________________
૨૮૦
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે સમજવીઃ- ‘નમોસ્થુળ અરિહંતાળ ભવંતાળું'
તેમાં ‘નમ: અસ્તુ ાં અમ્ય: માવă: એમ પાંચ પદો છે. તેનો ક્રમશઃ અર્થ આ પ્રમાણેતેમાં ‘નમસ્' પૂજા કરવી એવા અર્થમાં અવ્યય છે. પૂજા દ્રવ્ય અને ભાવથી સંકોચ-નમ્રતા કરવી. તેમાં હાથ, મસ્તક, પગ, વગેરે શરીરના અવયવો નમાવવા રૂપ દ્રવ્ય-સંકોચ, અને વિશુદ્ધ મનનો ચૈત્યવંદનમાં યોગ કરવો, તે ભાવ-સંકોચ, ‘ઋસ્તુ' = થાઓ આ પ્રાર્થના આશયની વિશુદ્ધિ કરનાર હોવાથી ધર્મવૃક્ષનું બીજ છે. ‘f' = વાક્યાલંકારમાં, ‘અતંત્મ્ય:' અતિશયવાળી પૂજાને યોગ્ય તે અર્હન્ત, કહેલું છે કેઃ‘વંદન, નમસ્કાર વગેરે લાયક પૂજા તથા સત્કારને યોગ્ય તથા સિદ્ધિગતિને પામવા યોગ્ય છે. તેથી તેઓને અર્હન્ત કહેલા છે. (આ.નિ. ૯૨૧) આ એક વ્યાખ્યા હવે બીજી વ્યાખ્યા કહે છે હેમ વ્યાકરણનાં ‘મુત્યુ-દ્વિષાદ મંત્રિશત્રુ સ્તુત્યું' | 、 | ૨ | ૨૬ ॥ કૃતિવર્તમાનતૃણ્ શત્રુને હણ્યા તેથી ‘અર્હન્ત’ તે શત્રુઓ મિથ્યાત્વમોહનીય આદિ સમ્પૂરાયિક કર્મબંધના કારણો અનેક ભવનાં જન્મમરણ સુધી મહાન સંકટોને પ્રાપ્ત કરાવવામાં કારણભૂત મિથ્યાત્વાદિ કર્મ-શત્રુઓને હણવાથી તેઓ ‘અરિહન્ત' કહેવાય છે. ત્રીજી વ્યાખ્યા ‘રજને હણવાથી અર્હન્ત, અહિં રજ એટલે ચાર ઘાતિકર્મો મેઘ-સમૂહથી ઢંકાઈ ગયેલા કિરણો અને સુર્યપ્રકાશ વાદળમાં હોવા છતાં પ્રગટરૂપે દેખાતા નથી, તેમ ચાર ઘાતી કર્મો રૂપી રજથી ઢંકાઈ ગયેલા આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણરૂપ સ્વભાવ હોવા છતાં પણ તે ગુણો અત્યારે આત્મામાં પ્રગટ જણાતા નથી; આ આત્મગુણોને ઢાંકનારા ઘાતિકર્મો રૂપ ધૂળનો નાશ કરવાથી તેઓ ‘અર્હન્ત' કહેવાય. ચોથી વ્યાખ્યા- તેઓથી કંઈ પણ ‘રહસ્' એટલે છાનું નથી માટે ‘અર્હન્ત’ કહેવાય. તે આ પ્રમાણે - ભગવંતના જ્ઞાન-દર્શન ગુણો તેને આવરનારા જ્ઞાનાવરણીયાદિ કર્મોની પરાધીનતા સર્વથા નાશ પામ્યા પછી, કોઈથી હણાય. નહિ, તેવું સંપૂર્ણ, અનંત, અદ્ભૂત કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે. તે બંનેથી તેઓ સંપૂર્ણ જગતને એકી સાથે હંમેશા જાણે અને દેખે છે, તેથી તેઓને કંઈપણ છાનું નથી. આ પ્રમાણે તેઓને કંઈપણ ગુપ્ત-રહસ્ય ન હોવાથી અર્હન્ત કહેવાય. આ વ્યાખ્યાઓમાં વ્યાકરણના ‘પુષોવરાવ:’ સૂત્રથી ત્રણ અર્હત્ શબ્દની સિદ્ધિ થાય છે— એમ સમજવું અથવા તેઓ સર્વવેદી હોવાથી તેઓને એકાંતરૂપ એવો પર્વત-ગુફાનો કોઈ દેશ અંત કે મધ્ય ભાગ નથી. કોઈ વસ્તુ તેમનાથી છાની ન હોવાથી તેઓ ‘અરહોન્તર' કહેવાય. અથવા ‘સમ્ય:' એટલે રાગ ક્ષીણ થવાથી કોઈ પણ પદાર્થમાં આસક્તિ વગરના, અથવા રાગ-દ્વેષના કારણભૂત ગમતા કે અણગમતા પદાર્થોના વિષય-સંપર્કમાં આવવા છતાં પોતાના વીતરાગાદિ સ્વભાવનો ત્યાગ ન ક૨ના૨, અથવા ‘અરિહંતાણં' એમ પણ પાઠ સમજવો, તેમાં કર્મરૂપી શત્રુને હણનારા. કહેલું છે કે – ‘આઠેય પ્રકારનું કર્મ તે સર્વ જીવોને શત્રુરૂપ છે, તે અરિને હણનારા હોવાથી તેઓ અરિહન્ત કહેવાય (આ. નિ. ૯૨૯) વળી સૂત્રોમાં ‘અનંતાનં' એમ પણ પાઠાન્તર છે. કર્મબીજ ક્ષીણ થયેલું હોવાથી ‘મોહમ્ય:' જેને સંસારરૂપ અંકુર ફરી ઉગવાનો નથી, અર્થાત્ સંસારમાં ફરી જન્મ પામવાના નથી, તેઓ ‘અરુહંત' કહેવાય. તે માટે કહેલું છે કે: 'જેમ બીજ સર્વથા બળી ગયું હોય, તો તેમાંથી અંકુર પ્રગટ થતો નથી તેમ કર્મબીજ સર્વથા બળી જવાથી ભવરૂપી અંકુરો પ્રગટ થતાં નથી, અર્થાત્ જન્મ થતા નથી. (તત્ત્વાર્થ કારિકા-૮)
-
–
વ્યાકરણકારો તો એક જ ‘અત્' શબ્દનાં જ પ્રાકૃતમાં ત્રણ રૂપો માને છે. અર્હત્, અરિહંત અને (૧. હેમ વ્યાકરણનાં ‘દૂત્વ: સંયોને' સૂત્રોના આધારે પ્રાકૃતમાં જોડાક્ષરની પૂર્વના સ્વર હ્રસ્વ થાય માટે ‘નમોડ્યુ’ ને બદલે ‘નમુત્યુ' પણ બને છે.)