SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ जे अ अइया सिद्धा, जे अ भविस्संति णागए काले । संपइ अ वट्टमाणा सव्वे तिविहेण वंदामि ॥ १ ॥ જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા, ભવિષ્યમાં થશે અને વર્તમાનમાં વર્તી રહેલા છે, તે સર્વને મન, વચન અને કાયાથી હું વંદના કરું છું. અરિહંતચેઈયાણં સૂત્રના અર્થ ત્યાર પછી ઉભા થઈ સ્થાપના પ્રતિમા જિનને વંદન કરવા માટે જિનમુદ્રાથી ‘રિહંત-ફયા' વગેરે સૂત્ર બોલવું, અહીં આગળ જેમનું સ્વરૂપ વર્ણવ્યું છે, તે ભાવ અરિહંતોની પ્રતિમારૂપ ચૈત્યોને અરિહંત ચૈત્યો જાણવા. ચૈત્ય એટલે પ્રતિમા તેનો અર્થ જણાવે છે– અંતકરણ જ ચિત્ત કહેવાય. તે (ચિત્તનો) ભાવ કે તે ચિત્તનું કાર્ય, તે ચૈત્ય કહેવાય. સિદ્ધહેમ વ્યાકરણના “વહાવિત્વાન્ ' (૭/૧, ૫૧) સૂત્રથી ચિત્ત શબ્દને ટ્રણ પ્રત્યય લાગવાથી ચૈત્ય શબ્દ તૈયાર થયો. તેને બહુવચનાન્ત કરવાથી ચૈત્યો થાય. શ્રી અરિહંત દેવોની પ્રતિમાઓ ચિત્તમાં ઉત્તમ સમાધિરૂપ ભાવને ઉત્પન્ન કરનારી હોવાથી સાધનમાં સાધ્યનો આરોપ કરવાથી તેને પણ ચૈત્યો કહેવામાં આવે છે એ અરિહંતોના ચૈત્યોને વંદન કરવા માટે કાઉસ્સગ્ન કરું છું– અરિહંત-વેફસાઈ વરેમિ ૩ અર્થને જણાવતું આ પદ . હવે કાઉસ્સગ્ગ શબ્દનો અર્થ કહે છે. જ્યાં સુધી કાઉસ્સગ્ગ મુદ્રાવાળા શરીરથી કાઉસ્સગ્ન કરું ત્યાં સુધી કાયાથી જિનમુદ્રાનો આકાર, વચનથી મૌન અને મનથી ચિંતન કરાતા સૂત્રના અર્થના આલંબનરૂપ ધ્યાન આ સિવાય બાકીની ક્રિયાઓનો હું ત્યાગ કરું છું એવી પ્રતિજ્ઞા કરાય છે. હવે ક્યા નિમિત્તે કાઉસ્સગ્ન કરાય છે, તે કહે છે– વંતUવત્તિયાણ વંન-પ્રત્યય, એટલે મન, વચન-અને કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિરૂપ વંદન-નિમિત્તે કાઉસ્સગ્ન કરું છું. અર્થાત કાઉસ્સગ્ગ દ્વારા વંદન થાઓ. અહિં પ્રત્યય-શબ્દનું ‘વત્તિયાણ' રૂપ આર્ષ-પ્રયોગથી સિદ્ધ થયું છે. આમ વંદન કરવાની ભાવનાથી વંદન-નિમિત્તે કાઉસ્સગ્ન કરું છું. મને વંદન-લાભ મળો તથા પૂમાવત્તિયા' = પૂના પ્રત્યયમ્' એટલે ગંધ, વાસ, પૂષ્પો આદિથી અર્ચન કરવું. તે પૂજન કહેવાય. તે નિમિત્તે કાઉસ્સગ્ન કરું છું તેમજ સક્ષરવત્તિયાણ = સાર-પ્રત્યયમ્ એટલે શ્રેષ્ઠ વસ્ત્ર, આભૂષણાદિકથી અર્ચન કરવું, તે સત્કાર તે માટે કાઉસ્સગ્ન કરું છું. અહિ શિષ્ય પ્રશ્ન કર્યો કે, મુનિને દ્રવ્ય પૂજાનો અધિકાર ન હોવાથી આ ગંધ માલ્ય વસ્ત્ર આભૂષણ દ્રવ્યપૂજા છે, તે કેવી રીતે કરી શકે ? વળી શ્રાવક તો તે દ્રવ્યથી પૂજન સત્કાર કરનારો છે, એટલે કાઉસ્સગ્ગ દ્વારા પૂજનસત્કારની પ્રાર્થના કરવી, તે તેઓને માટે નિષ્ફળ છે, તો શા માટે કરે ? તેનું સમાધાન કરતાં જણાવે છે કે સાધુને સ્વયં દ્રવ્યપૂજન કરવાનો નિષેધ છે, પણ બીજાઓ દ્વારા તે કરાવવાનો કે અનુમોદનાનો નિષેધ નથી. કારણકે દ્રવ્યસ્તવના અધિકારમાં જણાવ્યા પ્રમાણે “જેઓ સંપૂર્ણ વિરતિ પામ્યા નથી, તેવા દેશવિરતિ શ્રાવકે સંસાર ઘટાડવા માટે આ દ્રવ્યસ્તવ કરવું યોગ્ય છે. ઈત્યાદિ વળી જિનમંદિરના અધિકારમાં સાધુએ તેનો ઉપદેશ આપવો, જેમ કે ભક્તિથી જે તૃણ કુટીર કરી જિનમંદિર બનાવે છે, તથા પુષ્પમાત્રથી પૂજા કરે છે, તેનાથી જે પુણ્ય બંધાય છે તેનું માપ કોણ કરી શકે ?” આ પ્રમાણે દ્રવ્યસ્તવ કરાવવાનો નિષેધ નથી અને જિનેશ્વરદેવની બીજાઓએ કરેલી પૂજા કે સત્કારના દર્શન કરતાં હર્ષથી અનુમોદના થાય. તેનો પણ નિષેધ નથી. મહાવ્રતધારી વજર્ષિ એટલે વજસ્વામીએ દ્રવ્યસ્તવ કરાવવાનું કાર્ય પોતે સ્વયં કર્યું છે, તથા પૂ. ઉમાસ્વાતિજી મહારાજના ગ્રંથોમાં એ વિષયમાં દેશના પણ છે. આ પ્રમાણે સાધુને દ્રવ્યસ્તવ કરાવવાનો અને અનુમોદવાનો અધિકાર છે. માત્ર સ્વયં કરવાનો નિષેધ છે. તેમ જ શ્રાવકને
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy