SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ૨૮૧ અરુહતું એમ પણ સિદ્ધહેમ વ્યાકરણમાં ધ્યાતિ |૮ | ૨ / ૧૧૧ | સૂત્રથી ત્રણેય રૂપો સિદ્ધ કરેલાં છે. તે અન્તોને નમસ્કાર થાઓ – એમ સંબંધ જાણવો. ‘નમોડસ્તુ' તેમાં નમ: શબ્દના યોગે ચતુર્થી થાય, પણ પ્રાકૃતમાં ચોથીને બદલે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ કરાય છે, તે માટે સિદ્ધહેમ વ્યાકરણમાં “ચતુર્થો પછી' || ૮ | ૩ | ૧૩૧ | સૂર કહેલું છે. માટે મૂલ સૂત્રમાં દરેક જગા પર છઠ્ઠી વિભક્તિ થી સમજવી. બહુવચનનો પ્રયોગ કર્યો છે. તે જેઓ એક જ ઈશ્વર માનનારા અદ્વૈતવાદીઓને રિહંતો-ઈશ્વરો-ઘણા છે-એમ સિદ્ધ કરવા માટે તથા એકને બદલે અનેકને નમસ્કાર કરવાથી વધારે ફળ મળે છે - એમ જણાવવા માટે પણ બહુવચનનો પ્રયોગ કર્યો છે. આ પ્રમાણે ‘રિહંતા' પદનો અર્થ પૂર્ણ કર્યો. હવે પાંચમું ‘વિષ્યઃ ' એટલે ઉપર “જે અરિહંત કહ્યા, તેઓનું ભવિદ્' વિશેષણ સમજવું અને તે અરિહંતના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વગેરે અનેક ભેદો છે, તેમાંથી ભાવ- અરિહંત લેવા માટે છે, અર્થાત્ મારો નમસ્કાર ભાવ અરિહંતને થાઓ-એમ જણાવવા માટે આ વિશેષણ છે. અહીં ભગવદ્ શબ્દમાં રહેલા ભગના અર્થો ૧૪ થાય છે. “ભગ એટલે સૂર્ય, જ્ઞાન માહાલ્ય, યશ, વૈરાગ્ય, મુક્તિ, રૂપ, વીર્ય, પ્રયત્ન, ઈચ્છા, શોભા, ધર્મ, ઐશ્વર્ય અને યોનિ એ વચનથી સૂર્ય અને યોનિ બે અર્થ છોડીને બાકીના બાર અર્થો લેવા, અર્થાત્ જ્ઞાનવાળા, ઐશ્વર્યવાળા (૧) ભગવંત-ગર્ભમાં આવ્યા ત્યારથી દીક્ષા સુધી મતિ, શ્રત અને અવધિજ્ઞાનવાળા અને દીક્ષા પછી તરત ઘાતિકર્મના ક્ષય સુધી મન:પર્યવજ્ઞાનવાળા અને ઘાતિકર્મના ક્ષય થયા પછી અનંત વસ્તુ-વિષયક સમગ્ર ભાવ પ્રકાશિત કરનાર કેવલજ્ઞાન થયું. (૨) માહાસ્ય એટલે પ્રભાવ-અતિશય, અર્થાત્ ભગવંતના સર્વકલ્યાણક સમયે નારકી જીવોને પણ સુખ ઉત્પન્ન થતું હોવાથી તથા નિત્ય ગાઢ અંધકારવાળી નારકીમાં પ્રકાશ થતો હોવાથી, ગર્ભમાં નિવાસ થયા પછી કુલમાં ધન-સમૃદ્ધિ આદિની વૃદ્ધિ થવાથી, નહિ નમતા સામંતો નમવા લાગ્યા, તેમજ ઇતિ-મરકી આદિ ઉપદ્રવો-વૈરરહિત રાજ્ય-પાલન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે ઉપદ્રવ-રહિત લોકો અને દેશો હોવાથી, આસન ચલાયમાન થાય ત્યારે દેવોએ અને અસુરોએ જેમના ચરણ-કમળમાં પ્રણામ કરેલા છે. આ રીતે તેમનો પ્રભાવાતિશય સમજવો. (૩) યશ તો રાગ-દ્વેષ પરિષહ, ઉપસર્ગને પરાક્રમથી જીતવાથી ઉત્પન્ન થયેલ અને હંમેશા જેની પ્રતિષ્ઠા ટકી રહેલી છે, જેને દેવલોકમાં દેવાંગનાઓ, પાતાલમાં નાગકન્યાઓ ગાય છે અને દેવતાઓ તથા અસુરો પ્રશંસા કરે છે દેવતા અને રાજાની ઋદ્ધિ ભોગવવા છતાં તેમાં લગાર રતિ નથી, જેમાં સામાન્ય જનને રતિ ઉત્પન્ન થાય, પરંતુ જ્યારે સર્વ ભોગો અને ઋદ્ધિ-સમૃદ્ધિનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરે, ત્યારે ભોગો અને ઋદ્ધિથી સર્યું. તેમ જ જ્યારે ક્ષીણકર્મવાળા થાય, ત્યારે સુખ-દુઃખમાં, ભવ અને મોક્ષમાં ઉદાસીનભાવ થાય, એ પ્રમાણે ત્રણે અવસ્થામાં વૈરાગ્ય અતિશયવાળો હોય છે તે વાત અમોએ વીતરાગ સ્તોત્રમાં પણ કહેલી છે- “હે નાથ ! જ્યારે તમે દેવ અને નરેન્દ્રની લક્ષ્મી ભોગવો છો, ત્યારે તેમાં લગાર પણ તમને આનંદ થતો નથી અને ત્યારે પણ તેમાં તમોને વિરક્તિ હોય છે. કામભોગોથી વિરકત થઈ જ્યારે તમો યોગ-ચારિત્ર પામો છો. વીતરાગસ્તોત્ર ૧૨/૪૬ ત્યારે આ ભોગોથી સર્યું, આ પ્રમાણે તમો વૈરાગ્ય પામેલા છો તથા સુખ-દુ:ખમાં, કે ભવ મોક્ષમાં સમાનભાવ-ઔદાસીન્ય ઈચ્છો છો, ત્યારે પણ તમો વૈરાગી છો, તમે કઈ અવસ્થામાં વૈરાગી નથી ? (૪) મુક્તિ અર્થાત્ સમગ્ર કલેશ નાશરૂપ તે તો નજીકમાં રહેલી જ છે (૫) રૂપ : કેવું છે? તો કે સર્વ દેવતાઓના સારભૂત રૂપગ્રહણ કરી અંગુઠા-પ્રમાણ માત્ર રૂપ તૈયાર કરે અને પ્રભુના ચરણના અંગુઠા સાથે સરખામણી કરે, તો ઝળહળતા અંગારા વચ્ચે જેમ કાળો કોયલો તેમ દેવોનું રૂપ જણાય. આ દષ્ટાંતથી રૂપ પણ સર્વ કરતાં ચડિયાતું છે. (૬) મેરુ પર્વતને દંડ અને પૃથ્વીને છત્રરૂપ બનાવવાનું
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy