________________
શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્ય
૩૧ બીજા ગ્રંથો ભણી કયો પુરુષ પોતાની બુદ્ધિ જડ કરે ?!
આ વ્યાકરણને સિદ્ધહેમ, સિદ્ધહેમ શબ્દાનુશાસન, હૈમવ્યાકરણ એવા નામોથી ઓળખવામાં આવે છે. આ પર અનેક વિદ્વાનોએ હજારો શ્લોક પ્રમાણવાળી ટીકાઓ લખી છે (નામ માટે જુઓ જૈન ગ્રંથાવલિ પૃ. ૨૯૯ થી ૩૦૩.) તે પરથી જણાશે કે તે કેવું અદભુત અને સારભૂત ઉમદા વ્યાકરણ હોવું જોઈએ. ૨. અનેકાર્થ નામમાળા (સશેષ) શ્લોક ૧૮૨૬. ૩. અનેકાર્થવૃત્તિ સ્વોપજ્ઞ શ્લોક ૬૦૩૦. ૪. અભિધાન ચિંતામણિ નામમાળા શ્લો ૧૫૯૧. ૫. અભિધાન ચિંતામણિ વૃત્તિ સ્વોપજ્ઞ શ્લોક ૧૦OOO. ૬. દેશી નામમાળા શ્લોક ૮૫૦. ૭. દેશી નામમાળા વૃત્તિ (રત્નાવલી) શ્લોક ૩૫૦૦. ૮. શેષનામમાળા શ્લોક ૨૨૫. ૯. નિઘંટશેષ. ૧૦. શિલોછ નામમાળા. ૧૧. વીતરાગ સ્તોત્ર શ્લોક ૪૭૪. ૧૨. ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર શ્લોક ૩૪000. ૧૩. દ્વાશ્રય સંસ્કૃત શ્લોક. ૨૮૨૮. ૧૪. દ્વાશ્રય પ્રાકૃત શ્લો. ૧૫૦૦ ૧૫. નાભેયનોમિસિંઘાન મહાકાવ્ય. ૧૬. અહંન્નીતિ શ્લોક ૧૪૦૦. ૧૭. અલંકાર ચુડામણિ વૃત્તિ (કાવ્યાનુશાસન) શ્લોક ૨૮૦૦ ૧૮. અલંકાર ચૂડામણિ વૃત્તિ (વૃત્તિ વિવેક) શ્લોક ૪000 ૧૯. હૈમ વ્યાકરણ ઉણાદિવૃત્તિ શ્લોક ૩૨૫૦ ૨૦. હૈમ વ્યાકરણ લઘુવૃત્તિ. ૨૧. હૈમ ધાતુ પારાયણ શ્લોક પ૬૦૦. ૨૨. હૈમ પ્રાકૃત વ્યાકરણ આ સિદ્ધહેમ શબ્દાનુંશાસનનો આઠમો અધ્યાય છે. ૨૩. અન્યયોગ વ્યવચ્છેદ દ્વાત્રિશિકા-આ સ્યાદ્વાદ મંજરીનું મૂળ છે. ૨૪. અયોગ વ્યવચ્છેદ દ્વાત્રિશિકા. ૨૫. પ્રમાણ મિમાંસાવૃત્તિ સહિત. શ્લોક ૨૫૦૦. નોટ-૨-૧૦ શબ્દકોશના ગ્રંથો છે અને તેપર પણ અનેક વૃત્તિઓ થઈ છે. ૨૬. યોગશાસ્ત્ર શ્લોક ૧૨૦૦. ૨૭. યોગશાસ્ત્ર વૃત્તિ શ્લોક ૧૨000. ૨૮. આંતર ચૈત્યવંદનવૃત્તિ. શ્લોક ૧૦૧૧ ૨૯. કિંજવદન ચપેટિકા. ૩૦. હેમવાદાનુશાસન ટીકા સાથે. ૩૧. શબ્દાર્ણવ મહાન્યાસ અથવા તત્ત્વ પ્રકાશિકા, ૩૨. બલબલ સૂત્ર બૃહવૃત્તિ. ૩૩. લિંગાનું શાસન બૃહવૃત્તિ સાથે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org