SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ૨૭૯ મારી, काया – એ પદ બોલીને ન પારું ત્યાં સુધી મારો કાઉસ્સગ્ગ છે, કાઉસ્સગ્ગ કેવી રીતે કરીશ ? તે કહે છે : તાવ વ્હાય ડાળેળ મોળેનું જ્ઞાનેળ અપ્પાનું વોસિરામિ' = અર્થાત્ તાવ = ત્યાં સુધી અપ્પાાં શરીરને, વાળેĪ' ઉભા રહેવું વગેરે કાયાને હલાવ્યા-ચલાવ્યા વગર સ્થિરપણે કાઉસ્સગ્ગ મુદ્રાએ રહેવું. મોોળ મૌન કરવા પૂર્વક સામેળ = ધ્યાન-મનમાં શુભ ચિંતવન કરવા વડે, वोसिरामि વોસિરાવું છું. અર્થાત્ જ્યાં સુધી અમુક કે પચ્ચીસ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્ગ પૂર્ણ ન થાય, ત્યાં સુધી મનથી શુભ ધ્યાન, વચનથી મૌન અને કાયાથી સ્થિરતા સિવાય બીજી કુપ્રવૃત્તિનો ત્યાગ કરું છું. કેટલાક અપ્પાĪ પાઠ બોલતા નથી. = = - = પચીશ શ્વાસોચ્છ્વાસ તે ‘પાયસમા સામા’ અર્થાત્ એક પદનો એક શ્વાસોચ્છ્વાસ ગણવો - એમ શાસ્ત્રની મર્યાદા હોવાથી ‘લોગસ્સ ઉજ્જોઅગરેથી ચંદેસુ નિમ્મલયા સુધીની એક ગાથાનાં ચાર પદો ગણતા કુલ ૨૫ પદોની સંખ્યા થાય માટે ઈરિયાવહીમાં પચીસ શ્લોસોચ્છવાસનો કાઉસ્સગ્ગ કરવાનો હોવાથી ‘ચંદેસુ નિમ્મલયરા' સુધી લોગસ્સ ગણવો. કાઉસ્સગ્ગ સંપૂર્ણ થયા પછી ‘નમો અરિહંતાણં એમ નમસ્કાર-પૂર્વક પારીને આખો લોગસ્સ-બોલવો. જો ‘ગુરુ સમક્ષ હોય તો તેમની સામે જ કરે. ગુરૂના અભાવમાં મનમાં ગુરૂની સ્થાપના ધારીને ઈર્યાપથિ-પ્રતિક્રમણ કરીને પછી ઉત્કૃષ્ટ ચૈત્યવંદનનો આરંભ કરે. જધન્ય, મધ્યમ ચૈત્યવંદનો તો ઈર્યાવહી વગર પણ કરી શકાય છે. ચૈત્યવંદના અહીં નમસ્કાર કરવા પૂર્વક ‘નમો અરિહંતાણં એ પદથી તથા કવિએ રચેલાં આવા પ્રકારના કાવ્યથી જધન્ય ચૈત્યવંદના થાય છે ‘હે પ્રુભ ! આપનો આ દેહ જ આપની વીતરાગતાને કહી આપે છે. કારણકે જે વૃક્ષની બખોલમાં અગ્નિ રહેલો હોય, તે ખીલેલું લીલુંછમ જણાતું નથી. બીજા આચાર્યો પ્રણામ માત્ર કરવા તેને જધન્યા ચૈત્યવંદના કહે પ્રણામ પાંચ પ્રકારના છે. એક મસ્તક અંગ નમાવવું હાથ અને મસ્તક એમ ત્રણે અંગવાળો, બે હાથ એકાંગ પ્રણામ, બે હાથ જોડવા, તે હૃયંગ પ્રણામ, અને બેજાનું તે ચાર અંગોવાળો અને મસ્તક બે હાથ તથા બે પગ એમ પાંચે અંગો નમાવવા તે પંચાંગ પ્રણામ કહેવાય. મધ્યમા ચૈત્યવંદના તો અરિહંત ભગવંતોની પ્રતિમાઓની એક સ્તવદંડક અને સ્તુતિ કરવા દ્વારા થાય છે ને જે માટે (પંચાશક ૩/૨)માં કહેલું છે કે, ‘નમસ્કાર કરવાથી જધન્યા, દંડક અને સ્તુતિ એ બેથી મધ્યમાં અને સંપૂર્ણ ઉત્કૃષ્ટ ચૈત્યવંદન તો વિધિથી જે કરે તે -એમ ત્રણ પ્રકારની સમજવી આ પ્રમાણે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવાની ઈચ્છાવાળો સર્વવિરતિ સાધુ કે શ્રાવક અથવા અવિરતિ સમ્યગ્દષ્ટિ કે અપુનર્બંધક, યથાભદ્રક બરાબર પ્રતિલેખિત કરેલી અને પ્રમાર્જના કરેલી ભૂમિમાં રહેલો હોય, અને ભગવંતના ઉપર નયન અને મનને સ્થિર બનાવેલ હોય, સંવેગ-વૈરાગ્યથી ઉત્પન્ન થએલા રોમાંચ-કંચુકથી યુક્ત, નેત્રમાં હર્ષાશ્રુ વહી રહેલા હોય, આ ભગવંતના ચરણનું વંદન મળવું અતિદુર્લભ છે-એમ માનતો યોગમુદ્રાથી અસ્ખલિત આદિ સૂત્ર બોલવાના ગુણયુક્ત, સૂત્રના અર્થ-સ્મરણ સાથે પ્રણિપાત-દંડકસૂત્ર અર્થાત્ ‘નમોત્થ - સૂત્ર ભણે. તેમાં તેત્રીશ આલાપકો-પદો છે અને બે ત્રણ-ચાર વિગેરે પદોના સમૂહરૂપ નવ વિસામાઓ (સંપદાઓ) છે. કહ્યું છે કેઃ— “બે-ત્રણ-ચાર-પાંચ-પાંચ પાંચ બે ચાર અને ત્રણ પદોની મળી કુલ નવ સંપદાઓ અને નવ સંપદાઓના” કુલ તેત્રીસ પદો છે.’ નમોત્થણની વિસ્તૃત વ્યાખ્યા આ સંપદાઓના નામ તથા પ્રમાણ તેના તેના અર્થપ્રસંગે યથાસ્થાને જણાવાશે. શ્રી ‘નમોત્થણં
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy