________________
૩૦
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ તે મણિને તે યોગીના હાથમાં જવા દેશો નહિ.”
આમ કહી અનશન કરી હેમચંદ્રસૂરિ મહારાજ ચોરશી વર્ષનું આયુષ્ય ભોગવી વિક્રમ સંવત ૧૨૨૯માં સ્વર્ગે પધાર્યા, ત્યાર પછી કુમારપાળ રાજાનું મરણ પણ અજયપાળે આપેલા ઝેરથી વિક્રમ સંવત ૧૨૩૦માં થયું.
૧૫. જૈનમાં સમકાલિન પ્રખર વિદ્વાનો - આ વખતે તપાગચ્છની ૪૦મી પાટે શ્રીમદ્ હરિભદ્રસૂરિએ કૃત અનેક પુસ્તકો પર સમર્થ અને વિદ્વત્તાપૂર્ણ ટીકા લખનાર તાર્કિક શિરોમણિ શ્રી મુનિચંદ્રસૂરિ હતા. તેમનો જન્મ સંવત ૧૧૩૪માં પણ દીક્ષા હેમચંદ્રસૂરિએ લીધેલી દીક્ષા પછી બે વર્ષે એટલે સં. ૧૧૫૨માં, સૂરિપદ સ. ૧૧૭૪માં, અને સ્વર્ગગમન ૧૨૨૦માં થયું હતું. આ શ્રી મુનિચંદ્રસૂરિના શિષ્યો શ્રી અજિતદેવસૂરિ તથા દેવસૂરિ પણ મહા વિદ્વાન પંડિતો હતા.
તેમણે અણહિલ્લપુર પાટણમાં શ્રી સિદ્ધરાજ જયસિંહ રાજાની સભામાં અનેક વિદ્વાનો સાથે વાદ કરી ચોરાશી વાદથી સર્વ વાદિયોને પરાજય પમાડ્યા, તે પ્રસંગે દિગંબર મતના ચક્રવર્તિ શ્રી કુમુદચંદ્ર આચાર્યને પણ વાદમાં જીતી લીધા, અને દિગંબરોનો પાટણમાં પ્રવેશ બંધ કરાવ્યો. આ બીના અત્યાર સુધી પ્રસિદ્ધ છે. આ દેવસૂરિ બીજા કોઈ નહિ પણ જે હેમચંદ્રસૂરિ સાથે મંત્ર સાધના કરી વાદિ ઉપર જીત મેળવવાનું વરદાન મેળવ્યું હતું તે. મલયગિરિસૂરિ કે જેમણે હેમચંદ્રસૂરિ સાથે મંત્ર સાધી વૃત્તિકારનું મહાનું વરદાન મેળવ્યું હતું એમણે મહાનું સૂત્રો પર તથા અનેક ગ્રંથો પર વૃત્તિઓ સમર્થ અને અભૂત ન્યાયપૂર્વક રચી છે.
૧૬. શિષ્ય પરંપરા ઉપર કહી ગયા તે પ્રમાણે સૂરીશ્વરજીને રામચંદ્ર તથા બાલચંદ્ર શિષ્ય હતા, તેમાં રામચંદ્રસૂરિ હતા, તે ગુરુને પાટે બેઠા હતા.સુભાષિત કોશ, કુમાર વિહાર આદિ અનેક ગ્રંથોના પ્રણેતા છે. બીજા અનેક શિષ્યો તેઓને હોવા જોઈએ, પણ તેમના સંબંધે કંઈ જાણવામાં નથી.
૧૭. સૂરિશ્રીની સંસ્કૃત કૃતિઓ તેમની સર્વ કૃતિઓમાંની ઉત્તમમાં ઉત્તમ અને મહાભારત કૃતિ સિદ્ધહૈમવ્યાકરણ છે, કે જે સવાલક્ષ શ્લોક પ્રમાણ પંચાંગ વ્યાકરણ છે. આના પર અનેક વિદ્વાનોએ ટીકા લખી છે, એટલું જ નહિ પરંતુ આના વિષે એવું સભ્યતાથી કહેવાય છે કે સમર્થ વ્યકરણકાર પાણિનીનું સિદ્ધાંત કૌમુદિવ્યાકરણ કે જે આના કરતાં મોટું છે તેનો અભ્યાસ કરતાં તેના જ્ઞાન કરતાં આ હૈમવ્યાકરણનું જ્ઞાન ચડે છે, અને તેની સાથે તે કરતાં વધારે સહેલાઈથી અને ઓછા વખતમાં શીખી શકાય છે. તે વ્યાકરણ સંબંધે નીચેની ઉક્તિઓ છે.
किं स्तुमः शब्दपाथोधेहेमचंद्रयतेर्मतिम् ।
एकेनापि हि येनेदृक् कृतं शब्दानुशासनम् ॥ અર્થ - શબ્દરૂપી સમુદ્રને ઉલ્લાસમાન કરનાર હેમચંદ્ર મુનિની બુદ્ધિની કેટલી સ્તુતિ કરીએ, કારણ કે તેમણે એકલાએજ શબ્દાનુશાસન રચ્યું છે. વળી તેમના વ્યાકરણનાં વખાણ કરતાં એક કવિ કહે છે કે :
भ्रातः पाणिनि ! संवृणतु प्रलपितं, कातंत्रकथा-कथा मा कार्षीः कटु शाकटायन ! वचः, क्षुदेण चांद्रेण किम् । कः कण्ठाभरणादिर्भिबठकरयत्यात्मानमन्यैरपि
श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्ध हेमोत्कयः ॥ અર્થ - હે ભાઈ પાણિનિ ! હવે તું તારો પ્રલાપ સંકેલી દે, કા-તંત્ર વ્યાકરણ તો કથા જેવું છે (એટલે તેનું તો શું કહેવું?) હે શાકટાયન ! તું તારાં કટુવચન કાઢીશજ નહિ, અને શુદ્ર ચાંદ વ્યાકરણથી શું સર્યું? જ્યાં સુધી શ્રી સિદ્ધહેમની ઉક્તિમાં-સિદ્ધહેમ વ્યાકરણમાં અર્થની મધુરતા સંભળાય છે. ત્યાં સુધી કંઠાભરણાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org