SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય ૨૯ * મંત્રના પ્રભાવથી દૂર કર્યો, તેમજ બ્રાહ્મણ ધર્મના દેવબોધિ આચાર્ય સાથે વાદવિવાદ થતાં આજે શું, તિથિ છે એમ પૂછતાં તે વખતે અમાવાસ્ય હતી છતાં પ્રમાદથી પૂર્ણિમાં એમ આચાર્યશ્રીથી કહી જવાયું, એટલે બ્રાહ્મણોએ મસ્કરી કરી. આ મશ્કરી ટાળવા માટે મંત્રના પ્રભાવથી તે રાત્રે પૂર્ણિમાના ચંદ્રની જ્યોતિ બાર ગાઉ સુધી પ્રગટ કરી. ૧૪. કાલધર્મ - દેહોત્સર્ગ શ્રી હેમચંદ્રાચાર્યશ્રીનો દેહોત્સર્ગ કઈ રીતે થયો તેને માટે જુદી જુદી દંતકથા ચાલે છે. સાક્ષર મણિલાલ નભુભાઈ પોતાના દ્વાશ્રયના ગુજરાતી ભાષાંતરમાં લખે છે કે ‘શંકરાચાર્યે ઝેર દેવરાવી મારી નાંખ્યા, તો કોઈ પાયવગર કહે છે કે શંકરાચાર્યને ને એમને વાદ થયેલો તેમાં શંકરાચાર્યે કુમારપાળના મહેલને છેલ્લે માળથી માયાવી પ્રલય દેખાડી માયાવી હોડી તેમને બતાવી, તેમાં પોતે બેસવા ગયા એટલે નીચે પડી છુંદાઈ મુઆ. પણ એ વાતો પર કશો આધાર પણ રાખી શકાય નહિ.” આ વાતમાં બીલકુલ વજુદ ઉક્ત ભાષાંતરકારે સ્વીકાર્યું નથી પણ તે સાથે તેવી દંતકથા ઉપજાવનાર બીજા કોઈ નહિ પણ બ્રાહ્મણો હોવાથી તે દ્વેષનું જ પરિણામ ભાસે છે. શ્રી જિનહર્ષસૂરિ પોતાના કુમારપાળ રાસમાં નીચે પ્રમાણે કહે છે : કુમારપાળ રાજાને અજયપાળ નામનો એક ભત્રિજો હતો. તેણે જાણ્યું કે કુમારપાળને પુત્ર નથી તો તે રાજગાદી પોતાની પુત્રીના પુત્ર પ્રતાપમલ્લને આપશે, તો જો હું કુમારપાળને મારી નાંખું તો મને રાજગાદી મળે, એવો વિચાર તે હંમેશા રાખ્યા કરતો હતો. બીજી બાજુએ હેમચંદ્રાચાર્યને બાલચંદ્ર નામનો શિષ્ય હતો, તેને અને અજયપાળને બહુ સારી મિત્રાચારી હતી, તેથી તે એમ વિચારતો હતો કે જો અજયપાળને ગાદી મળે તો તેના તરફથી જેમ કુમારપાળ તરફથી હેમચંદ્રાચાર્ય પૂજાય છે તેમ હું પૂજાઉં અને માનસન્માન પામું. એવામાં કુમારપાળે હેમચંદ્રજીને વિનતિ કરી કે ‘હે ભગવાન્ ! આજદિન સુધી મેં યથાશક્તિ પુણ્યકાર્યો કર્યાં, પરંતુ જિનપ્રતિમાઓની અંજનશલાકા કરવાની મને ઘણી હોંશ છે ! ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે બહુ સારું. પછીએ રાજાએ સુવર્ણ આદિ ધાતુઓની પ્રતિમાઓ બનાવીને અંજનશલાકા માટે તૈયારી કરી, તથા તે માટેનો મહોત્સવ શરૂ કર્યો. દૈવયોગે મુહૂર્તના સમયની ખબર રાખવાનું કાર્ય સૂરિશ્રીએ બાલચંદ્રને સોપ્યું, તે વખતે અજયપાળ પણ ત્યાં આવી ચડ્યો. તેને બાલચંદ્રે કહ્યું કે જો આ સમયે હું મુર્હુતના વખતમાં ફેરફાર કરી નાખું તો હેમચંદ્રજીનું તથા રાજાનું એમ બંનેનું થોડા વખતમાં મૃત્યુ થશે. આ સાંભળી દુષ્ટ અજયપાળે પણ તેમ કરવાનું બાલચંદ્રને સમજાવ્યું, અને કહ્યું કે, જો મને રાજ્ય મળશે તો હું પણ તમોને આ હેમચંદ્રજીની પેઠે ઉંચે દરજ્જે ચડાવીશ અને પૂર્ણ સન્માન આદર આપીશ. પછી તે દુષ્ટ શિષ્યે તે મુહૂર્તના સમયમાં ફેરફાર કરી નાખ્યો; જુઓ ! કીર્તિલોભ માટે મનુષ્યો શું નથી કરતા ? આ વાતની હેમચંદ્રાચાર્યને આખરે અબર પડી ત્યારે કુમારપાળને કહ્યું કે ‘આ બાલચંદ્ર કુશિષ્ય નિવડ્યો છે, અને તે અજયપાળને અંદરખાને મળી ગયો છે, તેથી તેણે મુહૂતમાં ફેરફાર કરી અનર્થ કર્યો છે, તો હવે આપણા બન્નેનું મૃત્યુ નજીક છે, એવામાં ત્યાં એક યોગી આવી ચડ્યો; તેણે હેમ ચંદ્રજીના મસ્તકમાં મણિ જોયો, તેથી તે લેવાની તેણે તદબીર રચવા માંડી. એક દિવસે હેમચંદ્રજી મહારાજનો કોઈક શિષ્ય આહાર લેઈને આવતો હતો, તે આહારની ઝોળીમાં તે યોગીએ હાથ ચાલાકી વાપરી ઝેર નાખી દીધું; તથા તે શિષ્ય સાથે તે કેટલીક મીઠી વાતો કરીને ચાલ્યો ગયો. તે મુગ્ધ મુનિને તે બાબતની ખબર ન રહેવાથી તે આહાર તેમણે હેમચંદ્રજીને ભોજન માટે આપ્યો; હેમચંદ્રાર્યે ભોજન કર્યું ત્યાર પછી તેમનું શરીર કંપવા લાગ્યું, ત્યારે તુરતજ તેમણે તે શિષ્યને બોલાવી પૂછ્યાથી માર્ગમાં મળેલા તે યોગીની હકીકત માલુમ થઈ; જેથી સૂરિશ્રીએ વિચાર્યું કે જેમ ભાવી બનનાર હતું તે બન્યું છે. પછી તેમણે પોતાના શિષ્યોને બોલાવી કહ્યું ‘જ્યાં મારી ચિતા સળગાવો, ત્યાં મારા મસ્તક નીચે એક દૂધથી ભરેલું પાત્ર રાખજો, જેથી મારા મસ્તકમ રહેલું મણિ તેમાં પડશે, તે મણિને તમો સાચવીને રાખજો, અને કોઈ પણ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy