SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ નિદાન-(નિયાણ) અને મિથ્યાતત્વ-એ નામના ત્રણ શલ્યથી યુક્ત આત્માને શલ્યરહિત બનાવવા દ્વારા પાવા માપ, foધાયUદ્યા એટલે સંસારના કારણભૂત જ્ઞાનાવરણીયાદિ કર્મોરૂપી પાપોનો નાશ કરવા માટે હાનિ શl૩ ધાતુઓના અનેક અર્થો થાય છે એ ન્યાયે અહીં ‘ઠામિ' એટલે કરું છું અને કાઉસ્સગ્ગ” એટલે કાયાના વ્યાપારનો ત્યાગ-શારીરિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરું છું. શું સર્વથા ? તો કેના, ન રોકી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓની અપવાદરૂપે છૂટ રાખીને, તે ‘ સ્થ' સૂત્રથી જણાવે છે. સનસ્થ એટલે આટલી મૂકીને, કઈ કઈ મૂકીને? સિUT થી માંડીને વાડ્રન્ટિં સુધી કહેલી પ્રવૃત્તિઓ મૂકીને બાકીનો ત્યાગ કરું છું તે આ પ્રમાણે સાપ' એટલે ઊંચો-અંદર શ્વાસ લેવો, તે ઉચ્છવાસ, આ પદોમાં જ્યાં ત્રીજી વિભક્તિ છે ત્યાં પંચમીનો અર્થ છે. શ્વાસ રોકવો, તે અશક્ય છે, તેનો નિરોધ કરવાથી પ્રાણ-વિઘાત થવાનો પ્રસંગ આવે તે માટે કહેવું છે કે – અભિગ્રહ કરનાર પણ ઉચ્છવાસ રોકી શકતો નથી. ચેષ્ટાની તો વાત જ ક્યાં રહી ? શ્વાસ રોકવામાં તત્કાલ મૃત્યુ થાય, માટે જયણાથી સૂક્ષ્મ ઉદ્ઘાસ ગ્રહણ કરે. (આ. નિ. ૧૫૨૪) નીતિ એટલે નીચો શ્વાસ મૂકવો અર્થાત્ શ્વાસ બહાર કાઢવો તે નિઃશ્વાસ, ઘાસિ એટલે ખાંસી ખાવી, છિUgi - છીંક, નંમાફUT' બગાસું ખાવું, ફટ્ટા ઓડકાર ખાવો, વાર્યાનિરૂપ અપાનવાયુ છુટવો એ કહેલા શરીરમાં વાયુના કારણે થાય છે. તે રોકવામાં શરીરમાં રોગ થાય છે, માટે રોકવા નહિ, પણ મુખે હાથ મુહપત્તિ રાખી યતના પૂર્વક કરવા, અને વાત-નિસર્ગ પણ અવાજ ન થાય તેમ કરવો, વળી મમતા એટલે અકસ્માત શરીરમાં ચકરી આવવી. પિત્તપૂછાણ એટલે પિત્ત-પ્રકોપથી સહેજ મૂચ્છ આવવી. ëિ ૩iા સંવાર્દિ એટલે શરીરમાં રોમરાજી વગેરે સૂક્ષ્મ રીતે હાલે. સુહુમદિં રત્ન સંચાત્તેદિ સૂક્ષ્મ રીતે શ્લેખનો શરીરમાં સંચાર થાય. સુહુર્દ રિ િસંગ્રાન્ટેÉિ એટલે સૂક્ષ્મ રીતે આંખની પાંપણ વગેરે ફરકે એ બાર કારણોને છોડીને બાકીની શરીરની ક્રિયાનો ત્યાગ કરું છું. વફાર્દિ માëિ અમો વિરાહિમો ફુક્ત ૐ ૩ો એ વિગેરે અપવાદો-છુટોથી મારો કાઉસ્સગ્ન સર્વથા અભગ્ન-અખંડ અને લગાર પણ વિરાધનાથી રહિત-નિર્દોષ થાઓ. આદિ શબ્દથી બીજા પણ જે વીજળી, અગ્નિની જ્યોતિનો સ્પર્શ થાય અને જો ઓઢવા વસ્ત્ર ગ્રહણ કરે તો પણ કાઉસ્સગનો ભંગ ન થાય. શંકા કરે કે “નમો અરિહંતાણં કહી પારીને કામળી ગ્રહણ કરે તો ભંગ કેમ ગણાય ? તેમ કરવામાં કાઉસ્સગ્રનો ભંગ જણાતો નથી. સમાધાન :- અહીં કાઉસ્સગ્નનું પ્રમાણ માત્ર નમો અરિહંતાણં કહે ત્યાં સુધીનું જ નથી કે જેથી જે બોલવાથી પૂર્ણ ગણાય. કિન્તુ જ્યારે જેટલા લોગસ્સ કે નવકાર વગેરે કાઉસ્સગ્નમાં ગણવાનું નક્કી હોય, તે પૂર્ણ કરીને ઉપર ‘નમો અરિહંતાણં કહે ત્યારે અખંડપૂર્ણ થાય એ કાઉસ્સગ્નનું પ્રમાણ છે માટે કાઉસ્સગ્ન પુરો થવા છતાં નમો અરિહંતાણ ન કહે અગર ‘નમો અરિહંતાણ” કહે પણ ગણવાનું અપૂર્ણ રહે તો પણ કાઉસ્સગ્નનો ભંગ થયો ગણાય તથા બિલાડી કે ઉંદર પંચેન્દ્રિય કોઈ વચ્ચેથી જાય તેથી બચવા માટે ખસે તો ભંગ ન થાય તથા ચોર કે રાજા આદિના ભયમાં કે પોતાને અગર બીજા સાધુને સર્પ-દશ થાય એવા કારણથી ભંગ ન થાય કહેલું છે કે – અગ્નિનો પ્રકાશ કે સળગે, પંચેન્દ્રિયની આડ, ચોર કે રાજાના ઉપદ્રવમાં સર્પ ડંખે તો વગેરે આગારો છતાં પણ મારો કાઉસ્સગ્ગ અખંડિત રહે, અવિરાધિત રહેલ કેટલા કાળ સુધી ? બનાવ રિહંતાઈ માવંતાdi નમુવારેvi ન પાણિ' એટલે જ્યાં સુધી અરિહંત ભગવંતોનો નમસ્કાર વડે ‘નમો અરિહંતાણં,
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy