રાર્થના કરે, તે નિષ્ફળ નથી. આમ સાધુ અને શ્રાવકને કાઉસ્સગ્ગમાં દોષ નથી તથા સમ્માનવત્તિયાણ સન્માન-પ્રત્યયમ્ એટલે સન્માન-નિમિત્તે, સ્તુતિ-સ્તવનાદિ કરવા, તે સન્માન કહેવાય. બીજા આચાર્યો માનસિક પ્રીતિને સન્માન માને છે, હવે આ વંદન પૂજન સત્કાર, સન્માન શા માટે કરવાના છે ? તે કહે છેઃ- વોહિનામવત્તિયાણ बोधिलाभ પ્રત્યય' એટલે શ્રી અરિહંત ભગવંતે કહેલા ધર્મની પ્રાપ્તિરૂપ બોધિલાભ માટે, વળી, બોધિલાભ શા માટે? તો કહે છેઃ- નિવવત્તિયાળું' પ્રત્યયમ્ એટલે જન્માદિ ઉપસર્ગના અભાવવાળો જે મોક્ષ, તે જ માટે બોધિલાભ. निरूपसर्ग તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ 4444 = = શંકા કરી કે સાધુ અને શ્રાવકને બોધિલાભ તો છે જ તો પછી તેની પ્રાર્થના શા માટે ? વળી બોધિલાભનું ફલ મોક્ષ છે અને તે હોવાથી મોક્ષ થવાનો જ, પછી પ્રાર્થના શા માટે ? તેના સમાધાનમાં કહે છે– કોઈ આકરા કર્મોદય યોગે તેનો નાશ પણ સંભવે છે, માટે નાશ ન થાય અને નાશ પામેલું ફરી પ્રાપ્ત થાય, તે માટે બોધિલાભની પ્રાર્થના કરવી નિષ્ફળ નથી. એ ભવાન્તરમાં થાય, તે માટે પ્રાર્થના હિતકારી છે, તે માટે કાઉસ્સગ્ગ કરવો તે યોગ્ય છે. એ પ્રમાણે કાર્યોત્સર્ગ કરવા છતાં પણ તેની સાથે શ્રદ્ધાદિ ગુણો ન હોય તો ઈષ્ટ કાર્ય સિદ્ધ થતું નથી માટે કહે છે કે :— ‘સદ્ધાળુ મેહાણ્ ધિરૂપ ધારTIQ अणुप्पेहाए वड्ढमाणीए ठामि काउस्सग्गं वर्द्धमानया भेटले वृद्धि पामती सेवी श्रद्धया मेधया મૃત્યા ધારાયા અનુપ્રેક્ષા એટલે શ્રદ્ધા બુદ્ધિ, ધીરજ, ધારણા અને અનુપ્રેક્ષા વડે કાઉસ્સગ્ગ કરું છું. તેમાં શ્રદ્ધા એટલે મિથ્યાત્વ મોહનીયકર્મના ક્ષયોપશમ આદિથી આત્મામાં પ્રગટ થનારી અને જળ નિર્મળ કરનાર જલકાન્તમણિ માફક ચિત્તને નિર્મળ કરનાર શ્રદ્ધાથી કાઉસ્સગ્ગ કરું છું, નહિ કે બળાત્કારથી કે બીજા કારણથી તે પ્રમાણે ઉત્તમ શાસ્ત્રોને સમજવામાં કુશળ, પાપશાસ્ત્રોને છોડી દેનારી અને જ્ઞાનવ૨ણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલી બુદ્ધિ સમજવાની શક્તિ કે મેધા કહેવાય, તે પૂર્વક કાઉસ્સગ્ગ કરું છું નહિ, કે જડતાથી અથવા મર્યાદાપૂર્વક, નહિ કે જેમ તેમ તથા મનની સમાધિરૂપ ધી૨જ વડે નહીં કે રાગ-દ્વેષથી આકુળ બનીને તેમજ અરિહંતના ગુણોનું વિસ્મરણ કર્યા વગર ધારણ પૂર્વક કે શૂન્ય ચિત્તથી તથા અરિહંતના ગુણોનું વારંવાર સ્મરણ કરવા પૂર્વક નહીં કે અનુપ્રેક્ષા વગર. આ પ્રમાણે વૃદ્ધિ પામતી શ્રદ્ધા, બુદ્ધિ, ધીરજ, ધારણા અને અનુપ્રેક્ષા વડે કાઉસ્સગ્ગ કરું છું આ શ્રદ્ધા વિગેરે પાંચેય પહેલાં પહેલાંથી પછી પછીનો લાભ થવાવાળા છે. શ્રદ્ધા હોય તો મેધા, મેધા હોય તો ધીરજ, ધીરજ હોય તો ધારણા અને ધારણાથી અનુપ્રેક્ષા થાય છે, તેમની વૃદ્ધિ પણ એ જ ક્રમે થાય છે. દામિ જાડાં' એટલે કાઉસ્સગ્ગ કરું છું શિષ્યે પ્રશ્ન કર્યો કેઃ– સૂત્રની શરૂમાં મિ જાડાં એમ કહ્યું તો ફરી કાઉસ્સગ્ગ કરું છું— એમ કહેવાની શી જરૂર ? તેના સમાધાનમાં કહે છે કે, તમારી વાત સત્ય છે, પરંતુ શબ્દશાસ્ત્રના ન્યાયે જે ભવિષ્યના નજીકના કાલમાં જ કરવાનું હોય તે, ‘હમણાં કરું છું' એમ વર્તમાનકાળમાં બોલાય છે. ‘સત્લામીપ્લે સવ્’- ૫-૪-૧, સિદ્ધહેમ સૂત્રના અનુસારે વર્તમાનની સમીપમાં હોય તે વર્તમાનરૂપ ગણાય. એ ન્યાયે શરૂમાં ‘કાઉસ્સગ્ગ કરું છું' એમ કહેવામાં પૂર્વ જે કાર્યોત્સર્ગ માટે આજ્ઞા માંગી તે ‘આજ્ઞારૂપ ક્રિયાનો કાળ અને ક્રિયાની સમાપ્તિનો કાળ-એ બંને કચિત્ એકરૂપ મનાતા હોવાથી' વર્તમાનમાં તેનો પ્રારંભ જણાવવા માટે ‘કાઉસ્સગ્ગ કરું છુ' એમ કહેલું છે. શું કાઉસ્સગ્ગમાં સર્વ પ્રકારે શરીરનો ત્યાગ કરે છે ? ના પૂર્વે અન્નત્યં સૂત્રમાં જણાવેલા શ્વાસોચ્છ્વાસ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy