________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩
૩૦૧ 44
માટે કહે છે કે ‘ઉત્તમં' = સર્વોત્કૃષ્ટ સમાધિને ‘તુ' = આપો, આ પ્રમાણે પ્રસન્ન થતાં નથી, છતાં પણ ભક્તિથી તેમની પ્રાર્થના કરાય છે. આ. નિ. ૧૧૦૮માં કહ્યું છે કેઃ— ‘ક્ષીણ રાગ-દ્વેષવાળા વીતરાગ સમાધિ કે બોધિને આપતા નથી, છતાં પણ ભક્તિથી આ પ્રમાણે પ્રાર્થના માટે બોલવું તે અસત્યામૃષારૂપ વ્યવહા૨ ભાષા છે. (જગતના સર્વ વ્યવહારોમાં વ્યવહારભાષા બોલાય છે, તે ભક્તિરૂપ હોવાથી સફળ છે)
આ પ્રમાણે મારા વડે કીર્તન, વંદન, સ્તુતિ, કરાયેલા એ જેઓ આ લોકને વિષે સર્વોત્તમ સિદ્ધ થએલા છે એવા તીર્થકર ભગવંતો મને આરોગ્ય બોધિલાભ અને ઉત્તમ સમાધિ આપો.'૬ તથા– चंदेसु निम्मलयरा आइच्चेसु, अहियं पयासयरा सागरवरगंभीरा सिद्धा सिद्धिं मम दिसन्तु
I
। ૭ ।।
અહિં ‘ચંદ્રેનુ’ માં પ્રાકૃતભાષાના નિયમ પ્રમાણે પંચમી વિભક્તિના અર્થમાં સપ્તમી છે, માટે 'ચંદ્વેષુ' ને બદલે ચંદ્રેભ્યઃ સમજવું નિર્મજ્ઞતાઃ એટલે અતિનિર્મળ અર્થાત સકલ કર્મમલ નાશ થવાથી જેઓ ચંદ્રોની નિર્મલતાથી પણ અતિનિર્મળ તેમજ ‘આવિત્યમ્ય: અધિજ પ્રાશા: એટલે અનેક સૂર્યના પ્રકાશ કરતા અધિક પ્રકાશ કરનારાં છે, સૂર્ય અમુક મર્યાદિત ક્ષેત્રોમાં જ પ્રકાશ કરનાર હોય છે અને અરિહંતો કેવલજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી લોકાલોકના સર્વપદાર્થોને પ્રકાશિત કરનારા છે. કહ્યું છે કેઃ “ચંદ્ર, સૂર્ય અને ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રમાં જ પ્રકાશ કરે છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ તો લોક તથા અલોકને સર્વ પ્રકારે પ્રકાશ કરે છે (આ.નિ. ૧૧૨) તથા ‘સારવાંમીશ' એટલે પરિષહ-ઉપસર્ગોથી ક્ષોભ પામતા ન હોવાથી સ્વયંભૂરમણ સમુદ્ર સરખા ગંભીર ‘સિદ્ધા' કર્મરહિત થવાથી કૃતકૃત્ય થએલા એટલે સિદ્ધિ મન વિશન્તુ એટલે ‘પરમપદ મોક્ષ મને આપો’ અર્થાત્ ‘ચંદ્રો કતાં અધિક નિર્મળ, સૂર્યો કરાતં અધિક પ્રકાશ કરનાર સ્વયંભૂરમણ કરતાં ગંભીર એવાં સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો ૭.
એ પ્રમાણે ચોવીસ જિનોની સ્તવના કહીને સર્વ લોકમાં રહેલા અરિહંતના બિંબોને વંદનાદિ કરવા
માટે કાર્યોત્સર્ગ કરવા નિમિત્તે આ પાઠ બોલે સવ્વનો અરિહંત ઘેઞળ મિ જાÆળથી માંડી અપ્પાાં વોસિરામિ સુધી પાઠ બોલવો, તેમાં અરિહંત-ચેઈઆણં અને અન્નત્થ સૂત્રનો અર્થ પહેલાં કહેવાઈ ગયો છે. માત્ર ‘સર્વાંતો' એટલે ઊર્ધ્વ, અધો અને તિર્દા લોક એમ ત્રણ લોકમાં ચમરેન્દ્ર વગેરેના ભવનોમાં તિર્હાલોકમાં દ્વીપો, પર્વતો અને જ્યોતિષના વિમાનોમાં અને ઊર્ધ્વલોકમાં-સૌધર્મ દેવલોક આદિના વિમાનોમાં રહેલા શાશ્વતા જિનબિંબો છે. જે દરેક મંદિરમાં મૂળબિંબ સમાધિનું કારણ હોવાથી પહેલી મૂળનાયકજીની સ્તુતિ કહી અને સર્વે અરિહંતો ગુણોથી એક સરખા હોવાથી સર્વ લોકના સર્વ ચૈત્યોનાં, સર્વ બિંબો ગ્રહણ કરવા માટે બીજી સ્તુતિમાં સર્વ તીર્થંકરની સાધારણ સ્તુતિ કહેવી. કારણકે કાઉસ્સગ્ગ અન્યને આશ્રીને અને સ્તુતિ અન્યને આશ્રીને કહેવાય તો અતિપ્રસંગ થાય, તે ઉચિત ન ગણાય માટે અહીં સર્વ તીર્થંકરની સાધારણ સ્તુતિ કરવાની જણાવી છે.
પુકખરવરદીવડ્યે સૂત્રની વ્યાખ્યા
હવે જેનાથી તે અરિહંતો અને તેમણે કહેલા ભાવો સ્પષ્ટપણે જાણી શકાય, તેવા દીપક સરખા સભ્યશ્રુતની સ્તવના કરવી જોઈએ. તેમાં પણ તે શ્રુતને કહેનારા ભગવંતની પ્રથમ સ્તુતિ કરે છે–